‘હેલ્થ પ્રોબ્લેમ્સ માટે ડોકટરને મળો, ગૂગલને નહી’

19

Get real time updates directly on you device, subscribe now.

હેલ્થ પ્રોબ્લેમ્સ માટે ડોકટરને મળો, ગૂગલને નહી

Related Posts
1 of 237

સાવધાન : ક્યાંક તમે પણ તમારી હેલ્થ પ્રોબ્લેમનું સોલ્યુશન ઇન્ટરનેટ પરથી તો નથી કરતાને?

Image By : wikipedia.org
Image By : wikipedia.org

આજકાલ ઈન્ટરનેટ આપણા વચ્ચે એટલું ફેમસ થઈ ગયું છે કે, આપણે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તેના પર જ શોધીએ છીએ. હેલ્થ સંબંધિત પ્રોબ્લેમ વિષે ઈન્ટરનેટ પર તેના વિશે જાણકારી લેવાનું શરૂ કરીએ છીએ.  જાણકારી સુધી તો ઠીક છે, પરંતુ અમુક લોકો તો ઇન્ટરનેટ પર બતાવવામાં આવેલી દવાઓ પણ લેવાનું શરૂ કરી દે છે.  પરંતુ શું તમે જાણો છો કે, આગળ જતાં ઈલાજ શરૂ કરવાથી તમારી લાઇફને જોખમમાં પણ મૂકી શકો છો.  આ વાત અમો જ નહીં પરંતુ ઘણી રિસર્ચમાં પણ સામે આવી ચુકી છે.

Image By : apollohospitals.com
Image By : apollohospitals.com
Also You like to read
1 of 61

ઇન્ટરનેટ પર જોઈને દવા લેવી નુકશાનકારક : સામાન્ય રીતે આપણે ઓફિસમાં કે આપણા મિત્ર સર્કલમાં ઘણા લોકોને કહેતા જોયું હશે કે કોઈપણ પ્રોબ્લેમની દવા ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી બધી જ માહિતી મળી જાય છે.  આ માટે ગુગલ પર પોતાની બીમારીના લક્ષણોને સર્ચ કરવાથી કે પછી  તેના ફોટાઓ જોઈને તે બીમારીની ભાળ મેળવી શકાય છે. તેમજ તેમાં સૂચવેલ દવાઓ પણ લેતા હોય છે. પરંતુ જ્યારે આવું કરનાર લોકોને ક્યારેક ઇન્ફેકશન થાય ત્યારે તેઓ કહે છે કે તેમેણે દવાઓ તો યોગ્ય લીધી હતી પરંતુ કેટલી માત્રામાં લેવાની હતી તેના વિશે તેમને જાણકારી ન હતી.  જે દવા તેમણે અઠવાડિયામાં એકવાર લેવાની હતી, તે જ દવા તેઓ રોજ લેતા હતા. એટલા માટે તેમના શરીરમાં ઘણા બધા કોમ્પ્લિકેશન ઉત્પન્ન થઈ રહ્યા હતા. ક્યારેક તો વજન ઓછું થઇ જવું,  લીવરમાં ઇન્ફેક્શન થવું,  શરીરમાં સોજા ચડી જવા,  કાન નાક અને સ્કિન પર ચાઠા નીકળી જવા વગેરે જેવા કોમ્પ્લિકેશન પણ ઉત્પન થઇ શકે છે. ત્યાર પછી જ્યારે ડોક્ટરને બતાવવામાં આવે ત્યારે ખબર પડે કે, તેમણે જે દવા લીધી હતી તે ખોટી રીતે અને ખોટી લીધી હતી. ક્યારેક એવું પણ થાય કે ખોટી દવાઓ લેવાથી બૅક્ટેરિયલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે.  આથી જ ક્યારેય પણ ઇન્ટરનેટ પર સર્ચ કરીને દવાઓ ન લેવી જોઇએ.

Doctor and patient.

જાણકારી મેળવ્યા બાદ તેનો ઈલાજ શરૂ કરી  દેવામાં આવે તેને સાયબરકોન્ડ્રીયા કહેવામાં આવે છે. તેમાં હેલ્થ થી જોડાયેલી સમસ્યાઓ વિશે સેલ્ફ રીતે જ ઓનલાઈન  નિદાન શોધવાની અને કરવાની પ્રવૃત્તિ ઉત્પન થાય છે.  ક્યારેક-ક્યારેક ઇન્ટરનેટ પર હેલ્થ પ્રોબ્લેમ વિશે યોગ્ય જાણકારી મળી જાય છે, પરંતુ ઘણા બધા કિસ્સાઓમાં ઓનલાઈન મેળવેલ જાણકારી સમસ્યાઓને વધારી શકે છે.

Speaking with patient

સેલ્ફ મેડિકેશનનું વધતું ચલણ, તેમાં પોતે જ પોતાનું ચેકઅપ શરૂ કરી દેવું અને દવાઓને  લેવાનું ચલણ હવે તો નોર્મલ થઇ ગયું છે. તેના ઘણા બધા કારણો છે, જેમકે સમયની સમસ્યા, આર્થિક વિષમતા,  જાગરૂકતાની ઉણપ અને દવાઓ આસાનીથી ઉપલબ્ધ હોવી.  આ બધાં જ કારણોને લીધે સેલ્ફ મેડિકેશનનું ચલણ વધી રહ્યું છે.

Doctor and patient.

સેલ્ફ મેડિકેશનથી બીમારીનો ખોટી રીતે ઈલાજ દવાઓનો શરીર પર થનાર ગંભીર અસર, ડોક્ટરની સલાહથી વંચિત રહેવું અને દવાઓનો દુષ્પ્રભાવ અને ખોટી દવાઓના પ્રયોગની સંભાવનાઓ  રહે છે.  એવામાં સેલ્ફ મેડિકેશનથી બચીને રહેવાની જરૂર છે. આથી જ સજાગ રહો અને આસપાસના લોકોને પણ જાગૃત કરો કે સેલ્ફ મેડિકેશન ઘણું જ ખતરનાક છે.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More