2378×295

રાજકોટ શહેરની જનતાને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો વિશે મીટીંગ, Meeting about Healthy Foods

160×600
160×600
1,482

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 49

સાતમ આઠમ તથા જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને રાજકોટ શહેરની જનતાને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓની મીટીંગ બોલાવતા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર

તંત્રને દોડતું કરતા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા સાતમ આઠમ તથા જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને રેસકોર્સ તેમજ જાહેર સ્થળોએ યોજવામાં આવતા લોકમેળા તથા ખાનગી મેળાઓમાં જાહેર જનતાને સ્વચ્છ તેમજ આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી રહે તેમજ પાણીજન્ય-ખોરાકજન્ય રોગચાળાના સઘન અટકાયતી પગલાં લેવા આજરોજ આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓની મીટીંગ યોજવામાં આવેલ. જેમાં આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી દ્વારા નીચે મુજબની વિગતે સઘન પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવેલ.

  • લોકમેળો સવારે શરુ થાય ત્યારથી રાત્રે પૂર્ણ થાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક ફૂડ ચેકીંગની વ્યવસ્થા ગોઠવવી.
  • વાસી, સડેલા તેમજ એક્સપાયરી ખાદ્ય પદાર્થો મળી આવે તો ધોરણસરની કાર્યવાહી કરવી.
  • ખાદ્ય ચીજ અંગેની આવેલ કોઇપણ ફરિયાદનો ચકાસણી કરી તાત્કાલિક નિકાલ કરવો.
  • લોકમેળામાં ધંધો કરતા ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ રજીસ્ટ્રેશન ઈસ્યુ કરવા.
  • આજી ડેમ સાઈટ તથા અન્ય ધાર્મિક સ્થળોએ યોજાયેલ મેળાઓમાં ખાદ્ય ચીજ વસ્તુઓની ચકાસણી કરવી.
  • રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં યોજવામાં આવેલ ખાનગી મેળાઓમાં ખાદ્ય ચીજ વસ્તુઓની ચકાસણી કરવી

સાતમ આઠમના તહેવારને અનુલક્ષીને રાજકોટ શહેરમાં ફરસાણના ઉત્પાદકોને ત્યાં ચકાસણી કરવી તેમજ વપરાશમાં લેવાતા ખાદ્ય તેલ, લોટ અને ફરસાણના નમુના લેવા.

રાજકોટ શહેરની જાહેર જનતાને આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર દ્વારા નમ્ર અપીલ છે કે તહેવારો દરમ્યાન કોઇપણ શહેરીજનોનં સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી નીચે મુજબના સુચનો કાળજીપૂર્વક પાલન કરવા:-

  1. વાસી ખુલ્લા રાખેલા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવો નહિ.
  2. કાપીને ખુલ્લા રાખેલા ફળફળાદીનો ઉપયોગ કરવો નહિ.
  3. પેક્ડ ખાદ્ય પદાર્થની ખરીદી વખતે ઉત્પાદન તારીખ તથા એક્સપાયરી તારીખ ચકાસીને જ ખરીદી કરવી.
  4. સ્વચ્છ અને આરોગ્યપ્રદ સ્થળે આવેલ ફૂડ વિક્રેતાઓ પાસેથી જ ખાદ્ય પદાર્થની ખરીદી કરવી વધુ આકર્ષક રંગો ધરાવતી મીઠાઈઓનો ઉપયોગ ટાળવો.
Related Posts
1 of 284

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More