ફાર્મા વિઝન-૨૦૧૯ના દ્વિ દિવસીય નવમા રાષ્‍ટ્રીય સેમિનારનો પ્રારંભ

Opening of the Ninth National Pharma Seminar Vision-2019

રાજયના નાયબ મુખ્‍ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આધુનિક ટેકનોલોજીનો વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્‍નશીલ છે. ફાર્મસી ક્ષેત્રે દવાઓના ઉત્‍પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત ૩૩ ટકા દવાઓનું ઉત્‍પાદન કરે છે અને નિકાસમાં તેનો હિસ્‍સો ૨૮ ટકા છે જે વિદેશી હૂંડિયામણ વધારવામાં મદદરૂપ બન્‍યું હોવાનું જણાવી દવાઓના ઉત્‍પાદન ક્ષેત્રે ગુજરાત ફાર્માનું હબ બન્‍યું હોવાનું કહ્યું હતું.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 01
189

Get real time updates directly on you device, subscribe now.

ફાર્મા વિઝન-૨૦૧૯ના દ્વિ દિવસીય નવમા રાષ્‍ટ્રીય સેમિનારનો પ્રારંભ

રાજયના નાયબ મુખ્‍ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આધુનિક ટેકનોલોજીનો વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્‍નશીલ છે. ફાર્મસી ક્ષેત્રે દવાઓના ઉત્‍પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત ૩૩ ટકા દવાઓનું ઉત્‍પાદન કરે છે અને નિકાસમાં તેનો હિસ્‍સો ૨૮ ટકા છે જે વિદેશી હૂંડિયામણ વધારવામાં મદદરૂપ બન્‍યું હોવાનું જણાવી દવાઓના ઉત્‍પાદન ક્ષેત્રે ગુજરાત ફાર્માનું હબ બન્‍યું હોવાનું કહ્યું હતું.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 01
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 01
Related Posts
1 of 358
  • ચાંગા ખાતે ફાર્મા વિઝન-૨૦૧૯ના દ્વિ દિવસીય નવમા રાષ્‍ટ્રીય સેમિનારનો પ્રારંભ કરાવતા નાયબ મુખ્‍ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
  • આધુનિક ટેકનોલોજીનો વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્‍નશીલ
  • ફાર્મા ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતનો દવાઓ ઉત્‍પાદનમાં ૩૩ ટકા અને નિકાસમાં ૨૮ ટકા હિસ્‍સો
  • ફાર્મસી-આરોગ્‍ય-ઔદ્યોગિક-શૈક્ષણિક સહિતના તમામ ક્ષેત્રોના વિકાસ માટે રાજય સરકાર કટિબદ્ધ
  • દવાઓના ઉત્‍પાદન ક્ષેત્રે ગુજરાત ફાર્માનું હબ
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 02
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 02

ચાંગા ખાતે ચારૂસેટ સંલગ્ન રમણભાઇ પટેલ કોલેજ ઓફ ફાર્મસીના યજમાનપદે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સહયોગથી આયોજિત દ્વિ દિવસીય નવમા રાષ્‍ટ્રીય ફાર્મા વિઝન-૨૦૧૯નો રાજયના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની ઉપસ્‍થિતિમાં પ્રારંભ કરાવ્‍યો હતો.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 03
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 03

નાયબ મુખ્‍ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રાજય સરકારે શિક્ષણના વિકાસ પાછળ રૂ. ૩૦ હજાર કરોડનું બજેટ ફાળવીને રાજયના તમામને સારામાં સારૂં શિક્ષણ મળી રહે તે માટે તઓની સારી સગવડતા મળી રહે તે માટે સમરસ હોસ્‍ટેલ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાનો ઉલ્‍લેખ કરી કોઇપણ ગરીબ-મધ્‍યમ વર્ગનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે અને ઉચ્‍ચ શિક્ષણ મળી રહે તે માટે રાજય સરકારે અનેક પગલાં ભરી રહી હોવાનું કહ્યું હતું.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 04
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 04

શ્રી નીતિનભાઇ પટેલે અગાઉ મેડીકલ ક્ષેત્રે ૧૨૦૦ મેડીકલ સીટો હતી જેના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને મહારાષ્‍ટ્ર, કર્ણાટક, તામિલનાડુ જેવા રાજયમાં જવું પડતું હતું તેમાંથી તેઓને મુકિત અપાવી આજે ગુજરાતમાં ૫૫૦૦ સીટો સહિત  ફાર્મસી, ડેન્‍ટલ, નર્સીંગ જેવા દરેક ક્ષેત્રોમાં પણ સીટો વધારવામાં આવી હોવાનું કહ્યું હતું.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 05
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 05

શ્રી નીતિનભાઇ પટેલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિવિધ પ્રવૃત્તિઓનો ઉલ્‍લેખ કરી વિદ્યાર્થીઓ સ્‍વયં કારર્કિદી ઉજજવળ બનાવે અને પ્રગતિ કરે તે માટે પરિવાર અને સમાજને તેઓને સતત માર્ગદર્શન આપતાં રહેવાની સાથે પ્રોત્‍સાહિત કરવાની જવાબદારીઓનું વહન કરવા જણાવ્‍યું હતું. શ્રી પટેલે ગુજરાતની ફાર્મા ક્ષેત્રે ૧૧૨ વર્ષ જૂની એલેમ્‍બિક કંપનીનો ઉલ્‍લેખ કરી આજે ગુજરાતમાં ૪૫૦૦ થી વધુ ફાર્મા ઉત્‍પાદક કંપનીઓ કાર્યરત હોવાનું જણાવી ગુજરાતમાં આજે ફાર્મા કંપનીઓનો વિકાસ થઇ રહ્યો હોવાનો ઉલ્‍લેખ કર્યો હતો.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 06
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 06

