મુખ્યમંત્રી સમક્ષ રાજકોટ AIIMS નું પ્રેઝન્ટેશન

રરપ સુપર સ્પેશ્યાલિટી બેડ-૭પ ICU અને કેઝયુલીટી વોર્ડમાં ૩૦ બેડ ઉપલબ્ધ કરાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં AIIMS સત્વરે ચાલુ થાય તે માટેની આનુષાંગિક કાર્યવાહીની સમીક્ષા ગાંધીનગરમાં એક બેઠક યોજીને કરી હતી. AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે તે સંદર્ભમાં ફેબ્રુઆરી ર૦ર૦ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં AIIMS રાજકોટનું મોડલ તથા વિડીયો પ્રેઝન્ટેશન મારફતે હોસ્પિટલમાં ઉપલબ્ધ સગવડતાની વિગતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી.

Rajkot Aiims 01
243

Get real time updates directly on you device, subscribe now.

  • રૂ. ૧૧૦૦ કરોડના અંદાજિત ખર્ચે ર૦૦ એકરમાં ૭પ૦ બેડની ક્ષમતા સાથે AIIMS રાજકોટમાં ઊભી થશે
  • રરપ સુપર સ્પેશ્યાલિટી બેડ-૭પ ICU અને કેઝયુલીટી વોર્ડમાં ૩૦ બેડ ઉપલબ્ધ કરાશે
  • ૧૬ લાખ સ્કેવર ફિટ બાંધકામમાં હોસ્પિટલ-ટીચીંગ એકેડેમિક બ્લોક – હોસ્ટેલ-સ્ટાફ કવાર્ટસ- આયુષ માટે બ્લોક ઔષધિ સ્ટોર્સ સહિતની સુવિધા વિકસાવાશે
  • રાજ્ય સરકાર તરફથી માળખાકીય સુવિધાઓ-જરૂરી મંજૂરીઓ ત્વરાએ આપવા શ્રી વિજયભાઇ રૂપાણીની સૂચના
Related Posts
1 of 367

રાજકોટમાં નિર્માણ થનાર આ અદ્યતન AIIMS રૂ. ૧૧૦૦ કરોડના ખર્ચે આકાર પામશે. ૭પ૦ બેડની કુલ કેપેસીટી તથા વિવિધ રર જેટલી સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ તેમજ રરપ સુપર સ્પેશ્યાલિટી બેડ, ૭પ ICU બેડ અને કેઝયુલીટી વોર્ડમાં ૩૦ બેડ ઉપલબ્ધ થશે તેની વિગતો પણ શ્રી વિજયભાઇ રૂપાણીને આપવામાં આવી હતી.

Also You like to read
1 of 179
Rajkot Aiims 02
Rajkot Aiims 02

આ બેઠકમાં જણાવાયું કે ૨૦૦ એકર જમીનમાં વિકસિત થઇ રહેલ AIIMS રાજકોટમાં મુખ્ય હોસ્પિટલ, ટીચીંગ માટે એકેડેમિક બ્લોક, હોસ્ટેલ્સ, ફેકલ્ટી માટે રહેવાની વ્યવસ્થા, સ્ટાફ ક્વાર્ટર્સ, આયુષ માટે બ્લોક, દર્દીના સગાવહાલા માટે ધર્મશાળા વ્યવસ્થા, શોપીંગ સેન્ટર, કેન્ટીન કોમ્પલેક્ષ, દિનદયાળ ઔષધિ સ્ટોર્સ જેવી તમામ વિશ્વ કક્ષાની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને આ સંકુલમાં કુલ ૧૬ લાખ સ્ક્વેરફીટ બાંધકામમાં આ તમામ ફેસેલીટીનો સમાવેશ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય કક્ષાએથી રૂડા મારફતે ડી.પી. રોડ, પાવર કનેક્શન, વોટર કનેક્શન સહિત તમામ મંજુરીઓ-સગવડો તાત્કાલીક મળી જાય તેવી સુચના સંબંધિત અધિકારીઓને આપી હતી અને કેન્દ્ર સરકારની ટીમને તમામ મદદની ખાત્રી આપી હતી. રાજકોટ AIIMSનું કામ નજીકના ભવિષ્યમાં વેગવંતુ બની રહ્યુ છે. તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કરેલી આ સમીક્ષાથી કામગીરીમાં વધુ ગતિ આવશે.

Rajkot Aiims 01
Rajkot Aiims 01

આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી જયંતિ રવિ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, ભારત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓ તેમજ રાજકોટ AIIMS માટે મેન્ટર ઇન્સ્ટીટયૂટ તરીકે નિમાયેલ AIIMS જોધપૂરના પ્રતિનિધિઓ અને ડિઝાઇન કન્સલટન્ટશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. (પીઆરઓ/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More