- Advertisement -

મોરબીમાં ભુકંપ, આગ અને અકસ્માત અંગે મોક ડ્રીલ યોજાઈ

મયુરબ્રીજ, યુ.એન.મહેતા આર્ટ કોલેજ તેમજ નવી તૈયાર થઇ રહેલી જિલ્લા પંચાયત કચેરી મધ્યે મોકડ્રીલની કવાયત હાથ ધરાઇ

કુદરતી કે માનવ સર્જીત આપદા વખતે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ હંમેશા સજ્જ અને એલર્ટ રહે તે હેતુથી સમયાંતરે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે. આજે મોરબીમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એક સાથે ત્રણ સ્થાનો પર ભુકંપ, અકસ્માત અને આગ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

Morbi Ma Bhukamp Aag Ane Akasmat Ange Mock Drill Yojai 01

- Advertisement -

- Advertisement -

154

Get real time updates directly on you device, subscribe now.

મોરબીમાં ભુકંપ, આગ અને અકસ્માત અંગે મોક ડ્રીલ યોજાઈ

  • મોરબીમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા ભુકંપ, આગ અને અકસ્માત અંગે મોક ડ્રીલ યોજાઈ
  • મયુરબ્રીજ, યુ.એન.મહેતા આર્ટ કોલેજ તેમજ નવી તૈયાર થઇ રહેલી જિલ્લા પંચાયત કચેરી મધ્યે મોકડ્રીલની કવાયત હાથ ધરાઇ
Morbi Ma Bhukamp Aag Ane Akasmat Ange Mock Drill Yojai 02
Morbi Ma Bhukamp Aag Ane Akasmat Ange Mock Drill Yojai 02

કુદરતી કે માનવ સર્જીત આપદા વખતે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ હંમેશા સજ્જ અને એલર્ટ રહે તે હેતુથી સમયાંતરે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે. આજે મોરબીમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એક સાથે ત્રણ સ્થાનો પર ભુકંપ, અકસ્માત અને આગ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

Morbi Ma Bhukamp Aag Ane Akasmat Ange Mock Drill Yojai 01
Morbi Ma Bhukamp Aag Ane Akasmat Ange Mock Drill Yojai 01
Related Posts
1 of 443

મોરબીના પ્રસિદ્ધ મયુર બ્રિજ પર વાહન અકસ્માત થતાં પુલ પરથી વાહનો નીચે પડી ગયા બાદની પરિસ્થિતિ અંગે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. આ અકસ્માત સમયે ઘાયલ થયેલા ચાર વ્યક્તિઓને એસડીઆરએફ ના ૨૯ સભ્યો મારફત પ્રાથમિક સારવાર આપીને ૧૦૮ મારફત વધુ સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ સમયે ટ્રાફીક પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપનની કામગીરી કરી હતી. એસ.ડી.આર.એફ. ટીમના પોલીસ ઈન્સપેક્ટરશ્રી જે.ડી.બોરીચા તેમજ સીટી મામલતદારશ્રી જી.એચ. રૂપાપરાની દેખરેખ હેઠળ મોકડ્રીલ યોજાઈ હતી.

Morbi Ma Bhukamp Aag Ane Akasmat Ange Mock Drill Yojai 04
Morbi Ma Bhukamp Aag Ane Akasmat Ange Mock Drill Yojai 04

મોરબી જિલ્લા સેવા સદન પરિસરમાં નવી બની રહેલી જિલ્લા પંચાયતના બિલ્ડીંગમાં આગ તેમજ ભુકંપની ઘટના અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર બ્રીગેડની ટીમ તેમજ ૧૦ જેટલા આપદા મિત્રોએ રાહત બચાવની કામગીરી કરી હતી અને એક વ્યક્તિને બિલ્ડીંગ પરથી રસ્સાની મદદથી નીચે ઉતારી ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી ડીઝાસ્ટર પ્રોજેક્ટ ઓફીસરશ્રી અમરીન ખાનની દેખરેખ હેઠળ કરાઇ હતી.

Morbi Ma Bhukamp Aag Ane Akasmat Ange Mock Drill Yojai 03
Morbi Ma Bhukamp Aag Ane Akasmat Ange Mock Drill Yojai 03

યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં મોરબી ગ્રામ્ય મામલતદારશ્રી ડી.જે. જાડેજા તેમજ કોલેજના પ્રીન્સીપાલશ્રી કણઝારીયાની દેખરેખ હેઠળ ભુકંપ આવતા કોલેજના સાત બાળકોને એનડીઆરએફ ટીમના ૩૫ જવાનો દ્વારા રાહત અને બચાવ કામગીરી આસી. કમાન્ડર ધરમવીરસિંહ રાઠોડની આગેવાનીમાં મોકડ્રીલની કામગીરી કરવામાં આવી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More