NDTVના રવીશ કુમારને મળ્યુ રેમન મેગ્સેસે એવોર્ડ – નિર્દોર્ષ અને નિઃસહાયનો અવાજ

NDTVના રવીશ કુમારને મળ્યુ રેમન મેગ્સેસે એવોર્ડ - નિર્દોર્ષ અને નિઃસહાયનો અવાજ

સિનીયર પત્રકાર અને NDTV ના સિનીયર એડિટર રવીશ કુમારને એશિયાનું “નોબેલ” કહેવાતા “રેમન મેગ્સેસે” એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૯ માટે રેમન મેગ્સેસે એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારતીય પત્રકાર રવીશ કુમારનું નામ પણ સામેલ હતું. રવીશ કુમારને હિન્દી ટીવી પત્રકારિત્વમાં તેમના યોગદાન અને કાર્ય માટે આ એવોર્ડ આપવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૯ માટે ભારતના રવીશ કુમાર સહિત મ્યાનમારના કો સ્વે વિન, થાઈલેન્ડના અંગખાના નીલાપજિત, ફિલીપાઇન્સના રેમુંડો પુજાંતે અને દક્ષિણ કોરિયાના કિમ જોંગ-કી ને પણ રેમન મેગ્સેસે એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Ndtv's Ravish Kumar Received The Ramon Magsaysay Award An Innocent And Helpless Voice
416

Get real time updates directly on you device, subscribe now.

NDTVના રવીશ કુમારને મળ્યુ રેમન મેગ્સેસે એવોર્ડ – નિર્દોર્ષ અને નિઃસહાયનો અવાજ

Related Posts
1 of 326

સિનીયર પત્રકાર અને NDTV ના સિનીયર એડિટર રવીશ કુમારને એશિયાનું “નોબેલ” કહેવાતા “રેમન મેગ્સેસે” એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૯ માટે રેમન મેગ્સેસે એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારતીય પત્રકાર રવીશ કુમારનું નામ પણ સામેલ હતું. રવીશ કુમારને હિન્દી ટીવી પત્રકારિત્વમાં તેમના યોગદાન અને કાર્ય માટે આ એવોર્ડ આપવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૯ માટે ભારતના રવીશ કુમાર સહિત મ્યાનમારના કો સ્વે વિન, થાઈલેન્ડના અંગખાના નીલાપજિત, ફિલીપાઇન્સના રેમુંડો પુજાંતે અને દક્ષિણ કોરિયાના કિમ જોંગ-કી ને પણ રેમન મેગ્સેસે એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Image By : hindi.newscentral24x7.com

રેમન મેગ્સેસે એવોર્ડ એશિયાની એવી સંસ્થાઓ અને વ્યક્તિઓને આપવામાં આવે છે, જેમણે પોતાના ક્ષેત્રમાં વિશેષ રીતે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય. એવોર્ડ ફિલીપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેની યાદમાં આપવામાં આવે છે. સપ્ટેમ્બરના રોજ ફિલીપાઇન્સની રાજધાની મનીલામાં રેમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવશે.

Image By : indianexpress.com
  • આ એવોર્ડ ફિલીપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેની યાદમાં આપવામાં આવે છે.
  • આ એવોર્ડ ન્યૂયોર્ક સ્થિત “રોકફેલર બ્રધર્સ ફંડ” ના ટ્રસ્ટીઓ દ્વારા વર્ષ ૧૯૫૭ થી શરૂઆત કરવામાં આવી છે.
  • રેમન મેગ્સેસે એવોર્ડ એશિયાના વ્યક્તિઓ અને સંસ્થાઓને તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા માટે સન્માન આપવામાં આવે છે.
  • રેમન મેગ્સેસે એવોર્ડને એશિયાનું નોબેલ એવોર્ડ પણ કહેવામાં આવે છે.
Image By : youtube.com

રેમન મેગ્સેસે રાષ્ટ્રપતિ બન્યા બાદ આર્થિક વિકાસ કાર્યો કરવા માટે, દેશવ્યાપી અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. જે તેમની લોકપ્રિયતાનું એક મોટું કારણ છે.  ૧૯૫૭માં એક આકસ્મિક વિમાન દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેનું નિધન થયું હતું, ત્યારબાદ તેમની યાદમાં એવોર્ડ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ન્યૂયોર્ક સ્થિત રોકફેલર ફાઉન્ડેશને મદદ કરી હતી. પ્રથમ એવોર્ડ ૧૯૫૮માં આપવામાં આવ્યું હતું. એશિયાઈ ક્ષેત્રમાં આ એવોર્ડને ત્રણ સો થી વધુ લોકોને વિવિધ છ શ્રેણીઓમાં આપવામાં આવ્યા છે.

