- Advertisement -

મોઢેરા સૂર્યમંદિરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ

બેનમૂન પુરાતત્વીય મોઢેરા સૂર્યમંદિરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, અનેકતામાં એકતાની આપણી ભારતીય સંસ્કૃતિતો પહેલેથી જ સૂર્ય તથા દેવી-દેવતાઓના માધ્યમથી પરસ્પર જોડાયેલી છે. અનેક  ભાષા-પ્રાંત-બોલીઓ, પહેરવેશ અને સંસ્કૃતિ હોવા છતાં એક ભારત- શ્રેષ્ઠ ભારત એ જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. વિજયભાઈ રૂપાણી મોઢેરા સૂર્ય મંદિર પરિસર સમીપે આયોજીત ઉત્તરાર્ધ મહોત્સવનો આરંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.

Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 01

- Advertisement -

- Advertisement -

145

Get real time updates directly on you device, subscribe now.

બેનમૂન પુરાતત્વીય મોઢેરા સૂર્યમંદિરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો

આપણી અનેકતામાં એકતાની ભારતીય સંસ્કૃતિ પહેલેથી જ સૂર્ય તથા દેવી-દેવતાઓના માધ્યમથી પરસ્પર જોડાયેલી છે – મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 20
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 20

મુખ્યમંત્રીશ્રી : –

  • સૂર્યમંદિરના પરિસરમાં ઉત્તરાર્ધ નૃત્ય ઉત્સવ નવી ચેતના- નવા જોમ-નવી શકિતનો ઉદ્દીપક બન્યો છે
  • આધુનિક અને વિકસતા યુગમાં સૂર્ય ઉપાસના માટે સૂર્યશકિતના મહત્તમ વિનિયોગ થી સૌરઊર્જા સોલાર એનર્જીનું હબ હવે ગુજરાત બન્યું છે
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 19
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 19

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, અનેકતામાં એકતાની આપણી ભારતીય સંસ્કૃતિતો પહેલેથી જ સૂર્ય તથા દેવી-દેવતાઓના માધ્યમથી પરસ્પર જોડાયેલી છે. અનેક  ભાષા-પ્રાંત-બોલીઓ, પહેરવેશ અને સંસ્કૃતિ હોવા છતાં એક ભારત- શ્રેષ્ઠ ભારત એ જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. વિજયભાઈ રૂપાણી મોઢેરા સૂર્ય મંદિર પરિસર સમીપે આયોજીત ઉત્તરાર્ધ મહોત્સવનો આરંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.

Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 18
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 18

અંબાજી થી આસનસોલ અને દ્વારકા થી દિબ્રુગઢ સુધીના ભારતના બધા જ પ્રાંત-પ્રદેશો રાજ્યો એકબીજા સાથે સાંસ્કૃતિક તાદાત્મ્યથી જોડાયેલા છે તેવું જણાવીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, પશ્ચિમ ભારતના આ મોઢેરા સૂર્યમંદિરના ઉત્તરાર્ધ ઉત્સવ જેમ જ પૂર્વમાં કોણાર્ક સૂર્યમંદિરમાં ડાન્સ ફેસ્ટીવલ યોજાય છે. શકિત સ્વરૂપા આદ્યશકિતનો ઉત્સવ નવરાત્રિ ગુજરાતની વૈશ્વિક પહેચાન છે તો બંગાળનો દુર્ગાપૂજા શકિત આરાધનાનો સમન્વયકારી ઉત્સવ છે.

Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 17
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 17

પોરબંદરના મોહનદાસ ગાંધીને મહાત્માનું બિરૂદ પણ બિહારના ચંપારણ્ય સત્યાગ્રહે અપાવેલું છે. દ્વારિકાના મોહનના અરુણાચલ પ્રદેશના રુકમણી વિવાહ પણ એ ઐતિહાસીક ધરોહરનું ઉત્તમ ઉદાહરણ છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, આધુનિક અને વિકસતા યુગમાં સૂર્ય ઉપાસના માટે સૂર્યશકિતના મહત્તમ વિનિયોગ માટે સૌર ઊર્જા સોલાર એનર્જીનું હબ હવે ગુજરાત બન્યું છે અને એ સૂર્ય પ્રકાશને સૌર ઊર્જા સોલાર એનર્જીમાં રૂપાંતરિત કરીને ગુજરાતે બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત વિકસાવ્યા છે.

Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 16
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 16

આ જિલ્લાની સમીપે આવેલું ચારણકા તો એશિયાના સૌથી મોટા સોલાર પાર્કનું ગૌરવ ધરાવે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. સૌરઊર્જા એટલે કે સૂર્યની શકિતઓથી માનવજીવનમાં ઋતુચક્ર મુજબ શારીરિક, માનસિક, આધ્યાત્મિક ઊર્જાનો સંપર્ક પણ થતો હોય છે તેવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શિયાળાની ઠંડીમાં સૂર્યના કિરણોનો સ્પર્શ તાજગી સાથે હૂંફનો પણ અહેસાસ કરાવે છે. ઉત્તરાયણ પછી સૂર્યનારાયણ જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે ત્યારે શિયાળાના અંત અને વસંતના આરંભની શરૂઆત ઉત્સવ રૂપે નવી ચેતનાનો અનુભવ આપણને કરાવે છે.

Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 15
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 15

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સૂર્યમંદિરના પરિસરમાં ઉત્તરાર્ધ નૃત્ય ઉત્સવ પણ એવી જ નવી ચેતના-નવા જોમ નવી શકિતનો ઉદ્દીપક બન્યો છે. ગુર્જરધરા પહેલેથી જ નસીબવંતી ધરા છે તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, રાજવીવંશ તરફથી એક-એકથી ચડિયાતા અજોડ અને બેજોડ સ્થાપત્યો, શિલ્પકલાના ઉત્કૃષ્ટ નજરાણાં મળ્યાં છે. મુનસર તળાવ, મલાવ તળાવ, બિંદુ સરોવર, સહસ્ત્રલીંગ તળાવ, રૂદ્ર મહાલય જેવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો ગુજરાતમાં આવેલા છે.

Related Posts
1 of 483
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 14
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 14

સલ્તનત યુગમાં આપણને સરખેજ રોજા, જામા મસ્જિદ, ચાંપાનેરના અમૂલ્ય સ્થાપત્યો મળ્યાં અને સ્થળોએ ગુજરાતના ઈતિહાસમાં આગવું સ્થાન મેળવ્યું છે. આ દિવ્ય સૂર્યમંદિરની ગરિમાને રાજ્ય સરકારે આ ઉત્તરાર્ધ ઉત્સવ આયોજન દ્વારા વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ કર્યો છે તેમ કહી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજથી સદીઓ પહેલા આજની જેવા કોઇ જ વૈજ્ઞાનિક સાધનો ન હોવા છતાં એ ટાંચા સાધનોના યુગમાં પણ અદભૂત ગણતરી અને ભૂમિતિક આયોજન સાથે કરાયેલી આ મંદિરની રચના ગુજરાતનો વારસો સૈકાઓ પહેલાં પણ કેવો સમૃદ્ધ હતો તેની પ્રતીતિ કરાવે છે.

Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 13
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 13

૧૨ મહિના મુજબ સૂર્યની ૧૨ પ્રતિમા, ૫૨ અઠવાડિયા પ્રમાણે ૫૨ સ્તંભ, દિવસ પ્રમાણે ૩૬૫ હાથી પર સભામંડપ અને ૭ દિવસ મુજબ ૭ ઘોડા સૂર્યનો રથ અને ૮ પ્રહર પ્રમાણે સૂર્યની અષ્ટપ્રતિમા છે અને આજે પણ લોકો આ ગણતરીને અનુસરે છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉત્તરાર્ધ ઉત્સવ એ મોઢેરાના સૂર્યમંદિરની ગરિમાને વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ છે. બે દિવસના આ ઐતિહાસિક સ્થળના સાન્નિધ્યમાં નૃત્યપ્રસ્તુતિઓ અને ઐતિહાસિક ધરોહરનો સુભગ સમન્વય રચાશે. આ ઉત્સવના માધ્યમથી લોકો આપણા ઐતિહાસિક વારસાથી વધુ નિકટ આવશે.  કલા-સંસ્કૃતિને સંવર્ધિત કરવા સરકાર પણ પ્રતિબદ્ધ છે.

Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 12
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 12

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કલા મહાકુંભ દ્વારા રાજ્યના લાખો આબાલ-વૃદ્ધ કલા કસબીઓની સુષુપ્ત કલાને નિખારવાનો મંચ આપ્યો છે. રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સંગીત નાટક અકાદમી દ્વારા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી તા. ર૧ અને રર જાન્યુઆરી દરમિયાન આ ઉત્તરાર્ધ  ઉત્સવ યોજાઇ રહ્યો છે. ઉત્તરાર્ધ ઉત્સવમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મુંબઇના કલાગુરુ સુશ્રી સુધા ચંદ્રન (ભરતનાટ્યમ્), કલાગુરુ સુશ્રી ગ્રેસીસીંઘ (ઓડીસી), કલાગુરુ સુશ્રી વિનીતા શ્રીનંદન (મોહીનીઅટ્ટમ) અને આંધપ્રદેશના કલાગુરુ કે.વી.સત્યનારાયણ (કુચીપુડી બેલે)નું સાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 11
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 11

આ ઉપરાંત  મહાનુભાવોના હસ્તે ભુવનેશ્વરના કલાગુરુ સુશ્રી મોહેંતી(ઓડીસી), અમદાવાદના કલાગુરુ શ્રી ભરત બારીયા, શ્રી અક્ષય પટેલ, શ્રી કુ.શીતલ બારોટનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્તરાર્ધ ઉત્સવના પ્રથમ દિવસે ગણેશવંદના, ભરતનાટ્યમ, ઓડીસી, કુચીપુડી બેલે, મોહિનીઅટ્ટમ જેવા નૃત્યો કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 10
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 10

આ પ્રસંગે  રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પટેલ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી સી.વી.સોમ, ધારાસભ્યોશ્રીઓ, મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ વડા શ્રી મનિષસિંહ, નિવાસી અધિક કલેક્ટર શ્રી પ્રદિપસિંહ રાઠોડ, મોઢેરા ગામના સરપંચશ્રી, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ શ્રી પંકજ ભટ્ટ, સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ શ્રી જ્યોતિષ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને મહેસાણા જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 09
Modhera Suryamandirma Dvidivasiy Uttarardha Utsava No Prarambha 09

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More