- Advertisement -

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે કરૂણા અભિયાન-૨૦૨૦ અંતર્ગત બેઠક યોજાઈ

ચાઈનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ન કરવા, સુર્યોદય-સુર્યાસ્ત સમયે પતંગ ન ઉડાવવા તથા ઘાયલ પક્ષીઓની તંત્રને તાત્કાલીક જાણ કરવા જન જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવશે

આગામી દિવસોમાં આવી રહેલા મકરસંક્રાંતિ પર્વને લઈ કરૂણા અભિયાન-૨૦૨૦ અંતર્ગત  કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઉત્તરાયણ પર્વ દરમ્યાન પગંતની દોરીથી પક્ષીઓને થતી ઈજા અને મૃત્યુના બનાવો નિવારવા સઘન અને સુયોજીત કામગીરીના આયોજન અંગે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

Makar Sankranti Parv Nimite Karuna Abhiyan 2020 Antargat Bethak Yojai

- Advertisement -

- Advertisement -

102

Get real time updates directly on you device, subscribe now.

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે કરૂણા અભિયાન-૨૦૨૦ અંતર્ગત બેઠક યોજાઈ

  • કલેક્ટર કચેરી ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે કરૂણા અભિયાન-૨૦૨૦ અંતર્ગત બેઠક યોજાઈ
  • ચાઈનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ન કરવા, સુર્યોદય-સુર્યાસ્ત સમયે પતંગ ન ઉડાવવા તથા ઘાયલ પક્ષીઓની તંત્રને તાત્કાલીક જાણ કરવા જન જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવશે
  • ઘાયલ પક્ષીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે હેલ્પ લાઈન તથા પશુ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવશે
  • ઉત્તરાયણ પર્વ દરમ્યાન સ્વૈચ્છીક સંસ્થાઓ તથા જીવદયાપ્રેમીઓ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી કરવામાં આવશે ઘાયલ પક્ષીઓની સારવારની કામગીરી

આગામી દિવસોમાં આવી રહેલા મકરસંક્રાંતિ પર્વને લઈ કરૂણા અભિયાન-૨૦૨૦ અંતર્ગત  કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઉત્તરાયણ પર્વ દરમ્યાન પગંતની દોરીથી પક્ષીઓને થતી ઈજા અને મૃત્યુના બનાવો નિવારવા સઘન અને સુયોજીત કામગીરીના આયોજન અંગે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પશુ-પક્ષીઓ પ્રતિ સંવેદના દાખવી વર્ષ ૨૦૧૭થી કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગના માંજાથી પક્ષીઓ ઈજાગ્રસ્ત ન થાય તથા ઈજાગ્રસ્ત પક્ષીઓને સમયસર જરૂરી સારવાર મળી રહે તે માટે જરૂરી આયોજન કરવા જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પોલીસ, નગરપાલિકા, શિક્ષણ વિભાગ, પશુપાલન વિભાગ અને મહેસુલ વિભાગના સંકલનમાં રહી સ્વૈચ્છીક સંસ્થાઓની મદદથી કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

Related Posts
1 of 443
Makar Sankranti Parv Nimite Karuna Abhiyan 2020 Antargat Bethak Yojai
Makar Sankranti Parv Nimite Karuna Abhiyan 2020 Antargat Bethak Yojai

કરૂણા અભિયાન અંતર્ગત જીવદયા અંગે ઝુંબેશરૂપે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. સુર્યોદય તથા સુર્યાસ્ત સમયે પતંગ ન ચગાવવા, ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા તથા ઘાયલ થયેલા પક્ષીની જાણકારી આપવા સહિતના મુદ્દાઓ પર લોકોમાં જાગૃતિ આવે તે માટે શાળાના વિધ્યાર્થીઓ તથા નગરજનોને માહિતગાર કરવામાં આવશે. બેનર, હોર્ડીંગ્સ અને ચોપાનીયાઓ દ્વારા પક્ષીઓના ઘાયલ અને મૃત્યુ માટે જવાબદાર પરીબળોની સમજુતી અને તેને નિવારવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ઘાયલ પક્ષીઓની જાણકારી આપવા વન વિભાગ, પોલીસ વિભાગ, મહેસુલ તથા પશુપાલન વિભાગ દ્વારા હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવશે.

સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં રહી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરવામાં આવતી કામગીરી અંતર્ગત ઈજા પામેલા પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તા.૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી તાલુકા કક્ષા ઉપરાંત મોકાના સ્થળોએ પશુ સારવાર કેન્દ્રો ઉભા કરી પશુ ચિકિત્સકો ઉપલબ્ધ રહે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત ઉત્તરાયણ પર્વ બાદ વીજ વાયરો તથા થાંભલાઓ પર રહી ગયેલી દોરીમાં ફસાઈને પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

આ બેઠકમાં નાયબ વન સંરક્ષક શ્રી જે.જે.રાજપૂત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, પશુપાલન અધિકારીશ્રી, યુ.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઈજનેરશ્રી તથા સ્વૈચ્છીક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મકરસક્રાંતિના પર્વ દરમ્યાન ઓછામાં ઓછા પક્ષીઓ ઘાયલ થાય તથા ઘાયલ પક્ષીઓને તાત્કાલીક જરૂરી સારવાર મળી રહે તે પ્રકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી મુખ્યમંત્રીશ્રીના સંવેદનશીલ અભિગમને સાર્થક કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More