- Advertisement -

મુક્કાબાજ પિતાની કુસ્તીબાજ દિકરીએ રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ જીત્યો

રિધ્ધીની પ્રથમ પ્રયાસે અનેરી સિધ્ધી

પિતાને તો અરમાન હોય જ કે તેનો દિકરો પિતાના પગલે ચાલીને નામ રોશન કરે પણ માત્ર વડ એવા ટેટા અને બાપ એવા બેટા જ કેમ ? બેટી કેમ નહીં !! બેટી પણ બાપ જેવી થઇ શકે, પિતાના પગલે ચાલી શકે. અમદાવાદની રિધ્ધી પરમારે આ વાત સાબિત કરી બતાવી છે.

Mukkabaj Pita Ni Kustibaj Dikarie Rajapaksae Silvar Medal Jityo 04

- Advertisement -

- Advertisement -

303

Get real time updates directly on you device, subscribe now.

મુક્કાબાજ પિતાની કુસ્તીબાજ દિકરીએ રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ જીત્યો

  • માત્ર વડ એવા ટેટા અને બાપ એવા બેટા નહીં.. બેટી પણ !!
  • રિધ્ધીની પ્રથમ પ્રયાસે અનેરી સિધ્ધી

પિતાને તો અરમાન હોય જ કે તેનો દિકરો પિતાના પગલે ચાલીને નામ રોશન કરે પણ માત્ર વડ એવા ટેટા અને બાપ એવા બેટા જ કેમ ? બેટી કેમ નહીં !! બેટી પણ બાપ જેવી થઇ શકે, પિતાના પગલે ચાલી શકે. અમદાવાદની રિધ્ધી પરમારે આ વાત સાબિત કરી બતાવી છે.

Related Posts
1 of 439
Mukkabaj Pita Ni Kustibaj Dikarie Rajapaksae Silvar Medal Jityo 03
Mukkabaj Pita Ni Kustibaj Dikarie Rajapaksae Silvar Medal Jityo 03

રિધ્ધીના પિતા હિરેનભાઇ પરમાર બોક્સર રહી ચુક્યા છે અને ૧૯૯૬માં બોક્સિંગમાં રાજ્યકક્ષાએ મેડલ મેળવી ચુક્યા છે. હાલ હિરેનભાઇ કાપડ મીલમાં નોકરી કરે છે. તેઓના સંતાનમા એક દિકરો અને એક દિકરી છે. હિરેનભાઇનો ધો. ૯માં ભણતો પુત્ર દક્ષરાજ ખેલમહાકુંભમાં રેસલીગમાં જિલ્લા સ્તરે મેડલ જિત્યો છે તો પુત્રી રિધ્ધી રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ જીતી લાવી છે.

Mukkabaj Pita Ni Kustibaj Dikarie Rajapaksae Silvar Medal Jityo 04
Mukkabaj Pita Ni Kustibaj Dikarie Rajapaksae Silvar Medal Jityo 04
Also You like to read
1 of 182

હીરેનભાઇના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેઓ મણિનગર ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના થકી ફાળવાયેલા આવાસમાં રહે છે. દિકરી રિધ્ધી ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે સાથે રેસલિંગની પ્રેક્ટિસમાં પણ પુરતું ધ્યાન આપે છે.

Mukkabaj Pita Ni Kustibaj Dikarie Rajapaksae Silvar Medal Jityo 02
Mukkabaj Pita Ni Kustibaj Dikarie Rajapaksae Silvar Medal Jityo 02

રિધ્ધીના માતા ફાલ્ગુનીબેન જણાવે છે કે, રેસલિંગને કારણે દિકરીની ફિટનેસ સારી રહે છે અને અભ્યાસમાં પણ એકાગ્ર રહી શકે છે. તેઓ કહે છે કે, વર્તમાન સમયમાં દિકરીની સુરક્ષાની ચિંતા રહેતી હોય છે ત્યારે રિધ્ધી રેસલિંગ થકી સ્વસુરક્ષા કરવા પણ સક્ષમ બની છે. ફાલ્ગુનીબેન જણાવે છે કે, દિકરી નાનપણથી જ તોફાની અને ઉગ્ર સ્વભાવની છે. આથી તેના પિતાએ તેની શક્તિને રમતના મેદાનમાં કામે લગાડવાનો નિર્ણય કર્યો અને રિધ્ધીને ખેલમહાકૂંભ થકી યોગ્ય દિશા મળી.

Mukkabaj Pita Ni Kustibaj Dikarie Rajapaksae Silvar Medal Jityo 01
Mukkabaj Pita Ni Kustibaj Dikarie Rajapaksae Silvar Medal Jityo 01

રિધ્ધીએ શરુઆતમાં મણીનગરમાં બોક્સિંગની તાલીમ મેળવી હતી. બાદમાં તાલિમ વર્ગ બંધ થતા આગામી તાલીમ માટે દુર જવું પડતું હતું જેના પરિણામે બોક્સિંગ છોડવું પડ્યું હતું. આ તબક્કે રિધ્ધી ખુબ જ નિરાશ થઇ હતી જેની તેના શાળાના અભ્યાસ પર પણ અસર થઇ હતી. બાદમાં રેસલિંગ કોચ વિષ્ણુસરની પ્રેરણાથી તેણી રેસલિંગમા જોડાઇ અને કાઠુ કાઢી રહી છે. દિકરી રિધ્ધીએ પ્રથમ પ્રયાસે રેસલિંગમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ મેળવતા હિરેનભાઇ ખુશખુશાલ છે. સાથેજ ખેલમહાકુંભ જેવા મંચ થકી દિકરીને રેસલિંગમાં આગળ ધપાવવા કટિબધ્ધ છે. (સંકલન,આલેખન, ઉમંગ બારોટ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More