ભુજ ખાતે ઓપન હાઉસ કાર્યક્રમ

ભુજ ખાતે ‘ઓપન હાઉસ’ કાર્યક્રમમાં ૧૯૦ માંગણીના

ભુજ, રાજય સરકારના લોકાભિમુખ વહીવટ અભિગમ અંતર્ગત આજે ભુજમાં આયોજિત ખુલ્લામંચ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજનના હસ્તે બિનખેતી સહિતની ૧૯૦ જેટલી વિવિધ માંગણીઓના કેસોનાં હુકમો અરજદારોને રૂબરૂ બોલાવી સોંપવામાં આવ્યાં હતા. ભુજની કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા ‘ઓપન હાઉસ’ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઓપન હાઉસના કાર્યક્રમના માધ્યમથી અરજદારોના કામોનો સરળતા સાથે પારદર્શક રીતે નિરાકરણ લાવવાનો રાજય સરકારનો અભિગમ રહેલો હોવાનું જણાવી સરકારની વિવિધ યોજના વિશે પ્રકાશ પાડ્યો હતો.

Open House Program At Bhuj 01
177

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 367
  • ભુજ ખાતે ‘ઓપન હાઉસ’ કાર્યક્રમમાં ૧૯૦ માંગણીના
  • હુકમો જિલ્લા કલેકટર એમ.નાગરાજન હસ્તે સોંપાયા
  • કચ્છમાં ખુલ્લા મંચ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી ૨૯૦૩ જેટલા હુકમો અર્પણ કરાયાં
Also You like to read
1 of 179
Open House Program At Bhuj 02
Open House Program At Bhuj 02

જિલ્લા સમાહર્તા શ્રી નાગરાજને આ તકે ઓનલાઇન માંગણીઓ સંદર્ભે અરજદારોને કોઇ મુશ્કેલી જણાય તો રૂબરૂ રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો અને અરજદારોના પ્રતિભાવો મેળવ્યાં હતા.

Open House Program At Bhuj 03
Open House Program At Bhuj 03

આજે ઓપન હાઉસમાં અપાયેલા ૧૯૦ જેટલાં વિવિધ માંગણીઓના અપાયેલા મંજૂરી હુકમોમાં ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા માટેની માંગણીઓના હુકમો ઉપરાંત મીઠા ઉદ્યોગ માટે ભાડા પટ્ટે જમીન આપવા તથા ભાડાપટ્ટા રીન્યુ કરવા, સરકારી કર્મચારી-અધિકારીઓને રહેણાંકના હેતુ માટેના પ્લોટના હુકમો, શૈક્ષણિક સંસ્થાઓને જમીન ફાળવણીના હુકમો, ઔદ્યોગિક હેતુ માટે જમીન ફાળવણીના હુકમો, જમીન મહેસુલ કાયદાની કલમ-૬૫ તથા કલમ-૬૫(ખ)ના હુકમો, ખેતીની જમીનમાં રહેલા માપણી વધારા નિયમિત કરવાના હુકમો, સરકારી જમીન વિન્ડફાર્મ માટે ફાળવવાના હુકમો, ગેટકો/બોર્ડ/નિગમ/જીઇબીના હુકમો, એફ.આર.એ. પ્રમાણપત્ર, પેટ્રોલીયમ એન.ઓ.સી, સીટીઝનશીપના હુકમો અને બિનખેતી હેતુફેરના હુકમોનો સમાવેશ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે યોજાતાં ઓપન હાઉસ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં ૨૯૦૩ જેટલાં હુકમો અરજદારોને રૂબરૂ બોલાવી જિલ્લા કલેકટરશ્રી દ્વારા અર્પણ કરવામાં આવ્યાં છે.

Open House Program At Bhuj 04
Open House Program At Bhuj 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More