નડીઆદમાં પેરા લિગલ વોલન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા “પેરા લિગલ વોલન્ટીયર્સ” તાલીમ કાર્યક્રમ યોજાયો

નડિયાદ-બુધવારઃ- રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સર્વોચ્ચ ન્યાયાલય, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા મફત કાનૂની સલાહ-સહાય તથા સરકાર દ્વારા જાહેર જનતાના લાભાર્થે અમલમાં મુકવામાં આવતી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તે માટે પેરા લિગલ વોલન્ટીયર્સ (અર્ધ કાનૂની સ્વયંસેવક) ની ભરતી કરવાની સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેનાં અનુસંધાનમાં  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી. એલ એસ. પીરઝાદા દ્વારા ખેડા જિલ્લાનાં તમામ તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાંથી કાયદાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃત્ત સરકારી કર્મચારીઓ તથા કાનૂની સેવામાં પોતાનું યોગદાન આપીને સામાજિક સેવા કરવા માંગતા વ્યક્તિઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં કુલ-૨૧૦ જેટલા વ્યક્તિઓની પેરા લિગલ વોલન્ટીયર્સ તરીકે ભરતી કરવામાં આવી છે. આ સ્વયંસેવકોને યોગ્ય અને પદ્ધતિસરની તાલીમ આપવા માટે ચાર દિવસીય વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

Nadiad Ma Para Legal Volunteers Talim Karyakram Yojana 03
238

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 364
Nadiad Ma Para Legal Volunteers Talim Karyakram Yojana 01
Nadiad Ma Para Legal Volunteers Talim Karyakram Yojana 01
Also You like to read
1 of 176

આ તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવતાં શ્રી. એલ એસ. પીરઝાદાએ જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ પોતાની આર્થિક સામાજિક કે અન્ય કોઈપણ પરિસ્થિતિને કારણે ન્યાયથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાના હેતુસર નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા મફત અને સક્ષમ કાનૂની સલાહ-સહાય ઉપલબ્ધ કરાવવા માટેનું માળખું છેક તાલુકા કોર્ટો સુધી ઊભુ કરવામાં આવ્યુ  છે. સરળતાથી કાનૂની સહાય મેળવી શકાય, આ સુવિધાને છેક છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તે માટે સમગ્ર ખેડા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર સુધી આ સેવાઓનો લાભ પહોંચાડવા માટે પેરા લિગલ વોલન્ટીયર્સની ભરતી કરવા આવી છે. આ તાલીમમાં કાયદાનાં નિષ્ણાંતો દ્વારા કાયદાકીય સમજ અને માહિતી આપવા સાથે  જુદી-જુદી સરકારી કચેરીઓ જેવી કે જિલ્લા કોર્ટ, કલેકટર-મામલતદાર કચેરી, જિલ્લા જેલ, બાળ સંરક્ષણ ગૃહ, પોલીસ સ્ટેશન વિગેરેની મુલાકાત કરાવીને કચેરી કામકાજની માહિતી આપવામાં આવશે. જેનું વિશેષ જ્ઞાન મેળવીને સ્વયંસેવકોએ જરૂરીયાતવાળા લોકોને યોગ્ય કાનૂની સહાય પુરી પડવાની સાથોસાથ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ જરૂરીયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચે તે માટે કડીરૂપ ભૂમિકા ભજવી સામાજિક જવાબદારી નિભાવીને મફત અને સક્ષમ કાનૂની સહાયનો હેતુ ખરા અર્થમાં સાર્થક કરશે.

Nadiad Ma Para Legal Volunteers Talim Karyakram Yojana 02
Nadiad Ma Para Legal Volunteers Talim Karyakram Yojana 02

કલેકટરશ્રી સુધીર પટેલ, અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી. દિવ્ય મિશ્રા, પ્રિન્સીપાલ ફેમીલી જજ શ્રી. ડી જી. વાઘેલા, જિલ્લા ન્યાયાલય નડીઆદના તમામ ન્યાયિક અધિકારીશ્રીઓ, ઇન્ચાર્જ જિલ્લા સરકારી વકીલ શ્રી. રાહુલ બ્રહ્મભટ્ટ, નડીઆદ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી. કે એ. બારોટ તથા વકીલો વિગેરે મહાનુભાવો સહિત કુલ ૩૦૦ જેટલા લોકોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Nadiad Ma Para Legal Volunteers Talim Karyakram Yojana 03
Nadiad Ma Para Legal Volunteers Talim Karyakram Yojana 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More