- Advertisement -

માહિતી ખાતા દ્વારા આયોજિત ગાંધીજી : શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું પરિણામ જાહેર

ચાર કેટેગરીમાં ૨૦૩ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો

પૂ.મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ચાર કેટેગરીમાં યોજાયેલ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ૨૦૩ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પૂ. ગાંધીજીના નિર્વાણદિને આજે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટેની કેટેગરીમાં ૫૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

Mahiti Khata Dwara Aayojit Gandhiji Short Film Spardha Nu Parinam Jaher

- Advertisement -

- Advertisement -

71

Get real time updates directly on you device, subscribe now.

આ કેટેગરીમાં પ્રથમ ક્રમે શ્રી તેજસ એન. ભાંભરે (એમ.આઇ.ટી.-એ.ડી.ટી.યુનિવર્સિટી, પૂણે) દ્વિતિય ક્રમે શ્રી ભાર્ગવ આર. પરમાર (ડિપાર્ટમેન્ટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) અને તૃતીય ક્રમે શ્રી ચિંતન એન.પંડ્યા- એચ.કે.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં શ્રી સ્મિત એમ.વ્યાસ (એમ.એ.પરીખ ફાઇન આર્ટસ એન્ડ આર્ટ કોલેજ, પાલનપુર) અને શ્રી અભિષેક એન.પરમાર (એલ.ઇ. કોલેજ ઓફ એન્જિનીયરીંગ, મોરબી)ને  સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે.

Related Posts
1 of 484
Mahiti Khata Dwara Aayojit Gandhiji Short Film Spardha Nu Parinam Jaher
Mahiti Khata Dwara Aayojit Gandhiji Short Film Spardha Nu Parinam Jaher

એમેચ્યોર ફિલ્મ મેકર્સની કેટેગરીની સ્પર્ધામાં ૧૨૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કેટેગરીમાં પ્રથમ સ્થાને શ્રી કુમાર ભોઇ (આણંદ), દ્વિતિય ક્રમે શ્રી ડૉ.જીગર સુથાર (અમદાવાદ) અને તૃતીય ક્રમે ડૉ.પ્રસન્નકુમાર ગાંધી (અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં શ્રી મિતુલ પી. ગુપ્તે (વડોદરા)ને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે. પ્રોફેશનલ ફિલ્મ મેકર્સની કેટેગરીમાં તૃતીય સ્થાને શ્રી વિજયસિંહ એમ.ઝાલા(અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે કોઇ કૃતિ પસંદગી પામી નથી. આ કેટેગરીમાં ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

જ્યારે માહિતી ખાતાની ફિલ્મ મેકર્સની પેનલના નિર્માતાઓ માટેની કેટેગરીમાં પ્રથમ ક્રમે શ્રી સંદિપ રાજપુત, અમદાવાદ અને દ્વિતિય ક્રમે શ્રી નિમેષ શાહ, અમદાવાદ વિજેતા થયા છે. ગાંધીજી-શોર્ટ ફિલ્મ સ્પર્ધાના પ્રથમ ક્રમાંકના વિજેતાઓને રૂા.બે લાખ, દ્વિતિય ક્રમના વિજેતાઓને રૂા.એક લાખ અને તૃતીય ક્રમાંકના વિજેતાઓને રૂા.પચાસ હજારનું ઇનામ આપવામાં આવશે. નજીકના ભવિષ્યમાં જ આ ઇનામો એનાયત કરવાનો સમારોહ યોજાશે. (હિરેનભટ્ટ/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More