- Advertisement -

નેશનલ ઇન્ટરેક્ટિવ ટૂર અન્વયે પૂર્વોત્તર રાજ્યોના ૫૦ બાળકો ગુજરાતના પ્રવાસે

બેય પ્રદેશોનું ઐતિહાસિક-સાંસ્કૃતિક મહત્વ બાળકો સમક્ષ ઉજાગર કરતા શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અનેકતામાં એકતાની અને ‘એક ભારત- શ્રેષ્ઠ ભારત’ની સંસ્કૃતિને રાજ્યો-રાજ્યો વચ્ચે બાળકો-વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક પ્રવાસોથી નવું બળ મળે છે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર-પૂર્વીય રાજ્યો મિઝોરમ, મણિપૂર, મેઘાલય, ત્રિપૂરા, આસામ અને નાગાલેન્ડની વિવિધ અંતરિયાળ શાળાઓના બાળકોના ગુજરાત રાજ્યના પ્રવાસ દરમિયાન તેમને ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસે આમંત્રીને સહજ સંવાદ કર્યો હતો.

National Interactive Tour Anvaye Purvottar Rajyona 50 Balako Gujarat Na Pravase 04

- Advertisement -

- Advertisement -

78

Get real time updates directly on you device, subscribe now.

નેશનલ ઇન્ટરેક્ટિવ ટૂર અન્વયે પૂર્વોત્તર રાજ્યોના ૫૦ બાળકો ગુજરાતના પ્રવાસે 

  • મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાત કરી રસપ્રદ સંવાદ સાધ્યો
  • એક ભારત – શ્રેષ્ઠ ભારતની સંસ્કૃતિને આવા પ્રવાસો નવું બળ આપે છે : મુખ્યમંત્રીશ્રી
  • ‘ગુજરાત દ્વારિકાધિશ મોહનની ભૂમિ. ઉત્તરપૂર્વીય પ્રદેશ રુક્મણિજીની ભૂમિ’
  • બેય પ્રદેશોનું ઐતિહાસિક-સાંસ્કૃતિક મહત્વ બાળકો સમક્ષ ઉજાગર કરતા શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અનેકતામાં એકતાની અને ‘એક ભારત- શ્રેષ્ઠ ભારત’ની સંસ્કૃતિને રાજ્યો-રાજ્યો વચ્ચે બાળકો-વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક પ્રવાસોથી નવું બળ મળે છે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર-પૂર્વીય રાજ્યો મિઝોરમ, મણિપૂર, મેઘાલય, ત્રિપૂરા, આસામ અને નાગાલેન્ડની વિવિધ અંતરિયાળ શાળાઓના બાળકોના ગુજરાત રાજ્યના પ્રવાસ દરમિયાન તેમને ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસે આમંત્રીને સહજ સંવાદ કર્યો હતો. ભારતીય સેનાની સૌથી જૂની રેજિમેન્ટ આસામ રાયફલ દ્વારા આ વર્ષે નેશનલ ઇન્ટરેક્ટીવ ટૂર અન્વયે આ રાજ્યોની ગ્રામીણ શાળાઓના ૫૦ જેટલા વિદ્યાર્થીઓના ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવેલું છે.

Related Posts
1 of 439
National Interactive Tour Anvaye Purvottar Rajyona 50 Balako Gujarat Na Pravase 02
National Interactive Tour Anvaye Purvottar Rajyona 50 Balako Gujarat Na Pravase 02

આ પ્રવાસનો મુખ્ય હેતુ અલ્પવિકસીત પ્રદેશો-રાજ્યોના અંતરિયાળ ગામોના બાળકોને દેશના અન્ય રાજ્યોના વિકાસ અને યોજનાઓની ગહન જાણકારી આપવાનો છે. મુખ્યમંત્રીશ્રીએ આ બાળકો સાથે રસપ્રદ સંવાદ કરતાં ગુજરાત ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ જ્યારે પૂર્વોત્તર રાજ્ય રૂકમણીની ભૂમિ છે તેની ભૂમિકા આપી બેય પ્રદેશોના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોનો મહિમા ઉજાગર કર્યો હતો.

Also You like to read
1 of 217
National Interactive Tour Anvaye Purvottar Rajyona 50 Balako Gujarat Na Pravase 03
National Interactive Tour Anvaye Purvottar Rajyona 50 Balako Gujarat Na Pravase 03

તેમણે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્થાનો અંગે પણ આ બાળકોને જાણકારી આપી હતી. આ બાળકોએ પણ ગુજરાતનો તેમનો આ પ્રવાસ તેમના માટે વિકાસ પ્રત્યક્ષ માણવા-જાણવાનો અનુભવ બન્યો છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

National Interactive Tour Anvaye Purvottar Rajyona 50 Balako Gujarat Na Pravase 04
National Interactive Tour Anvaye Purvottar Rajyona 50 Balako Gujarat Na Pravase 04

આસામ રાયફલના મેજર રોહનના નેતૃત્વમાં ૩૮ દિકરાઓ અને ૧૨ દિકરીઓ એેમ કુલ ૫૦ બાળકોએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન પોરબંદર, ઓખા કોસ્ટગાર્ડ  સેન્ટર, દ્વારિકાધિશ મંદીર જેવા સ્થળોની પણ મુલાકાત લીધી હતી. આ બાળકો આગામી ૯મી જાન્યુઆરીએ તેમનો પ્રવાસ પૂર્ણ કરી ગૌહાતી પરત જવાના છે. (સી.એમ., પી.આર.ઓ.)

National Interactive Tour Anvaye Purvottar Rajyona 50 Balako Gujarat Na Pravase 01
National Interactive Tour Anvaye Purvottar Rajyona 50 Balako Gujarat Na Pravase 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More