- Advertisement -

મુખ્યમંત્રીશ્રી સાથે મોકળા મને ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને યોજાયો

મુખ્યમંત્રીશ્રી સાથે મોકળા મને ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને યોજાયો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરના ગૌસેવકો-પાંજરાપોળ સંચાલકો સાથે ગાંધીનગરમાં મોકળા મને સંવાદ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને જીવદયાના સંસ્કાર સાથે તમામ આત્માને અભયદાન આપનારૂં અહિંસક રાજ્ય તરીકે મોડેલ સ્ટેટ બનાવવું છે.

Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 13

- Advertisement -

- Advertisement -

57

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને યોજાયો મુખ્યમંત્રીશ્રી સાથે મોકળા મને કાર્યક્રમ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરના ગૌસેવકો-પાંજરાપોળ સંચાલકો સાથે ગાંધીનગરમાં મોકળા મને સંવાદ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને જીવદયાના સંસ્કાર સાથે તમામ આત્માને અભયદાન આપનારૂં અહિંસક રાજ્ય તરીકે મોડેલ સ્ટેટ બનાવવું છે.

Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 03
Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 03
  • શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરના ગૌસેવકો-પાંજરાપોળ સંચાલક પ્રતિનિધિઓ સાથે મોકળા મનની સાતમી કડીમાં સાધ્યો સંવેદનાસભર સંવાદ
  • ગુજરાતને જીવદયાના સંસ્કાર સાથે તમામ આત્માને અભયદાન આપનારૂં અહિંસક રાજ્ય મોડેલ સ્ટેટ બનાવવું છે : – મુખ્યમંત્રીશ્રી
  • પશુધન માટે અન્યત્રથી ઘાસચારો મંગાવવાને બદલે સસ્ટેઇનેબલ એપ્રોચ-મોર્ડન ટેકનીકસથી સ્થાનિક સ્તરે જ ઘાસચારો ઉગાડવાનું આયોજન આવશ્યક:-શ્રી વિજયભાઇ રૂપાણી
  • ગુજરાતમાં નંદીઘર યોજનાથી ગીર-કાંકરેજી ઓલાદની નસ્લ વધુ વિકસાવવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રી
Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 04
Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 04

મુખ્યમંત્રીશ્રીએ સમાજના વિવિધ વર્ગો – તબક્કાઓને પોતાના નિવાસસ્થાને સામે ચાલીને આમંત્રીને તેમના પ્રશ્નો-સમસ્યાઓ, ફિડબેક મેળવવા શરૂ કરેલા જનસંવાદ પ્રયોગ ‘‘મોકળા મને’’ની આજે સાતમી કડી યોજાઇ હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સાતમી કડીમાં સમગ્ર રાજ્યમાંથી ગૌસેવકો, પાંજરાપોળ સંચાલકો, જીવદયા ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ફળદાયી સંવાદ-ગોષ્ઠિ કરી હતી.

Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 05
Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 05

આજની આ સાતમી કડીમાં કચ્છ, બનાસકાંઠા, દાહોદ સહિતના દૂર-સુદુરના જિલ્લાઓના ગૌસેવકો-પાંજરાપોળ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ગાયો સહિત પશુઓના રખરખાવ, ઘાસચારાની સ્થિતી, અછતના સમયે રાજ્ય સરકારે દાખવેલી સંવેદના અંગે પોતાના પ્રતિભાવો મુખ્યમંત્રીશ્રી સમક્ષ ખૂલ્લા દિલે વ્યકત કર્યા હતા.

Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 06
Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 06

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે આપણે ત્યાં ર૦૦ વર્ષથી વધુ સમયથી મહાજનો-શ્રેષ્ઠીઓ પોતાના ભંડોળ-ફંડમાંથી પાંજરાપોળ-ગૌશાળાના સંચાલન કરીને ઉત્તમ જીવદયા દ્રષ્ટાંત પુરૂં પાડી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, હવેના સમયમાં પશુધન માટે ઘાસચારો અન્યત્રથી મંગાવવાની પરંપરાને સ્થાને સસ્ટેઇનેબલ એપ્રોચ અને મોર્ડન મેનેજમેન્ટ ટેકનીકસ વિકસાવી સ્થાનિક સ્તરે જ ઘાસચારો ઉગાડવાનું આયોજન કરવાની આવશ્યકતા છે.

Related Posts
1 of 484
Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 07
Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 07

મુખ્યમંત્રીશ્રીએ આ અંગે જણાવ્યું કે, જે વિસ્તારો-જિલ્લાઓમાં ઘાસચારાની અછત છે તેવા વિસ્તારોમાં ટ્રસ્ટની જમીનો અને સરકારની જમીન પર સ્પ્રીન્કલર પદ્ધતિથી ઓછા પાણીએ ઘાસચારો ઉગાડી પોતાના જ સંશાધનોથી પશુઓને ઘાસ આપી શકાય. આના પરિણામે ઘાસચારાનો વાહતુક ખર્ચ બચી શકે એટલું જ નહિ, પાંજરાપોળ-ગૌશાળા ટ્રસ્ટ તેમની વ્યવસ્થામાં સોલાર રૂફટોપ કે વીન્ડ ટર્બાઇનના ઉપયોગથી વીજ બચત પણ કરી શકે એવો મત મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યા હતો.

Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 08
Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 08

શ્રી વિજયભાઇ રૂપાણીએ નંદીઘર યોજનાથી ગીર-કાંકરેજી ગાય જેવી ઉત્તમ ઓલાદના પશુધનની નસ્લ વધારવાના રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી આયોજનની વિગતો આ તકે આપી હતી. મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગૌસેવકો-પાંજરાપોળ સંચાલકોએ રજૂઆત કરી હતી કે, નગરો-મહાનગરોમાંથી રખડતા પશુઓ પકડીને પાંજરાપોળને રખરખાવ માટે સોંપવામાં આવે છે.

Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 09
Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 09

આવા ઢોર-પશુઓના નિભાવ માટેની જરૂરી સહાય-રકમ નગરપાલિકા-મહાપાલિકા ફાળવી આપે તેવી રજુઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય નિવારણ કરવાની ધરપત આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જીવદયાના આપણા સંસ્કારને જાળવી રાખવાની જિમ્મેદારી માત્ર સરકાર-પાંજરાપોળ-ગૌસેવકોની જ નહિ સમગ્ર સમાજની જવાબદારી છે એવા ભાવ સાથે કર્તવ્યરત રહેવાની સૌને હ્રદયસ્પર્શી અપિલ પણ મોકળા મને ના આ સંવાદમાં કરી હતી. (પી.આર.ઓ./જિતેન્દ્રરામી)

Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 10
Mukhyamantri Sri Sathe Mokala Mane Gandhinagar Ma Mukhyamantri Nivas Sthane Yojayo 10

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More