- Advertisement -

મહિલાઓના હિતો અને સુરક્ષા માટે કાયદાકીય શિબિર અને નારી સંમેલન આણંદ ખાતે યોજાયેલ

મહિલાઓએ પણ સ્વયં પોતાના હિતો અને રક્ષા માટે જાગૃત થવું પડશે શ્રીમતી અંકોલિયા. મહિલાઓના હિતો અને સુરક્ષા માટે સરકાર કટિબધ્ધ.

મહિલાઓના હિતો અને સુરક્ષા માટે કાયદાકીય શિબિર અને નારી સંમેલન આણંદ ખાતે યોજાયેલ. ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ સમાજનું વાસ્તવિક ચિત્રનું નિરૂપણ કરી મહિલાઓને સચેત રહેવાની સાથે જાગૃત થઈ પોતાના બાળકો શું કરે છે તેની પણ કાળજી અને દેખરેખ રાખવાનું જણાવી મહિલાઓના હિતો અને સુરક્ષા માટે સરકાર અને મહિલા આયોગ કટિબધ્ધ હોવાનું કહ્યું હતું.

આણંદ ખાતે યોજાયેલ કાયદાકીય શિબિર અને નારી સંમેલન 01

- Advertisement -

- Advertisement -

78

Get real time updates directly on you device, subscribe now.

મહિલાઓના હિતો અને સુરક્ષા માટે કાયદાકીય શિબિર અને નારી સંમેલન આણંદ ખાતે યોજાયેલ

મહિલાઓના હિતો અને સુરક્ષા માટે સરકાર કટિબધ્ધ છે.  શ્રીમતી લીલાબેન અંકોલિયા 

મહિલાઓએ પણ સ્વયં પોતાના હિતો અને રક્ષા માટે જાગૃત થવું પડશે – શ્રીમતી અંકોલિયા

 આણંદ ખાતે યોજાયેલ કાયદાકીય શિબિર અને નારી સંમેલન

આણંદ ખાતે યોજાયેલ કાયદાકીય શિબિર અને નારી સંમેલન 02
આણંદ ખાતે યોજાયેલ કાયદાકીય શિબિર અને નારી સંમેલન 02

આણંદ – મંગળવાર: ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ સમાજનું વાસ્તવિક ચિત્રનું નિરૂપણ કરી મહિલાઓને સચેત રહેવાની સાથે જાગૃત થઈ પોતાના બાળકો શું કરે છે તેની પણ કાળજી અને દેખરેખ રાખવાનું જણાવી મહિલાઓના હિતો અને સુરક્ષા માટે સરકાર અને મહિલા આયોગ કટિબધ્ધ હોવાનું કહ્યું હતું.

આણંદ ટાઉનહોલ ખાતે યોજાયેલ મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ અને કાયદાકીય સમજ આપવા અંગેની ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે યોજાયેલ કાયદાકીય અને નારી સંમેલનને સંબોધતાં મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ મહિલાલક્ષી નિર્ણયો લેવાનું કામ સરકાર સાથે રહીને કડીરૂપ બનાવાનું કામ મહિલા આયોગ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

આણંદ ખાતે યોજાયેલ કાયદાકીય શિબિર અને નારી સંમેલન 04
આણંદ ખાતે યોજાયેલ કાયદાકીય શિબિર અને નારી સંમેલન 04

શ્રીમતી અંકોલિયાએ મહિલાઓને કાયદા વિશે સંપૂર્ણ જાણકારી મેળવવાની સાથે પોતે તેનાથી માહિતગાર થઇને અન્ય મહિલાઓને પણ તેની જાણકારી આપી મહિલાઓ માટેના કાયદાઓ અને હિતોની જાણકારીના અભાવે મહિલાઓને અનેક મુશ્કેલીઓ પડતી હોય છે તેમાંથી બહાર લાવવાનો અનુરોધ કર્યો હતો.

શ્રીમતી લીલાબેન અંકોલિયાએ રાજ્યની ૨૭૦ નારી અદાલતો દ્વારા મહિલાઓના હિતો અને સુરક્ષા માટે કરવામાં આવી રહેલ કામગીરીની વિગતો આપતાં કહ્યું હતું કે, આ નારી અદાલતો દ્વારા મહિલાઓના વિવિધ ૪૫ હજારથી વધુ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

શ્રીમતી અંકોલિયાએ મહિલા આયોગમાં વિવિધ કેસોની છણાવટ કરી મહિલા આયોગ કેવી રીતે કામગીરી કરી રહ્યું છે તેની વિગતવાર રૂપરેખા આપી કાઉન્સિલીંગ દ્વારા કેવી રીતે કેસોમાં સુખદ સમાધાન લાવવામાં મહત્વની ભૂમિકા મહિલા આયોગ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

Related Posts
1 of 443

શ્રીમતી અંકોલિયાએ મહિલાઓને પોતાના હિતો અને રક્ષણ માટે સ્વયં જાગૃત થવું પડશે તેમ જણાવી મહિલાઓને જયાં પણ કામ કરતાં હોઇએ ત્યાં પોતાની મર્યાદામાં રહીને પોતાના કાર્યો અને ફરજો અદા કરવા જણાવ્યું હતું.

