- Advertisement -

મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત પગના ફેક્ચરનું નિ:શુલ્ક ઓપરેશન

મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત મજૂરી કરી જીવન ગુજરાન કરતાં ભવાનભાઈ પરમારને પગના ભાગે થયેલ ફેક્ચરનું નિ:શુલ્ક ઓપરેશન થતાં પરિવારમાં ખુશહાલી

રાજ્ય  સરકારની કલ્યાણકારી યોજનાઓના માધ્યમ થકી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ અભિગમ અને નેતૃત્વનો સંકલ્પ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. આરોગ્ય,  શિક્ષણ અને આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવી હંમેશાં લોકોની ખુશાલી માટે નિમિત્ત બનતી સંવેદનશીલ રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી માટે સતત નવા પગલાં ભરતી રહી છે. આવી જ રીતે આજે દિન પ્રતિદિન આરોગ્ય અને સારવારને લગતા ખર્ચ વધી રહ્યા છે.

Mukhyamantri Amrutum Vatsalya Yojana Antargat Pag Na Frecture Nu Nishulk Operation 02

- Advertisement -

- Advertisement -

35

Get real time updates directly on you device, subscribe now.

મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત મજૂરી કરી જીવન ગુજરાન કરતાં ભવાનભાઈ પરમારને પગના ભાગે થયેલ ફેક્ચરનું નિ:શુલ્ક ઓપરેશન થતાં પરિવારમાં ખુશહાલી

રાજય સરકારની મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ

રાજ્ય  સરકારની કલ્યાણકારી યોજનાઓના માધ્યમ થકી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ અભિગમ અને નેતૃત્વનો સંકલ્પ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. આરોગ્ય,  શિક્ષણ અને આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવી હંમેશાં લોકોની ખુશાલી માટે નિમિત્ત બનતી સંવેદનશીલ રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી માટે સતત નવા પગલાં ભરતી રહી છે. આવી જ રીતે આજે દિન પ્રતિદિન આરોગ્ય અને સારવારને લગતા ખર્ચ વધી રહ્યા છે.

Mukhyamantri Amrutum Vatsalya Yojana Antargat Pag Na Frecture Nu Nishulk Operation 01
Mukhyamantri Amrutum Vatsalya Yojana Antargat Pag Na Frecture Nu Nishulk Operation 01

સામાન્ય માણસની કમર તૂટી જાય એટલો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં થાય છે, ત્યારે સરકારની મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય જેવી યોજનાઓ થકી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉત્તમ કક્ષાની આરોગ્યલક્ષી સારવાર અચાનક આવી પડેલી વેદનાના દર્દમાં રાહત આપનારી બની રહેવા સાથે સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ આજે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ બની રહી છે. તો હા અહીં આવી જ મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનાથી જેમના પરિવારમાં ખુશહાલી આવી છે. તેવા શ્રી પરમારની વાત કરીએ.

Mukhyamantri Amrutum Vatsalya Yojana Antargat Pag Na Frecture Nu Nishulk Operation 02
Mukhyamantri Amrutum Vatsalya Yojana Antargat Pag Na Frecture Nu Nishulk Operation 02
Related Posts
1 of 484

બાલાસિનોર તાલુકાના લીમડી ગામના ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા ૩૯ વર્ષીય ભવાનભાઈ કાનાભાઈ પરમારની કે જેઓ મજૂરી કામ કરતા સીડી પર થી પડી ગયેલા  જેથી ભવાનભાઈ પરમારના  ડાબા પગની એડીમાં તથા પગના પંજામાં ઇજા પહોંચી. પરિવારજનો તેમને મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં આવેલ ગુજરાત હોસ્પીટલમાં લઈ આવ્યા. હોસ્પિટલના તબીબ ડો. વિશેષે શેઠે તપાસી  ઓપરેશનની જરૂરિયાત હોવાનું જણાવી આ ઓપરેશનમાં અંદાજે ૧૮થી ૨૦ હજારનો ખર્ચ થશે.

Mukhyamantri Amrutum Vatsalya Yojana Antargat Pag Na Frecture Nu Nishulk Operation 03
Mukhyamantri Amrutum Vatsalya Yojana Antargat Pag Na Frecture Nu Nishulk Operation 03

તેમ જણાવતા પરિવાર ચિંતામાં ડૂબી ગયો પરંતુ પરિવાર પાસે રાજ્ય સરકારનું આરોગ્યલક્ષી યોજનાનું માં વાત્સલ્ય કાર્ડ હોવાથી તેમજ બાલાસિનોરની આ હોસ્પિટલ મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત માન્યતા પ્રાપ્ત હોવાથી  તેમના માં વાત્સલ્ય કાર્ડ થકી હોસ્પિટલના તબીબ દ્વારા પગની એડીમાં તથા પગના પંજામાં સફળ નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું. આમ માં વાત્સલ્ય કાર્ડથી  ભવાનભાઈ પરમારનું ઓપરેશન વિનામૂલ્યે થતા શ્રી પરમારે  સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી પ્રતિ અશ્રુભીની આંખે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Mukhyamantri Amrutum Vatsalya Yojana Antargat Pag Na Frecture Nu Nishulk Operation 04
Mukhyamantri Amrutum Vatsalya Yojana Antargat Pag Na Frecture Nu Nishulk Operation 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More