- Advertisement -

માંગરોળ ખાતે ૭૧મા પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી

સામાજિક સમરસતા થકી દેશ અને રાજ્યને સર્વાંગી વિકાસની નવી ઊંચાઈએ લઇ જવામાં દેશબંધુઓ સહિયારૂ યોગદાન આપે : પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા

રાષ્ટ્રના આન, બાન અને શાન સમા ૭૦માં પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરીની ઉજવણીનો ત્રિરંગો લહેરાવતા પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ સામાજિક સમરસતા થકી દેશ અને રાજ્યને સર્વાંગી વિકાસની નવી ઊંચાઈએ લઇ જવામાં દેશબંધુઓ સહિયારૂ યોગદાન આપી ‘રાજ્ય સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ’ના વિકાસમંત્રને સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવાનું આહ્વાન કર્યું હતું.

Mangarol Khate 71ma Prajasattaka Dina Ni Dabadababher Ujavani 02

- Advertisement -

- Advertisement -

34

Get real time updates directly on you device, subscribe now.

માંગરોળ ખાતે ૭૧મા પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી

રાષ્ટ્રના આન, બાન અને શાન સમા ૭૦માં પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરીની ઉજવણીનો ત્રિરંગો લહેરાવતા પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ સામાજિક સમરસતા થકી દેશ અને રાજ્યને સર્વાંગી વિકાસની નવી ઊંચાઈએ લઇ જવામાં દેશબંધુઓ સહિયારૂ યોગદાન આપી ‘રાજ્ય સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ’ના વિકાસમંત્રને સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવાનું આહ્વાન કર્યું હતું.

  • સામાજિક સમરસતા થકી દેશ અને રાજ્યને સર્વાંગી વિકાસની નવી ઊંચાઈએ લઇ જવામાં દેશબંધુઓ સહિયારૂ યોગદાન આપે : પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા
  • માંગરોળ ખાતે ૭૧મા પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી
  • માંગરોળના નગરજનો-વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના જૂવાળ સાથે તિરંગાને સલામી
  • શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરાયા
  • માંગરોળ તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનું વિશેષ અનુદાન
  • ૭૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે રાષ્ટ્રના આન, બાન અને શાન સમા ત્રિરંગાને સલામી આપતાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા
Mangarol Khate 71ma Prajasattaka Dina Ni Dabadababher Ujavani 01
Mangarol Khate 71ma Prajasattaka Dina Ni Dabadababher Ujavani 01

સુરત જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માંગરોળ તાલુકા મથકે સરકારી ગોડાઉનની પાછળ આવેલા પટાંગણમાં દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી પોલિસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે માંગરોળ તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલને એનાયત કરાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ, ક્રાંતિકારીઓને યાદ કરીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સામાન્ય જનને કેન્દ્રમાં રાખીને સંવેદનાપૂર્વક પારદર્શી નિર્ણયો સાથે સતત કાર્ય કરી રહી છે.

વાયદાઓ નહી, પણ નક્કર ઈરાદાઓ સાથે સરકાર પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના ચાર સ્થંભો પર સુશાસનની રાહ પર ચાલીને ઉત્તરદાયિત્વ નિભાવી રહી હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે, ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બનીને ઊભર્યું છે. સર્વસમાવેશી, સચોટ અને સકારાત્મક જનહિલક્ષી નિર્ણયો અને તેના સર્વગ્રાહી અમલીકરણથી જનજનને સુશાસનની પ્રતિતી થઇ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલી વિકાસયાત્રાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તેજ ગતિથી આગળ વધારી છે એમ જણાવતાં તેમણે રાજ્ય સરકારના અનેક વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી.

