મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાનાથી વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારર્કિદી

ખેડૂતપુત્ર પ્રકાશ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાનાથી વ્યવસાયિક અનુભવનુ બાંધી રહ્યો છે ભાથુ

વડોદરા તા.૦૭મી ઓક્ટોબર,૨૦૧૯ (સોમવાર) : માત્ર ત્રણ વિઘા જેટલી નજીવી ખેતી ધરાવતા શિનોર તાલુકાના સતીસાણા ગામના રાવજીભાઈ પરમારનો પુત્ર પ્રકાશ પોતાની ઉજ્જવળ કારર્કિદીનો ઘાટ ઘડી રહ્યો છે. પ્રકાશે આઈટીઆઈ તરસાલી ખાતેથી MMCP એટલે કે, મેન્ટેન્સ મેકેનિક કેમિકલ પ્લાંટનો કોર્ષ કર્યો છે. આજે રણોલી ખાતેની રાજ્ય સરકારની પ્રતિષ્ઠિત કંપની ગુજરાત આલ્કલીસ એન્ડ કેમીકલ લી.માં એપ્રેન્ટીસ તરીકે જાડાયેલો છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાના માધ્યમથી પોતાના કૌશલ્યોને વધારે નિખાર આપી રહ્યો છે. સાથે જ રૂ. ૭૫૦૦નુ સ્ટાઈપેંડ મેળવી રહ્યો છે. આ સાથે પ્રકાશ પોતાના પરિવારને આર્થિક રીતે પણ મદદરૂપ થઈ રહ્યો છે.

Mukhyamantri Apprentice Yojana Thi Vidyarthio Ni Ujjavala Kararkidi 01
247

Get real time updates directly on you device, subscribe now.

ખેડૂતપુત્ર પ્રકાશ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાનાથી વ્યવસાયિક અનુભવનુ બાંધી રહ્યો છે ભાથુ

Related Posts
1 of 323

વડોદરા તા.૦૭મી ઓક્ટોબર,૨૦૧૯ (સોમવાર) : માત્ર ત્રણ વિઘા જેટલી નજીવી ખેતી ધરાવતા શિનોર તાલુકાના સતીસાણા ગામના રાવજીભાઈ પરમારનો પુત્ર પ્રકાશ પોતાની ઉજ્જવળ કારર્કિદીનો ઘાટ ઘડી રહ્યો છે. પ્રકાશે આઈટીઆઈ તરસાલી ખાતેથી MMCP એટલે કે, મેન્ટેન્સ મેકેનિક કેમિકલ પ્લાંટનો કોર્ષ કર્યો છે. આજે રણોલી ખાતેની રાજ્ય સરકારની પ્રતિષ્ઠિત કંપની ગુજરાત આલ્કલીસ એન્ડ કેમીકલ લી.માં એપ્રેન્ટીસ તરીકે જાડાયેલો છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાના માધ્યમથી પોતાના કૌશલ્યોને વધારે નિખાર આપી રહ્યો છે. સાથે જ રૂ. ૭૫૦૦નુ સ્ટાઈપેંડ મેળવી રહ્યો છે. આ સાથે પ્રકાશ પોતાના પરિવારને આર્થિક રીતે પણ મદદરૂપ થઈ રહ્યો છે.

  • મેન્ટેન્સ મેકેનિક કેમિકલ પ્લાંટનો કોર્ષ કર્યા બાદ ગુજરાત આલ્કલીસ એન્ડ કેમીકલ લી.માં એપ્રેન્ટીસ તરીકે જોડાઈ મેળવે છે રૂ. ૭૫૦૦નું સ્ટાઈપેંડ
  • મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાનો લાભ મળવાતી કુંટુંબને પણ આર્થિક રીતે મદદ રૂપ બની રહ્યો છે પ્રકાશ એપ્રેન્ટીસથી સરકારી અને ખાનગી કંપનીમાં નોકરીની તક વધી જાય છે -પ્રકાશ પરમાર
Mukhyamantri Apprentice Yojana Thi Vidyarthio Ni Ujjavala Kararkidi 02
Mukhyamantri Apprentice Yojana Thi Vidyarthio Ni Ujjavala Kararkidi 02
Also You like to read
1 of 136

પ્રકાશ આ અંગે વધુ વાત કરતા કહે છે કે, આઈટીઆઈ એક એવુ ક્ષેત્ર છે જ્યાં તમારે જાતે જ પ્રયોગ કરીને કૌશલ્યમાં મહારથ હાંસલ કરવાની હોય છે. એટલે કે, આ ક્ષેત્રમાં સફળ થવા માટે પ્રક્ટિલ જ્ઞાન ખૂબ અગત્યનું બની જાય છે. આમ આઈટીઆઈના અભ્યાસ દરમિયાન થિયરી અને પ્રેક્ટીલ બન્ને ભણ્યા હોય છીએ પરંતુ સીધુ જ કંપનીમાં જે કામ કરવાનુ થાય તેઓ અનુભવ તમને આઈટીઆઈના અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થતો નથી. આ અનુભવ મેળવવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અમારા જેવા આઈટીઆઈનો અભ્યાસ કરેલાને ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ યોજનાના માધ્યમથી તમે તમારા કૌશલ્યોમાં અસામાન્ય વધારો કરી શકો છો. સાથે જ તમને સરકારશ્રી તરફથી રૂ. ૭૫૦૦નું સ્ટાઈપેંડ મળે છે.

વધુમાં પ્રકાશ કહે છે કે, ગુજરાત આલ્કલીસ એન્ડ કેમીકલ લી.માં એપ્રેન્ટીસ કર્યા પછી કારર્કિદીના અન્ય વિકલ્પો પણ ખુલે છે. સરકારી નોકરી મળવાની સાથે ખાનગી કંપની પણ ઝડપથી નોકરી મળી શકે છે. કારણ કે, પુરતો અનુભવ એપ્રેન્ટીસ દરમિયાન મળી રહે છે. આમ, સરકારી અને ખાનગી કંપનીમાં નોકરીની તક વધી જાય છે. ઉપરાંત એપ્રેન્ટીસ દરમિયાન અર્જિત કરેલુ જ્ઞાન તમને ઇન્ટરવ્યુમાં પણ મદદરૂપ થાય છે.

Mukhyamantri Apprentice Yojana Thi Vidyarthio Ni Ujjavala Kararkidi 01
Mukhyamantri Apprentice Yojana Thi Vidyarthio Ni Ujjavala Kararkidi 01

પ્રકાશ વાતનો દૌર આગળ વધારતા જણાવે છે કે, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના માધ્યમથી તમારા કૌશલ્યને વિકસાવો તો સાથે જ તમે પગભર બનીને તમારા પરિવારને પણ આર્થિક રીતે મદદરૂપ બની શકો છો. જે આઈટીઆઈ કરતા તમામ યુવાનોને આકર્ષે છે. ત્યારે મને આ યોજનનો લાભ મળ્યો છે જેથી રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનુ છું. અને રાજ્યના અન્ય યુવાનો પણ આ યોજનાનો લાભ લેશે અને પોતાની કારર્કીદીને શુદ્રઢ બનાવશે તેવી મને આશા છે. (રોહિત)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More