મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થયેલા વિકાસકામોની યાદી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભ થયેલા વિકાસકામોની યાદી

અટલ સરોવરના વરસાદી વારિને વધાવતા મુખ્યમંત્રીશ્રી રૂપાણી મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂા.૫૯૧ કરોડના વિકાસકામોના શ્રીગણેશ | રાજયના હિતને સદાય હૈયે રાખતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે રૂા. ૫૯૧.૭૩  કરોડના વિકાસ કામોના શ્રીગણેશ કરાવ્યા હતા. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇળ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજયના વિકાસ માટે રાજય સરકાર પુરતા પ્રમાણમાં નાણાની ફાળવણી કરશે. નાણાના અભાવે રાજયનું એક પણ વિકાસકામ અટકશે નહીં.

Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 29
494

Get real time updates directly on you device, subscribe now.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભ થયેલા વિકાસકામોની યાદી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાકાર કરાયેલા વિવિધ વિકાસકામોના શુભારંભ કરાવ્યા, જેની યાદી નીચે મુજબ છે. અટલ સરોવરના વરસાદી વારિને વધાવતા મુખ્યમંત્રીશ્રી રૂપાણી મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂા.૫૯૧ કરોડના વિકાસકામોના શ્રીગણેશ | રાજયના હિતને સદાય હૈયે રાખતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે રૂા. ૫૯૧.૭૩  કરોડના વિકાસ કામોના શ્રીગણેશ કરાવ્યા હતા.રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇળ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજયના વિકાસ માટે રાજય સરકાર પુરતા પ્રમાણમાં નાણાની ફાળવણી કરશે. નાણાના અભાવે રાજયનું એક પણ વિકાસકામ અટકશે નહીં.

Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 28
Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 28
Also You like to read
1 of 171
Related Posts
1 of 358
 • કેન્દ્ર સરકાર દ્વારા તા.૨૩.૬.૨૦૧૭ના રોજ રાજકોટ શહેરનો સ્માર્ટ સિટી મિશન અન્વયે સમાવેશ કરવામાં આવ્યો હતો, જે હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫૪૮ કરોડના ખર્ચે એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ માટે પહોળા રસ્તાઓ, ૨૪X૭ પાણી વિતરણ, ઉત્તમ ગટર વ્યવસ્થા, વપરાશી પાણીનો પુનઃઉપયોગ, વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ, સ્ટ્રીટ લાઇટ, પાવર કેબલ નેટવર્ક, ડીસ્ટ્રીકટ કુલીંગ સીસ્ટમ વગેરે બાબતોનું શહેરભરમાં અમલીકરણ કરાયું છે, જેનાથી નાગરિકોની સુખાકારીમાં વૃધ્ધિ થવા પામી છે.
 • શહેરીજનોના શુભ પ્રસંગો આયોજિત કરવા માટે અંદાજે રૂ. ૧૫ કરોડના ખર્ચે પશ્ચિમ શહેરમાં ૧૦૦૦ લોકોની સમાવેશ ક્ષમતાવાળો સેલર સહિત ત્રણ માળવાળો સંપૂર્ણ આધુનિક સુવિધાયુકત કોમ્યુનિટી હોલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે.
 • જિલ્લા ગાર્ડન વિસ્તારમાં રૂ. ૩૦૩ લાખના ખર્ચે શ્રી પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં-૪૮ના નવા ભવનનું ખાતમુહૂર્ત
 • રૂ. ૧૭૧ લાખના ખર્ચે વોર્ડ નં-૧૩માં ડી.આઇ. પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત
 • રૂ. ૧૨૩ લાખના ખર્ચે ઘન કચરા વ્યવસ્થાપનના સાધનોની ખરીદી
 • રૂ. ૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલી રાજકોટ શહેર પશ્ચિમની મામલતદાર કચેરીનું લોકાર્પણ.
Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 27
Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 27

 -: મુખ્યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપાણી :-

 • રાજ્યના વિકાસ માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં નાણાં આપશે
 • ગુજરાતનાં શહેરો સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરવા સક્ષમ
 • ઉનાળામાં પાડેલો પરસેવો ચોમાસામાં પારસમણિ બનીને  ઉગી નીકળ્યો છે.
 • સરદાર સરોવરના બંધ દરવાજાએ ગુજરાતના વિકાસના દ્વાર ખોલી આપ્યા છે

  Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 26
  Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 26

રાજયભરના શહેરોની થઇ રહેલી પ્રગતિ બાબતે સંતોષ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે, ગુજરાતના શહેરો સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરવા સક્ષમ છે. જે માટે તમામ વિકાસકામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રીએ સંબંધિતોને તાકીદ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ‘‘સુજલામ સુફલામ’’ યોજનાની સફળતાનો  સગૌરવ ઉલ્લ્લેખ કરી મેઘમહેરરૂપી  પ્રસાદી બદલ પરમ કૃપાળુ પરમાત્માનો પાડ માન્યો હતો. અને ઉમેર્યું હતું કે ભરઉનાળામાં રાજયના નાગરિકોએ પાડેલો પરસેવો આજે પારસમણિ બનીને ઉંડા થયેલા જળાશયોમાં ઉગી નીકળ્યો છે, ત્યારે રાજયની જનતાએ પાણીનાં ટીપે-ટીપાંનો સદુપયોગ કરવો જોઇએ.

Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 24
Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 24

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ લાગણીસભર અવાજે ઉલ્લેખ કર્યો હતો કે, સરદાર સરોવરના બંધ થયેલા દરવાજાઓએ રાજ્યના વિકાસના દ્વારા ખોલી આપ્યા છે. આ નર્મદાનીરથી સૌરાષ્ટ્રના ૫૬ ડેમો અને ૬૦ ચેકડેમો ભરીને રાજ્ય સરકાર પાણીના દુકાળને ભુતકાળ બનાવ્યો છે. ૧૦ ડીસેલીનેશન પ્લાન્ટ નાખીને દરિયાના ખારા પાણીને મીઠું બનાવ્યું છે. તથા વેસ્ટેજ વોટરને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ઉદ્યોગો માટે આપવાની કાર્યપધ્ધતિ અમલમાં મુકી છે. ત્યારે ગુજરાતનો પ્રત્યેક નાગરિક ગુજરાતને પાણીદાર બનવા સંકલ્પ કરે, એવું મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતોને આહવાન કર્યુ હતું.

Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 21
Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 21

બીજી ઓકટોબરથી સમગ્ર રાજ્યમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ કડકાઇથી અમલમાં આવશે, એવી મુખ્યમંત્રીશ્રી એ આ પ્રસંગે જાહેરાત કરી હતી. અને ઉમેર્યું હતું. કે ભવિષ્યની પેઢી માટે આ એક પગલું સમયોચિત સાબિત થશે. રાજકોટ શહેરમાં સાકાર થનારા નવા ઇન્ટરનેશન એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ, નવી જી.આઇ.ડી.સી. આધુનિક  વસપોર્ટ નવો રીંગ રોડ, સુંવિકસિત કોર્ટ બિલ્ડીંગ વગેરેના ઉલ્લેખકરી મુખ્યમંત્રીશ્રીએ પોતાની સંવેદનશીલતાનો ઉપસ્થિતોને સુપેરે પરિચય કરાવ્યો હતો.

Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 20
Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 20

મુખ્યમંત્રીશ્રીએ આજે આરંભ કરાવેલા વિકાસમોની જાણકારી આપતી ડોકયુમેન્ટ્રી આ પ્રસંગે પ્રસારિત કરાઇ હતી. આયોજક સંસ્થાઓ તથા શહેરશ્રેષ્ઠીઓએ મુખ્યમંત્રીશ્રીનું પુસ્તક, પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહન એનાયત કરી બહુમાન કર્યુ હતું. ઉપસ્થિત સૌએ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુકત બનાવવાના સંકલ્પ ગ્રહણ કર્યા હતા.

Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 19
Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 19

કાર્યક્રમ સ્થળે આવતાં પહેલા મુખ્યમંત્રીશ્રીએ સપત્ની અટલ સરોવર ખાતે નવા વરસાદી નીરનાં વધામણાં કર્યા હતા. રીંગ રોડ-૨ પર ‘‘સુજલામ સુફલામ’’ યોજના અન્વયે ઉંડા કરાયેલા અટલ સરોવરમાં તાજેતરના ભારે વરસાદથી નવું વરસાદી પાણી ભરાયું છે, જેનાથી આજુ-બાજુની જમીન વનપલ્લવિત થશે.

Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 18
Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 18

દિપપ્રાગટ્યથી મુખ્યમંત્રીશ્રીના હસ્તે કાર્યક્રમનો શુભારંભ થયો હતો સ્વાગત પ્રવચનમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી ઉદય કાનગડે આજના કાર્યક્રમમાં શુભારંભ કરાયેલા વિવિધ વિકાસકામોની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. મ્યુનિ.કમિ.શ્રી ઉદિત અગ્રવાલે મુખ્યમંત્રીશ્રીને આવકારીને આજના કાર્યક્રમના આયોજન અંગેની પૂર્વભૂમિકા આપી હતી. મેયર શ્રીમતિ બીનાબેન આચાર્યએ શહેરના વિકાસકામો માટેની રાજકોટ મહાનગરપાલિકાની પ્રતિબધ્ધતા તેમના પ્રાસંગિક પ્રવચનમાં વણી લીધી હતી.

Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 16
Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 16

રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વોર્ડ નં-૧૦ના કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ કુલ રૂા.૫૯૧ કરોડના વિકાસ કામોના ડિજિટલ તકતી અનાવરણ કરી શ્રીગણેશ કરાવ્યા હતા. જેમાં રાજકોટ પશ્ચિમની મામલતદાર કચેરી, પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ પાઇપ લાઇન નેટવર્ક, ઘન કચરા વ્યવસ્થાપનના સાધનો ટી.પી.રોડ હાઇલેવલ બ્રીજ વગેરેનો સમાવેશ થાય છે.

Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 14
Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 14

આ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા તથા અરવિંદભાઇ રૈયાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કમલેશ મિરાણી, અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી અંજલિબેન રૂપાણી, ડે મેયરશ્રી અશ્વિન મોલિયા, કલેક્ટરશ્રી રમ્યા મોહન, પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, પૂર્વ કમિ.શ્રી બંછાનિધિ પાની, નિવાસી અધિક કલેક્ટરશ્રી પરિમલ પંડ્યા, ડે કમિ.શ્રી ચેતન નંદાણી તથા ચેતન ગણાત્રા, તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. (માહિતી બ્યુરો-રાજકોટ/માનવાલા)

Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 10
Mukhyamantri Na Haste Subharambha Thayela Vikasa Kamo Ni Yadi 10

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More