Mangarol Khate 71ma Prajasattaka Dina Ni Dabadababher Ujavani 02
Mangarol Khate 71ma Prajasattaka Dina Ni Dabadababher Ujavani 02
Related Posts
1 of 483

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ ગંગાસ્વરૂપ બહેનોને મળતાં પેન્શન અંગે ૨૧ વર્ષના સંતાનની મર્યાદા દૂર કરીને આજીવન પેન્શન આપવાનો ઐતિહાસિક નિર્ણય કરતાં રાજ્યની લાખો ગંગાસ્વરૂપ બહેનોને આજીવન પેન્શન મળતું થશે. મંત્રીશ્રીએ તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરતના ઓલપાડ તાલુકાની ૭ હજાર બહેનો અને અન્ય તાલુકાની ૩૨૯૬ બહેનો મળીને કુલ ૧૦,૨૦૬ ગંગાસ્વરૂપ બહેનોને પેન્શન મંજૂરીપત્રો આપી મહિલાઓના સશક્તિકરણનું આ મોટું પગલું ભર્યું છે એમ જણાવી વ્હાલી દિકરી યોજના, પૂર્ણા યોજના, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, નારી અદાલતો, જનની સુરક્ષા, પી.એમ. માતૃવંદના યોજના, ચિરંજીવી યોજના જેવી લોકપ્રિય યોજનાઓની છણાવટ કરી મહિલાલક્ષી યોજનાઓએ રાજ્યમાં નારીશક્તિઓના શીશ ગૌરવભેર ઉન્નત થયા છે એમ જણાવ્યું હતું.

શ્રી ચાવડાએ કહ્યું કે, ઉદ્યોગ, ઊર્જા, શિક્ષણ, રોજગાર, આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રે રાજ્ય સરકારે હંમેશા એક કદમ આગળ રહીને આ ક્ષેત્રોમાં વિકાસ રફતાર તેજ કરી છે. ગુજરાતમાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ને મળેલી સફળતાના કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧૬ લાખ માનવ દિનની રોજગારી મળવાની સાથે ૨૩૫૫૩ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. પરિણામે પાણીના તળ ઊંચા આવવાની સાથોસાથ જનજાગૃત્તિના કારણે ગુજરાત જળસમૃદ્ધ બન્યું છે. સાયબર ગુનાઓને નાથવા માટે આશ્વસ્‍ત પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે.

Mangarol Khate 71ma Prajasattaka Dina Ni Dabadababher Ujavani 03
Mangarol Khate 71ma Prajasattaka Dina Ni Dabadababher Ujavani 03

ગુજરાતમાં કોઇપણ બાળક કુપોષણયુકત ન રહે તે માટે સરકાર સતત પ્રયત્‍નશીલ છે એમ મંત્રીશ્રીએ સરકારના પ્રજાલક્ષી અભિગમ અને કામગીરીની વિગતો આપતા જણાવ્‍યું હતું. આ વેળાએ હોમગાર્ડ યુનિટના શ્રી હરિચંદ્ર સિન્ધુ પાટીલે પોતાના માથા તથા શરીર પર મોટર સાયકલ તથા ફોર વ્હીલર પસાર કરીને દિલધડક સ્ટંટ રજુ કર્યા હતા. આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે જિલ્લા આયોજન કચેરી અને પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી ‘વિકાસ વાટિકા-૨૦૧૮-૧૯’ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓ-કોલેજના બાળકોને ધમાકેદાર રંગારગ કાર્યક્રમો, યોગાસન, દેશભક્તિના ગીતો સાથે નૃત્યની આકર્ષક કૃત્તિઓ રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે. કોયા, નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એચ.એચ. રાજ્યગુરૂ, નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એ. એમ. મુનિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન પટેલ, અગ્રણી શ્રી દિલીપ સિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જગદીશભાઈ ગામીત, પ્રાંત અધિકારીશ્રી તેમજ મોટી સંખ્યામાં નગરજનો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Mangarol Khate 71ma Prajasattaka Dina Ni Dabadababher Ujavani 04
Mangarol Khate 71ma Prajasattaka Dina Ni Dabadababher Ujavani 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More