નડીઆદમાં“ વિશ્વ અહિંસા દિન” નિમિતે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો

નડીઆદમાં“ વિશ્વ અહિંસા દિન” નિમિતે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો

નડિયાદ-શુક્રવારઃ- જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય અને તાલુકા કાનૂની સેવા સમિતિ, નડીઆદ તથા સંતરામ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલનાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ અહિંસા દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીને મળવાપાત્ર મફત કાનૂની સલાહ-સહાય વિશેની સંપૂર્ણ જાણકારી આપવાના હેતુસર કાનૂની શિક્ષણ કાર્યક્રમ સહિત વિવિધ સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

Nadiada Ma Visva Ahinsa Din Nimite Kanuni Siksa Na Karyakrama Yojayo 01
253

Get real time updates directly on you device, subscribe now.

નડીઆદમાં“ વિશ્વ અહિંસા દિન” નિમિતે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો

Related Posts
1 of 326

પૂ. બાપૂએ માનવજાતના કલ્‍યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ હતુ : શ્રી આર.એલ.ત્રિવેદી

નડિયાદ-શુક્રવારઃ- જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય અને તાલુકા કાનૂની સેવા સમિતિ, નડીઆદ તથા સંતરામ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલનાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ અહિંસા દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીને મળવાપાત્ર મફત કાનૂની સલાહ-સહાય વિશેની સંપૂર્ણ જાણકારી આપવાના હેતુસર કાનૂની શિક્ષણ કાર્યક્રમ સહિત વિવિધ સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

જિલ્‍લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી શ્રી આર.એલ.ત્રિવેદીએ જણાવ્‍યું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સમગ્ર વિશ્વમાં તા. ૨ ઓક્ટોબર  ગાંધી જયંતીને “વિશ્વ અહિંસા દિન”તરીકે ઉજવવામાં આવે છે. ગાંધી જયંતીએ સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધીજીના “અહિંસા પરમો ધર્મ” નાં સંદેશને વ્યાપક પ્રચાર પ્રસાર કરીને સમગ્ર માનવજાતને સુખમય જીવન માટે પ્રેરિત કરવાના હેતુસર સઘન કામગીરી કરવામાં આવે છે.

Also You like to read
1 of 139
Nadiada Ma Visva Ahinsa Din Nimite Kanuni Siksa Na Karyakrama Yojayo 01
Nadiada Ma Visva Ahinsa Din Nimite Kanuni Siksa Na Karyakrama Yojayo 01

શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે રાષ્ટ્રપિતા અને વિશ્વવિભૂતિ એવા મહામાનવ મહાત્મા ગાંધીજીએ અહિંસા દ્વારા સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું તે બાબત આપણા સૌ માટે સદાકાળ પ્રેરણારૂપ રહેશે. અહિંસાના સિદ્ધાંતને આપણા જીવનમાં ઉતારીને પૂ. બાપૂના અહીંસા પરમો ધર્મના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી માનવજાતને સુખમય બનાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ.

આ કાર્યક્રમમાં સંતરામ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે યોજાયેલ રંગોળી, મહેંદી, કેશ-ગૂંથણ, વસ્ત્ર-પરિધાન તથા ગરબા હરીફાઈમાં વિજેતા થયેલ વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્‍તે ઇનામ વિતરણ કરવામાં આવ્‍યું હતું.  આ પ્રસંગે શાળાના આચાર્ય, શાળાની વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ, નડીઆદના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Nadiada Ma Visva Ahinsa Din Nimite Kanuni Siksa Na Karyakrama Yojayo 02
Nadiada Ma Visva Ahinsa Din Nimite Kanuni Siksa Na Karyakrama Yojayo 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More