Image By : khabar.ndtv.com
Also You like to read
1 of 137

રેમન મેગ્સેસે એવોર્ડ ફાઉન્ડેશનના પ્રશંસાપત્ર મુજબ રવીશ કુમારનો પ્રોગ્રામ “પ્રાઈમ ટાઈમ” થકી લોકોની રીયલ લાઈફમાં અન્ડર રીપોર્ટેડ સમસ્યાઓને દર્શાવે છે. રવીશ પોતાના રીપોર્ટ અને પ્રોગ્રામ રાત્રે ૯ વાગ્યે પ્રસારિત થતા “પ્રાઈમ ટાઈમ” માં પ્રસ્તુત કરે છે.

Image By ; newsclick.in

રવીશ પોતાને અનેક વખત ઝીરો ટીઆરપી એંકર કહે છે, પોતેજ પોતાની મજાક કરવાનું સામર્થ્ય રાખવાવાળા રવીશ કુમાર ટીવીના દર્શકોમાં ખુબ જ લોકપ્રિય છે. આ સાથે જ સોશ્યલ મીડિયામાં તો તેમની જબરદસ્ત ફેઈન ફોલોઈંગ છે. રવીશ કુમારના કહ્યા મુજબ એન.ડી.ટી.વી. માં શરૂઆતના દિવસોમાં તેઓ વિવિધ શો માટે પત્ર એકત્રિત કરતા હતા. ત્યારબાદ તેમનો શો “રવીશ કિ રીપોર્ટ” જે (આજે પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે), યુપીએના સમયે પ્રસારિત થતો હતો, તેમા મનમોહનસિંહ સરકારની આલોચના કરવામાં કોઈ કસર બાકી ન રાખતા હતા, પરંતુ આજે તેમના દ્વારા સરકારને પૂછવામાં આવતા પ્રશ્નથી લોકો તેમને દેશદ્રોહી થી લઈને પોલીટીકલ પાર્ટીનાં એજન્ટ સુધી કહે છે. જોકે, પત્રકાર તો કોઈપણ સરકારનો સ્થાઈ વિપક્ષ હોય છે, એ વાતને રવીશ ખુબ જ સારી રીતે જાણે છે અને સમજે છે. તેથી જ સરકારો સામે રવીશ પ્રશ્ન કરે છે. આજના ઈંટરનેટ અને ડીઝીટલ યુગમાં ટ્રોલ સેના તેમને રાત-દિવસ ખરી ખોટી સંભળાવે છે, ઘમકીઓ આપે છે, જેનો અનેક વખત રવીશ કુમાર પોતાના શો અને સોશ્યલ મીડિયામાં ઉલ્લેખ કરે છે. તેમ છતાં રવીશે ક્યારેય પણ પોતાની હિમ્મત હારી નથી અને કોઈપણ તેમને પત્રકારિત્વના સિદ્ધાંતોથી ડગમગાવી શક્યા નથી.

