નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ વિશ્વ રેકોર્ડ રચાયા

નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રીનીસ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયા એમ ત્રણ વિશ્વ રેકોર્ડ રચાયા

વિરાસત ભુમિ વડનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં તાના-રીરી  મહોત્સવમાં ત્રણ વિશ્વ રેકોર્ડ રચાયા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કલા સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનું કામ થઇ રહ્યું છે. આ ઐતિહાસિક ભુમિ પર આજે ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાયા છે. કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે.સંગીત બેલડી તાના-રીરી બહેનોની સ્મૃતિમાં યોજાતો આ મહોત્સવમાં આજે નાવીન્ય ઉમેરાયું છે.

Nayab Mukhyamantri Ni Prerak Upasthiti Ma Vividha Visva Rekord Racaya 04
376

Get real time updates directly on you device, subscribe now.

વિવિધ રેકોર્ડ : –

Related Posts
1 of 367
  • ૩૦ મિનીટમાં ૧૫૦ તબલા વાદકો દ્વારા ૨૮ અલગ અલગ તાલ વગાડી વિશ્વ રેકોર્ડ
  • ૧૦૮ વાંસળી વાદકોએ રાગ ખમાજ પર ધુન વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત વગાડી વિશ્વ રેકોર્ડ
  • એક મીનીટમાં કલાગુરૂશ્રી શીતલબેન બારોટ ૦૯ અલગ અલગ ચહેરાના ભાવો નવ રસ પ્રમાણે રજુ કરી વિશ્વ રેકોર્ડની રચના કરી
Nayab Mukhyamantri Ni Prerak Upasthiti Ma Vividha Visva Rekord Racaya 04
Nayab Mukhyamantri Ni Prerak Upasthiti Ma Vividha Visva Rekord Racaya 04
Also You like to read
1 of 179

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૩થી તાના-રીરી મહોત્સવની શરૂઆત કરી છે. સંગીત સામ્રજ્ઞીની યાદમાં કારતક સુદ નોમ અને દશમના દિવસે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મહોત્સવ સંદર્ભે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પણ આપવામાં આવે છે. તબલા તાલીમ સંસ્થાના ૧૫૦ કલાકારો દ્વારા ૩૦ મિનીટમાં ૨૮ તાલ રજૂ કરાયા હતા.જેમાં પ્રારંભિકથી લઇ પ્રવિણ સુધીના તાલોનો મૂખપાઠ તથા વાદન કરાયું હતું ૦૬ થી ૬૦ વર્ષ સુધીના કલાકારો સહિત ૦૫ થી ૧૦  દિવ્યાંગ વિદ્યાર્થીઓએ જોડાયા હતા.

Nayab Mukhyamantri Ni Prerak Upasthiti Ma Vividha Visva Rekord Racaya 03
Nayab Mukhyamantri Ni Prerak Upasthiti Ma Vividha Visva Rekord Racaya 03

૧૦૮ વાંસળી વાદકો દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જ્યંતિ નિમિત્તે ગાંધીજીને અંજલી સ્વરૂપે વૈષ્ણવજનતો તેને રે કહીએ. રાગ ખમાજ પર વિશ્વ રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રગાન જનગણ મન વગાડી પાંચ મિનીટમાં વિશ્વ રેકોર્ડની રચના કરી હતી. આ ઉપરાંત કલાગુરૂ શ્રી શીતલબેન બારોટ દ્વારા નવરસની પ્રસ્તુતી ભારત નાટ્યના નૃત્ય શૈલીમાં રજુ કરાઇ હતી. એક મીનીટમાં શ્રુંગાર રસ, હાસ્ય રસ, કરૂણ રસ, રૌદ્ર રસ, વિર રસ, બીભત્સ રસ, ભયાનક રસ, અદભૂત રસ અને અંતમાં શાંત રસ દ્વારા પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.

Nayab Mukhyamantri Ni Prerak Upasthiti Ma Vividha Visva Rekord Racaya 02
Nayab Mukhyamantri Ni Prerak Upasthiti Ma Vividha Visva Rekord Racaya 02

નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા તબલા વાદકો,વાસંળી વાદકો અને કલાગૂરૂ શીતલબેન બારોટનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ, અગ્રણી સોમાભાઇ મોદી રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના અગ્ર સચિવ સી.વી સોમ, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષકનિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રાન્ત અધિકારી દિપ્તીબેન પ્રજાપતિ,નગરપાલિકા અને તાલુકા પંચાયત વડનગરના અધિકારીઓ-પદાધિકારીઓ, સંગીત રસિકો અને પ્રબુધ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (જિતેન્દ્રરામી)

Nayab Mukhyamantri Ni Prerak Upasthiti Ma Vividha Visva Rekord Racaya 01
Nayab Mukhyamantri Ni Prerak Upasthiti Ma Vividha Visva Rekord Racaya 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More