મેલેરિયા જેવી બિમારી અનેક લોકોને ગંભીર અસર કરે છે

મેલેરિયા જેવી સામાન્ય બિમારી અનેક લોકોને ગંભીર અસર કરે છે તો આવો, આપણે મચ્છરજન્ય રોગોથી બચવા આટલું કરીએ અને મેલેરિયાને અટકાવીએ

આણંદ – બુધવાર : વર્ષાઋતુ દરમિયાન મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. ખાસ કરીને મચ્છરોના ઉપદ્રવથી મેલેરિયા ફેલાતો હોય છે, ત્યારે આ મેલેરિયાને કાબૂમાં રાખવા માટે મચ્છરની ઉત્પતિ અટકાવવી જરૂરી થઇ પડે છે. આ મચ્છરજન્ય રોગોથી બચવા માટે આપણે કેટલીક તકેદારી રાખવી જરૂરી થઇ પડે છે.

Malaria
747

Get real time updates directly on you device, subscribe now.

મેલેરિયા જેવી સામાન્ય બિમારી અનેક લોકોને ગંભીર અસર કરે છે તો આવો, આપણે મચ્છરજન્ય રોગોથી બચવા આટલું કરીએ અને મેલેરિયાને અટકાવીએ

Related Posts
1 of 298

આણંદ – બુધવાર : વર્ષાઋતુ દરમિયાન મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. ખાસ કરીને મચ્છરોના ઉપદ્રવથી મેલેરિયા ફેલાતો હોય છે, ત્યારે આ મેલેરિયાને કાબૂમાં રાખવા માટે મચ્છરની ઉત્પતિ અટકાવવી જરૂરી થઇ પડે છે. આ મચ્છરજન્ય રોગોથી બચવા માટે આપણે કેટલીક તકેદારી રાખવી જરૂરી થઇ પડે છે.

Image By : medicalnewstoday.com

આ મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે આ સમયગાળા દરમિયાન આપણે આટલું અવશ્ય કરીએ કે, પીવાના તેમજ ઘર વપરાશના પાણી ભરેલા ટાંકા-ટાંકી કે કોઠીને હવાચુસ્ત ઢાંકણા અથવા જાડા કપડાંથી બંધ રાખીએ, પાણીની ટાંકી, કોઠી, કુંડી તમામને દર અઠવાડિયે ખાલી કરીએ તથા ફુલદાન, કુલર, સિમેન્ટની ટાંકીઓના પાણી દર ચોથા દિવસે ખાલી કરી અંદરની સપાટી કાથીની દોરી વડે ઘસી બરાબર સાફ કરી સુકવીને પછી જ ઉપયોગમાં લઇએ અને ચુસ્ત ઢાંકણથી બંધ રાખીએ, બંધિયાર પાણીના ખાડા-ખાબાચિયાનો નિકાલ કરીએ, તેમાં બળેલ ઓઇલનો છંટકાવ કરીએ, બંધ પડેલી ગટરોની સાફ-સફાઇ કરાવી ચાલુ કરાવવી. આજુબાજુમાં ઉગલું ઘાસ કઢાવવું તથા ડસ્ટીંગ કરાવવું આમ કરીને મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવો.

Image By : emedicine.medscape.com
Also You like to read
1 of 111

આ ઉપરાંત શૌચાલય-બાથરૂમની વેન્ટ પાઇપો પર પાતળા આછા કપડાંથી બંધ કરવી, શહેર કે આજુબાજુના વિસ્તારોમાં મકાન બાંધકામની કામગીરી ચાલતી હોય કે બંધ હોય ત્યારે બનાવેલ પાણીની કુંડીમાં મચ્છર ઉત્પન્ન થાય નહિ તે માટે કોન્ટ્રાકટર પાસે કાળજી લેવડાવવી. પાણીના સ્થળો પર પોરા/લાર્વાઓનો નાશ કરવો. પાણીની મોટી ટાંકીઓમાં પોરાભક્ષક માછલી મૂકવ અને ઘરમાં રોજ સવાર-સાંજ લીમડા અને લીલા ઘાસનો ધુમાડો કરી બારી-બારણાં ત્રીસ મિનિટ બંધ રાખીએ જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકીએ.

Image By : www.cdc.gov

મચ્છરથી બચવા દવાયુકત મચ્છરદાનીનો ઉપયોગ કરીએ, રીપેલેન્ટનો ઉપયોગ કરીએ, સંધ્યા સમયેથી જ બારી-બારણાં બંધ રાખીએ અને શરીર પૂરતું ઢંકાય તેવા કપડા પહેરવા તેમજ ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ચોમાસા દરમિયાન તાવ આવે તો તુરતજ નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર મેલેરિયા છે કે કેમ તેની તપાસ કરાવી યોગ્ય સારવાર કરાવી લેવી.

Image By : plataformalac.org

જો આપણે, આટલું કરીશું તો ચકકસ આ સમય દરમિયાન મચ્છરની ઉત્પતિ અને મેલેરિયા ઉપર નિયંત્રણ મેળવી શકીશું તેટલું જ નહીં પણ મેલેરિયાને ફેલાતો અટકાવી શકીશું. યાદ, રાખો આપણે ચોમાસની ઋતુ પૂરતી  કાળજી ન રાખતા સમગ્ર વર્ષ દરમિયાન પણ જો આપણે આટલી કાળજી રાખીશું તો ચોકકસપણે આપણે મેલેરિયા મુકત ગુજરાતની વિભાવનાને સાકાર કરી શકીશું.

Malaria
Malaria

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More