Image By : amarujala.com

રવીશ પોતાના પ્રાઈમ ટાઈમ શો મા અનેકવિધ મુદાઓને દર્શકો સમક્ષ રજુ કરે છે, જેમાં ખાસ કરીને ભારતની શિક્ષણ પ્રણાલી પર પ્રકાશ પાડતી યુનિવર્સીટી સીરીઝમાં અનેક કોલેજો અને યુનિવર્સીટીઓમાં અધ્યાપકોથી લઈને વિધાર્થીઓની મુશ્કેલીઓને લાંબા સમય સુધી દર્શાવી હતી. આજ રીતે નોકરી સીરીઝમાં પણ વિવિધ સરકારી સંસ્થાઓમાં નોકરીયાત વર્ગને પડતી હાલાંકી વિશે પણ એક વિસ્તૃત ચરિતાર્થ રજુ કર્યો હતો. એવું કહેવાય છે કે રોજગાર સીરીઝ પ્રાઈમ ટાઈમમાં પ્રસારિત થયા બાદ અનેક યુવાનોને જે તે સંસ્થા દ્વારા ઓફર લેટર આવવાના શરુ થયા હતા. તેમજ ખાસ કરીને બેંક સીરીઝમાં તો તેમણે મહિલા બેન્કર્સને પડતી મુશ્કેલીઓ જેમ કે, અમુક સ્થાનો પર પ્રાથમિક સુવિધાઓ પણ ન હતી, મોડી રાત સુધી કાર્ય કરવું, મેટરનિટી લીવ જેવા જ્વલંત મુદાઓ પણ ઉપાડ્યા હતા. આમ બેરોજગાર યુવાનોથી લઈને ખેડૂતો સુધીની મુશ્કેલીઓને રવીશે પોતાના પ્રાઈમ ટાઈમમાં સ્થાન આપ્યું છે. રવીશ પોતાના ન્યુઝરૂમને પીપલ્સ ન્યુઝરૂમ કહે છે.

Image By : viralstoryinsight.com

રવીશે આજની પત્રકારિતાને “ગોદી મીડિયા” જેવું ઉપનામ આપ્યું છે, કેમ કે મીડીયાને લોકતંત્રનું ચોથું સ્તંભ અને સ્વતંત્ર સંસ્થા માનવામાં આવે છે પરંતુ આજે ભારતીય મીડિયા અમુક કોર્પોરેટના હાથમાં છે જે સરકારની સાથે ઉભી રહે છે, મીડિયામાં આજે સામાન્ય લોકોને સાંકળતા સમાચારો ખુબ જ ઓછા જોવા મળે છે. રવીશ કુમારે તો ૨૦૧૯ની લોકસભા ચુંટણી વખતે અનેક વખત કહ્યું હતું કે ટીવી જોવાથી દુર રહો, ખાસ કરીને સમાચાર ચેનલોથી.

Image By : amarujala.com

રવીશ કુમાર અમુક એવા પત્રકારોની હરોળમાં આવે છે જે સીસ્ટમની સામે પ્રખરતાથી લોકોને લગતા મુદાઓ ઉઠાવે છે. આજ કારણે તેમને વર્ષ ૨૦૧૦માં ગણેશ શંકર વિધાર્થી એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ જર્નાલિઝમ ક્ષેત્રે પ્રતિષ્ઠિત એવો રામનાથ ગોયનકા એવોર્ડ વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૭માં આપવામાં આવ્યો હતો, એ સિવાય વર્ષ ૨૦૧૬માં મુંબઈ પ્રેસ ક્લબ દ્વારા રેડ ઇંક એવોર્ડ તેમજ ૨૦૧૭માં કુલદીપ નૈયર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ ૨૦૧૯ માટે ઉમદા જર્નાલિસ્ટ તરીકે રેમન મેગ્સેસે એવોર્ડમાં સ્થાન પામ્યા છે. ભારતમાં આજ સુધી ૫૦ થી વધુ લોકોને એશિયાનું નોબેલ કહેવાતો એવોર્ડ મળી ચુક્યો છે.

Image By : blogspot.com

લોકતંત્રના વિકાસમા પત્રકારત્વનું યોગદાન અમુલ્ય હોય છે, રેમન મેગ્સેસે ફાઉન્ડેશન મુજબ રવીશની પત્રકારીત્વ એ પત્રકારત્વના સમકાલીન, જર્નાલિઝમમાં આવનાર નવી જનરેશન માટે રવીશને મળેલ  સન્માન ફક્ત આત્મીય પ્રસંગ જ નહીં, પણ પત્રકારત્વને જાળવી રાખવાની શક્તિ પણ છે. તેનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે પત્રકારિત્વ એ કોઈ નાયકવાદને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નથી, પરંતુ પત્રકારિત્વ એ એક સાહસ અને પોતાની બુદ્ધિ ક્ષમતાથી સાચા ને સાચું ઓળખવાનો એક મુશ્કેલ અને કઠણાઈઓથી ભરેલો રસ્તો છે. જેના પર રવીશ કુમાર જેવા નિડર પત્રકારો ચાલે છે અને જનતાનો અવાજ ઉપાડે છે.

Image By : facebook.com

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More