શ્રીમતી લીલાબેને મહિલાઓને દીકરો હોય કે દીકરી તેઓને ભણાવવાની સાથે સુરક્ષિત બનાવવાની દિશામાં આગળ આવવું પડશે તેમ જણાવી જો મહિલા જાગૃત હશે સમાજ શિક્ષિત હશે તો સમાજને કોઇ નારી અદાલત, કોર્ટ કે મહિલા આયોગની જરૂર પડશે નહીં તેવી આશા વ્યકત કરી હતી.

શ્રીમતી અંકોલિયાએ રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સરકારે મહિલાઓના સશકિતકરણ અને ઉત્થાન માટે ૧૩૮ જેટલી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે તેની જાણકારી મેળવી તેનો લાભ લઇ સામાજિક-આર્થિક-શૈક્ષણિક રીતે પગભર થવા અનુરોધ કરી સમાજની અન્ય મહિલાઓને પણ આ યોજનાની જાણકારી આપી પ્રેરિત કરવા સુચવ્યું હતું.

શ્રીમતી અંકોલિયાએ મહિલાઓને ગર્ભ પરિક્ષણથી દૂર રહી સમાજમાં જે દીકરા-દીકરી વચ્ચે અસમતુલા જોવા ન મળે અને સમતુલા જળવાઇ રહે તે પ્રતિ જાગૃત રહેવા અપીલ કરી હતી.

આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં મહિલા સશકિતકરણ ક્ષેત્રે રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની વિગતો આપી આજે મહિલાઓ જયારે રમત-ગમત, આરોગ્ય, રોજગાર, રાજકીય એમ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે આ મહિલાઓની સુરક્ષા અને હિતોની જાળવણી અર્થે આવા સંમેલનો મહિલાઓ માટે માર્ગદર્શક બની રહેતા હોવાનું જણાવી મહિલાઓનો પોતાના હિતો, સુરક્ષા અને યોજનાથી માહિતગાર બનવા કહ્યું હતું.

મહિલા અગ્રણી અને પુરવઠા નિગમના ડાયરેકટર શ્રીમતી હંસાકુંવરબા રાજે મહિલાઓને સશકત બનાવવા માટે ભ્રૂણ હત્યા અટકાવવા માટે કાયદો અમલમાં લાવીને મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવાનું કામ સરકાર કરી રહી હોવાનું જણાવી તાજેતરમાં ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાનો ભારતની ૧૦૦ સશકત મહિલાઓમાં સમાવેશ થયો હોવાની જાણકારી આપી હતી.

આણંદ ખાતે યોજાયેલ કાયદાકીય શિબિર અને નારી સંમેલન 03
આણંદ ખાતે યોજાયેલ કાયદાકીય શિબિર અને નારી સંમેલન 03

શ્રીમતી રાજે મોબાઇલ-ઇન્ટરનેટના યુગમાં દીકરીઓને સ્વબચાવ માટે જાગૃત કરવાનું સૂચન કરી નારી અબળા નહીં પણ સબળા તેમજ હોંશિયાર અને કાબિલ બને તે માટે મહિલાઓને તેમની ભૂમિકા અદા કરવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારે આ પ્રસંગે મહિલાઓના હિતો માટે સરકાર અને મહિલા આયોગ કડીરૂપ ભૂમિકા અદા કરી રહી હોવાનું જણાવી દીકરી જન્મે ત્યાંથી શરૂ કરીને તેને સશકત બનાવવા સુધીની સરકારની વિવિધ યોજનાઓ જેવી કે શિશુ, પોષણ, કસ્તૂરબા, પ્રધાનમંત્રી માતૃવંદના, વન સ્ટોપ જેવી અનેકવિધ યોજનાઓ વિશે જાણકારી આપી આજે જયારે આ સંમેલનમાં મહિલાઓ માટેના કાયદાઓ અને યોજનાઓ વિશેની જાણકારી આપણને પ્રાપ્ત થઇ રહી છે તે આપણા પૂરતી સીમિત ન રાખતા સમાજની અને ગામની મહિલાઓને પણ તેના વિશે જાણકારી આપવા સુચવ્યું હતું.

આ નારી સંમેલનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી અજીતભાઇએ સ્વચ્છતા અભિયાન તેમજ સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગના નિયંત્રણ ઉપર, આણંદ મહિલા પોલીસ ૧૮૧ અભયમ હેલ્પ લાઇનના શ્રી કોમલબેન જયસ્વાલે ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇન વિશે અને કેવી રીતે કામગીરી છે તેની, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી ચેતનભાઇ સોજિત્રાએ મહિલાઓને લગતી વિવિધ યોજનાઓની અને જાણીતા મહિલા એડવોકેટ શ્રી મમતાબેને મહિલાઓને બંધારણથી મળેલ હક્કો તથા અધિકારો વિશે જાણકારી આપી હતી.

આ સંમેલનમાં અધિક કલેકટર અને ગુજરાત રાજય મહિલા આયોગના સભ્ય સચિવ શ્રીમતી વીણાબેન પટેલ, આણંદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી અમીબેન દણાંક, પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન મ્યુ. કાઉન્સિલર શ્રીમતી મધુબેન ગોહિલ, બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વીમળાબેન સોલંકી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી દક્ષાબેન તબીયાર તેમજ આઇ.સી.ડી.એસ.ની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More