નડિયાદ ખાતે અલ્‍પસંખ્‍યક તથા વિકલાંગ સમુદાય માટે અવેરનેસ કેમ્પ

સમાજના હિતમાં તેમજ વ્‍યકિતગત લાભો મેળવવા માટે સતત જાગૃત રહેવું પડે - મેનેજીંગ  ડીરેકટરશ્રી આર.એમ.કચારા

નડિયાદ-બુધવાર-નડિયાદ મુકામે સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર, ગુજરાત અલ્‍પસંખ્‍યક નાણાં અને વિકાસ નિગમ ગાંધીનગર આયોજીત જૈન સોશ્યલ ગ્રૃપ્‍સ ઇન્‍સ. ફેડરેશનના સૌજન્‍યથી અલ્‍પસંખ્‍યક તથા વિકલાંગ (સર્વ સમાજ) સમુદાય માટે નિગમની વિવિધ ઘંધા, વ્‍યવસાય, સ્‍વ.રોજગારલક્ષી યોજનાઓ મુદતી ઘિરાણ તથા ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે શૈક્ષણિક લોન અને માઇક્રોફાઇનાન્સ યોજના હેઠળ સ્‍વૈચ્છિક અરજદારોને લોન આપવા યોજનાની જાણકારી તથા વ્‍યસનમુક્તિ, બાળલગ્ન નાબુદી, સામાજીક કુરિવાજો અને અન્ય સ્‍વરોજગારી તેમજ ઘંઘાકીય ઘિરાણ યોજનાઓની જાણકારી માટેના અવેરનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Nadiyada Khate Al‍pasankh‍yaka Tatha Vikalanga Samudaya Mate Averanesa Kempa 01
287

Get real time updates directly on you device, subscribe now.

નડિયાદ ખાતે અલ્‍પસંખ્‍યક તથા વિકલાંગ (સર્વ સમાજ) સમુદાય માટે અવેરનેસ કેમ્પ યોજાયો

Related Posts
1 of 326

સમાજના હિતમાં તેમજ વ્‍યકિતગત લાભો મેળવવા માટે સતત જાગૃત રહેવું પડે – મેનેજીંગ  ડીરેકટરશ્રી આર.એમ.કચારા

નડિયાદ-બુધવાર-નડિયાદ મુકામે સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર, ગુજરાત અલ્‍પસંખ્‍યક નાણાં અને વિકાસ નિગમ ગાંધીનગર આયોજીત જૈન સોશ્યલ ગ્રૃપ્‍સ ઇન્‍સ. ફેડરેશનના સૌજન્‍યથી અલ્‍પસંખ્‍યક તથા વિકલાંગ (સર્વ સમાજ) સમુદાય માટે નિગમની વિવિધ ઘંધા, વ્‍યવસાય, સ્‍વ.રોજગારલક્ષી યોજનાઓ મુદતી ઘિરાણ તથા ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે શૈક્ષણિક લોન અને માઇક્રોફાઇનાન્સ યોજના હેઠળ સ્‍વૈચ્છિક અરજદારોને લોન આપવા યોજનાની જાણકારી તથા વ્‍યસનમુક્તિ, બાળલગ્ન નાબુદી, સામાજીક કુરિવાજો અને અન્ય સ્‍વરોજગારી તેમજ ઘંઘાકીય ઘિરાણ યોજનાઓની જાણકારી માટેના અવેરનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Nadiyada Khate Al‍pasankh‍yaka Tatha Vikalanga Samudaya Mate Averanesa Kempa 02
Nadiyada Khate Al‍pasankh‍yaka Tatha Vikalanga Samudaya Mate Averanesa Kempa 02
Also You like to read
1 of 139

અલ્‍પસંખ્‍યક નાણાં અને વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટરશ્રી આર. એમ. કુચારાએ જણાવ્‍યું હતું કે, રાજય સરકાર અને કેન્‍દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ અલ્‍પસંખ્‍યકોના લાભાર્થે ચાલી રહી છે. પરંતુ આ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આ પ્રકારના અવેરનેશ કાર્યક્રમના માધ્યમથી સરકારી યોજનાઓનો બહોળો પ્રચાર થાય છે જેનો લાભ લેવા માટે સમાજના દરેક નાગરિકની સાથે સાથે જે તે સમાજના આગેવાનોએ પણ પુરો પ્રયાસ કરવો જોઇએ. સમાજના હિતમાં તેમજ વ્‍યકિતગત લાભો મેળવવા માટે સતત જાગૃત રહેવું પડે. તેઓશ્રીએ તેમના હસ્‍તકના વિવિધ વિભાગોની વિસ્‍તૃત માહિતી આપી હતી અને તેનો મોટા પ્રમાણમાં લાભ લેવા ઉપસ્‍થિત નાગરિકોને અપીલ કરી હતી.

સમાજ કલ્‍યાણ અધિકારીશ્રી બી.એસ.પટેલે તેમના વિભાગની માહિતી આપી જણાવ્‍યું હતું કે, સરકાર બહેનો, બાળકો તેમજ ખાસ કરીને દિવ્‍યાંગો માટેની અનેક યોજનાઓના લાભ હવે ઘરે બેઠા આપી રહિ છે. આ યોજનાઓની જરૂરીયાતો અને તેના લાભોની જાણકારી તાલુકા અને જિલ્‍લા કક્ષાએ પણ જે તે વિભાગો દ્વારા આપવામાં આવી રહી છે ત્‍યારે તેનો મહત્તમ લાભ લઇ વયકિતએ પોતાનો તેમજ તેમના સમાજના વિકાસમાં યોગદાન આપવું જોઇએ.

Nadiyada Khate Al‍pasankh‍yaka Tatha Vikalanga Samudaya Mate Averanesa Kempa 01
Nadiyada Khate Al‍pasankh‍yaka Tatha Vikalanga Samudaya Mate Averanesa Kempa 01

આ પ્રસંગે સમાજ કલ્‍યાણ વિભાગના હસ્‍તકની અન્‍ય કચેરીઓના અધિકારીઓ શ્રી એ.આર.દરજી, શ્રી ટી.બી. મકવાણા, શ્રી સંદિપ ચૌધરી, શ્રી બી.એન.રાઠવા, શ્રી જયંતિભાઇ મકવાણા, શ્રી જૈમિનભાઇ શાહશ્ર શ્રી મલેકભાઇ અને શ્રી યાસિનભાઇએ તેઓના વિભાગની વિસ્‍તૃત જાણકારી આપી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જૈન સોશ્યલ ગ્રુપ્‍સના ચેરમેનશ્રી ભરતભાઇ શાહએ સૌને આવકાર્યા હતા અને આ અવેરનેશ કાર્યક્રમ રાખવા પાછળનો હેતુ વિસ્‍તૃતથી સમજાવીને તેનો મહત્તમ લાભ લેવો અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ખેડા જિલ્‍લાના તેમજ નડિયાદ શહેરના અલ્‍પસંખ્‍યક જ્ઞાતિના નાગરિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More