મુખ્યમંત્રીના હસ્તે પુસ્તકો તથા સી.ડી.ઓનું વિમોચન અને દાતાઓનું સન્માન

ભુજ જિલ્લાના બળદિયા ગામ ખાતે ધાર્મિક અવસરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હિન્દુ ધર્મની સનાતન પરંપરાનો ખ્યાલ આપતાં જણાવ્યું હતું કે, રાજયદંડ પર ધર્મદંડ એ ભારતીય સંસ્કૃતિની અને હિંદુ ધર્મની વિશેષ ઓળખ રહી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહયું હતું કે, હિંદુ ધર્મમાં બધાનો સહજ સ્વીકાર છે, જેને લીધે જ હિંદુ સંસ્કૃતિ આજ દિન સુધી ટકી શકી છે અને સમાજની મુખ્ય ધારાનો અવિચલ હિસ્સો બની શકી છે.

Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 26
199

Get real time updates directly on you device, subscribe now.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૩ પુસ્તકો તથા સી.ડી.નું વિમોચન અને દાતાઓનું સન્માન 

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હિન્દુ ધર્મની સનાતન પરંપરાનો ખ્યાલ આપતાં જણાવ્યું હતું કે, રાજયદંડ પર ધર્મદંડ એ ભારતીય સંસ્કૃતિની અને હિંદુ ધર્મની વિશેષ ઓળખ રહી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહયું હતું કે, હિંદુ ધર્મમાં બધાનો સહજ સ્વીકાર છે, જેને લીધે જ હિંદુ સંસ્કૃતિ આજ દિન સુધી ટકી શકી છે અને સમાજની મુખ્ય ધારાનો અવિચલ હિસ્સો બની શકી છે.

Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 01
Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 01
Related Posts
1 of 359
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી : –
  • ભુજ જિલ્લાના બળદિયા ગામ ખાતે ધાર્મિક અવસરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ
  • રાજયદંડ પર ધર્મદંડએ ભારતીય સંસ્કૃતિની ઓળખ રહી છે
  • ‘‘મહા’’ વાવાઝોડાનો સંપૂર્ણ સજ્જતાથી સામનો કરવા રાજય સરકાર સક્ષમ છે
  • સંતુલિત અને સાર્વત્રિક વિકાસને વરેલી રાજય સરકાર લોકોની અપેક્ષાની પરિપૂર્તિ કરવા કટિબધ્ધ છે
  • મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૩ પુસ્તકો તથા સી.ડી.નું વિમોચન અને દાતાઓનું સન્માન
  • રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કચ્છ જિલ્લામાં આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહયા હતા.
Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 02
Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 02

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આપત્તિને અવસરમાં પલટનારા ગુજરાતી ખમીરનો ઉલ્લેખ કરતાં ગૌરવસહ જણાવ્યું હતું કે, ગુજરાત પર ત્રાટકનારા સંભવિત વાવાઝોડા ‘‘મહા’’નો રાજયસરકાર સંપૂર્ણ સજ્જતાથી સામનો કરવા સક્ષમ છે. અને આ માટે રાજયસરકાર આયોજનબધ્ધ રીતે આગળ વધી રહી છે. સંતુલિત અને સાર્વત્રિક વિકાસને વરેલી રાજયસરકાર લોકોની અપેક્ષાની પરિપૂર્તિ કરવા કટિબધ્ધ છે, એવો સ્પષ્ટ સંકેત મુખ્યમંત્રીશ્રીએ તેમના વકતવ્યમાં આપ્યો હતો. અને રાજયના નાગરિકોના કલ્યાણ માટે રાજયભરમાં અમલી બનાવાયેલી અનેકવિધ યોજનાઓનો ટૂંકો ચિતાર રજૂ કર્યો હતો.

Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 03
Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 03

ધર્મ માટે જીવન અર્પણ કરનાર વિવિધ સંતોના પ્રદાનને મુખ્યમંત્રીશ્રીએ તેમના વકતવ્યમાં વણી લધું હતું, અને સદાચારી જીવન તરફ જાહેર જનતાને અભિમુખ કરવા માટે સંતોને અગ્રેસર ભૂમિકા ભજવવા હાકલ કરી હતી. હિન્દુ ધર્મની વિભાવના પર પ્રકાશ પાડતાં મુખ્યમંત્રીશ્રીએ હિંદુ ધર્મને સંપ્રદાય નહિં, પરંતુ જીવન શૈલી ગણાવી હતી, અને સદાચાર-નીતિ-સત્યનું આચરણ કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 04
Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 04

રાષ્ટ્રીય ફલક પર ઉભરી રહેલા ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવવામાં તથા ઉચ્ચ કોટિનો આધ્યાત્મિક  વિકાસ હાંસલ કરવામાં સંતોના સકારાત્મક વલણનું સમર્થન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે સદવાંચન માટે પ્રકાશિત કરાયેલા ૧૩ ગ્રંથોનું વિમોચન કર્યું હતું. શ્રી અબજીબાપાની સ્મૃતિમાં રચાયેલી સી.ડી.નું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે વિમોચન કર્યું હતું.

Also You like to read
1 of 171
Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 05
Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 05

સ્વામિનારાયણ મંદિર તરફથી મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાં રૂ. પાંચ લાખનો ચેક મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કરાયો હતો. લેઉવા પટેલ સમાજની નૂતન હોસ્પિટલના નિર્માણ માટે રૂ. પચીસ લાખનો ચેક મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દાતાઓને એનાયત કર્યો હતો.

Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 06
Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 06

કચ્છી સંસ્કૃતિના પ્રતીક સમી પાઘડી ઓઢાડી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું આયોજકોએ અદકેરૂં સન્માન કર્યું હતું. સ્વામીનારાયણ સંતોશ્રી મુકતજીવનસ્વામી અને શ્રી પુરૂષત્તમપ્રિયદાસજી મહારાજે મુખ્યમંત્રીશ્રી તથા અન્ય આમંત્રિતોને શાલ તથા વચનામૃત એનાયત કર્યા હતા.

Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 07
Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 07

કચ્છ જિલ્લાના બળદિયા ગામના ઉપલા વાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ શ્રી અબજીબાપા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં સ્કોટીશ બેન્ડના પાંચ દેશોમાંથી આવેલા યુવાનો બેન્ડવાજાના તાલ સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇને મુખ્ય સ્ટેજ સુધી દોરી લાવ્યા હતા.

Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 08
Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 08

આ કાર્યક્રમમાં ધારાસભ્યોશ્રી ડૉ. નીમાબેન આચાર્ય,  માલતીબેન મહેશ્વરી,  શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા અને શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી લક્ષ્મણસિંહ સોઢા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરીશભાઇ ભંડેરી, કલેકટરશ્રી એમ. નાગરાજન, આઇ.જી.પી.શ્રી સુભાષભાઇ ત્રિવેદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવભાઇ જોષી, આસપાસના ગામોના સરપંચો, સ્વામિનારાયણ ભકતગણ તથા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. (જિતેન્દ્રરામી)

Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 09
Mukhyamantri Na Haste Pustako Tatha C.d. O Nu Vimocana Ane Data O Nu Sanmana 09

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More