મનોરંજનના માધ્‍યમથી બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ વહેતો કરાયો

વલસાડ જિલ્લામાં મનોરંજનના માધ્‍યમ થકી ‘બેટી બચાવો બેટી પઢાવો'નો સંદેશ વહેતો કરાયો

આપણા દેશમાં બેટીનું અસ્‍તિત્ત્વ નાબુદ થઇ જાય તે પહેલા આ ભ્રૂણ હત્‍યાના અપરાધને રોકવા માટે ‘બેટી બચાવો બેટી પઢાવો’ વિશે જાગરૂકતા વધારવા અને તેનો સંદેશ સમગ્રતઃ ફેલાવવા રાજ્‍ય સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ કટીબધ્‍ધ છે. વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનના વ્‍યાપક પ્રચાર માટે બહોળા સમુદાય સુધી પહોંચવા જાગૃતિ લાવતી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત સમયાંતરે પ્રચાર પ્રસારના વિવિધ માધ્‍યમો થકી ગામેગામ તેનો સંદેશ ફેલાવવામાં આવે છે.

Manoranjana Na Madh‍yamathi Beti Bacavo Beti Padhavo No Sandes Vaheto Karayo 02
1,085

Get real time updates directly on you device, subscribe now.

વલસાડ જિલ્લામાં મનોરંજનના માધ્‍યમ થકી ‘બેટી બચાવો બેટી પઢાવો’નો સંદેશ વહેતો કરાયો

Related Posts
1 of 302

આપણા દેશમાં બેટીનું અસ્‍તિત્ત્વ નાબુદ થઇ જાય તે પહેલા આ ભ્રૂણ હત્‍યાના અપરાધને રોકવા માટે ‘બેટી બચાવો બેટી પઢાવો’ વિશે જાગરૂકતા વધારવા અને તેનો સંદેશ સમગ્રતઃ ફેલાવવા રાજ્‍ય સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ કટીબધ્‍ધ છે. વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનના વ્‍યાપક પ્રચાર માટે બહોળા સમુદાય સુધી પહોંચવા જાગૃતિ લાવતી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત સમયાંતરે પ્રચાર પ્રસારના વિવિધ માધ્‍યમો થકી ગામેગામ તેનો સંદેશ ફેલાવવામાં આવે છે.

Manoranjana Na Madh‍yamathi Beti Bacavo Beti Padhavo No Sandes Vaheto Karayo 01
Manoranjana Na Madh‍yamathi Beti Bacavo Beti Padhavo No Sandes Vaheto Karayo 01
Also You like to read
1 of 116

જેમાં મનોરંજનના માધ્‍યમો જેવા કે નાટક, કઠપુતળી, ભવાઇ, ડાયરાનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં દીકરા કરતાં દીકરીનું પ્રમાણ ઓછું છે, તેવા ૫૦ જેટલા ગામોમાં નાટકના માધ્‍યમ થકી જનજાગૃતિ લાવવામાં આવી રહી છે. નાટકો દ્વારા લોકોના માનસમાં કલ્‍પનાચિત્ર દર્શાવવામાં આવતાં જાતિની પસંદગી માટે કરાવવામાં આવતા ગર્ભપાતની મનોવૃત્તિ પ્રત્‍યે લોકો સંવેદનશીલ બને તે માટે ‘બેટી બચાવો બેટી પઢાવો’ થીમ આધારિત નાટક દ્વારા સંદેશો પૂરો પાડવામાં આવી રહ્યો છે. રાજ્‍ય સરકારે પણ દીકરીને શિક્ષણ સહિત દરેક ક્ષેત્રોમાં વધુમાં વધુ પ્રોત્‍સાહન પૂરું પાડી આજે દીકરીઓ ડોક્‍ટર, પોલીસ અધિકારી, એન્‍જિનિયર, આઇ.એ.એસ., આઇ.પી.એસ. અધિકારી સુધીની સફર કરી રહી છે.

Manoranjana Na Madh‍yamathi Beti Bacavo Beti Padhavo No Sandes Vaheto Karayo 02
Manoranjana Na Madh‍yamathi Beti Bacavo Beti Padhavo No Sandes Vaheto Karayo 02

પારડી તાલુકાના વરઇ ગામમાં અરિહંત આર્ટ કોમ્‍યુનીકેશન ગૃપ દ્વારા – ‘સુખનો સુરજ ઉગશે ભાઇ સુખનો સુરજ ઉગશે’ નાટક દ્વારા રમુજ સાથે ગંભીર વિષયો ઉપર સંદેશ આપવામાં આવ્‍યો હતો.  નાટક દ્વારા સગર્ભા માતાના ભોજન, દિકરા-દિકરીના ભેદ, ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન,સ્ત્રીભૃણ હત્‍યાના અપરાધ,સ્ત્રીભૃણ હત્‍યા કરનારની સામે થતી કાયદાકીય જોગવાઇ વિશે સુંદર રીતે નિરૂપણ કરી ગામના લોકોને માહિતગાર કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં ઉપસ્‍થિત સૌને બેટી બચાવો-બેટી પઢાઓના શપથ લેવડાવવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં પારડી તાલુકાના સી.ડી.પી.ઓ નીલમબેન પટેલ, વરઇ ગામના સરપંચ આશાબેન પટેલ, શાળાના બાળકો અને ગામના લોકો હાજર રહ્યા હતા.

Manoranjana Na Madh‍yamathi Beti Bacavo Beti Padhavo No Sandes Vaheto Karayo 03
Manoranjana Na Madh‍yamathi Beti Bacavo Beti Padhavo No Sandes Vaheto Karayo 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More