શ્રી નીતિનભાઇ પટેલે આ સેમિનારમાં જે કોઇ નિષ્‍કર્ષ આવે તે સરકારના ધ્‍યાને મૂકવાનું જણાવી તેના સૂચનોને ધ્‍યાને લઇ સરકાર પ્રોત્‍સાહિત કરવા મદદરૂપ બનશે તેમ કહ્યું હતું. રાજયના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વાયબ્રન્‍ટ ગુજરાત શરૂ કર્યુ હતું જેના કારણે ગુજરાતમાં આજે બધા પ્રકારના ઉદ્યોગો મૂડીરોકાણ માટે આકર્ષાયા હતા જેના કારણે આજે રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય કક્ષાના ઉદ્યોગો ગુજરાતમાં આવી રહ્યા છે. જેના કારણે આજે ગુજરાત ફાર્મા ક્ષેત્રે કેડિલા, ઝાયડસ, ટ્રોઇકા, ઇન્‍ટાસ જેવી અનેકવિધ મોટી કંપનીઓ ગુજરાતમાં આવી હોવાને કારણે ગુજરાત ફાર્મા ક્ષેત્રે હબ બન્‍યું છે.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 07
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 07

શ્રી ચુડાસમાએ માહિતી અને ટેકનોલોજીના યુગમાં ફાર્મા ક્ષેત્રે નવા સંશોધનો અને કાર્યો કરવા યુવાનોને આહવાન કરી યુવાનોને રાષ્‍ટ્ર નિર્માણમાં પોતાની ફરજો અને જવાબદારીઓ સમજીને સમાજ તમારા તરફથી જે આશા રાખે છે તે જવાદારીઓ અને ફરજો નિભાવી પોતાના અધિકારો પ્રતિ જાગૃત રહેવા કહ્યું હતું.

Also You like to read
1 of 171
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 08
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 08

શ્રી ચુડાસમાએ વિદ્યાર્થીઓને કોઇ આપણી પર વિશ્વાસ મૂકતું હોય છે ત્‍યારે કોઇપણ કામમાં જવાબદારીઓ વફાદારીપૂર્વક અદા કરી શિસ્‍તબધ્‍ધ રીતે કોઇપણ ક્ષેત્રે આગળ વધવાનું જણાવી એક સ્‍વસ્‍થ-સ્‍વચ્‍છ સમાજનું નિર્માણ કરવાના કાર્યમાં સહભાગી બનવા કહ્યું હતું. શ્રી ચુડાસમાએ યુવાનોને સમાજમાં અનેક પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોનું સમાધાન હોઇ નિરાશ ન થતાં તેનું નિરાકરણ લાવી રાજય-રાષ્‍ટ્ર નિર્માણના કાર્યમાં સહયોગ નવા સંશોધનો અને કાર્ય થકી આગળ વધવા જણાવ્‍યું હતું.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 09
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 09

ચારૂસેટના પ્રોવેસ્‍ટ ડૉ. પંકજ જોષીએ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે હજુ ગુજરાતે ઘણું બધું કરવાનું છે જે માટે રાજય સરકાર અનેક પગલાંઓ ભરી રહી છે તેમ જણાવી ગુજરાતમાં મોટા પ્રમાણમાં યુવાનોમાં ખંત અને મહેનત ઘરબાયેલી છે તેને પ્રોત્‍સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 10
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 10

ટ્રાઇકા ફાર્માસ્‍યુટિકલના મેનેજીંગ ડીરેકટર શ્રી કેતનભાઇ પટેલે ભારતનો વિદ્યાર્થી સંશોધન અને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધી રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે રાષ્‍ટ્રને ગતિમાન બનાવે તેવી આશા વ્‍યકત કરી જ્ઞાન એ વિદ્યાર્થીઓનું પાવર છે જે રાષ્‍ટ્રને મજબૂતી પ્રદાન કરે છે તેટલું જ નહીં પણ રાષ્‍ટ્ર નિર્માણમાં મહત્‍વનો ભાગ ભજવી શકે છે તેમ જણાવ્‍યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કોઇપણ જાતના જ્ઞાતિ-જાતિ-ભાષામાં પડયા સિવાય તેમના જ્ઞાનનો ઉપયોગ રાષ્‍ટ્ર નિર્માણમાં કરવા અનુરોધ કર્યો હતો.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 11
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 11

એબીવીપીના ઓલ ઇન્‍ડિયા સ્‍ટેટ યુનિવર્સિટીના ઇન્‍ચાર્જ શ્રી હરિ બોરીકરએ ફાર્મા ક્ષેત્રે જે વૃદ્ધિ થઇ છે તેમાં ફાર્મા વિઝનનો ઘણો ફાળો રહેલો હોવાનું જણાવી રાષ્‍ટ્રને ફાર્મા ક્ષેત્રે ૫૫ મિલિયન ડોલ સુધી લઇ જવાનું વિઝન રાખવામાં આવ્‍યું હોવાનું કહ્યું હતું. તેમણે ફાર્મા ક્ષેત્રેની સાથે હવે એગ્રિ., મેડીકલ  જેવા વિઝન ક્ષેત્રે પણ કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવી મિશન-વિઝન અને એકશન સાથે આગળ વધી રહ્યા હોવાનું કહ્યું હતું.   ફાર્મા વિઝનનો પ્રારંભ વર્ષ-૨૦૦૮ થી માત્ર ૩૦૦ વિદ્યાર્થીઓથી કરવામાં આવ્‍યો હતો જેનો આજે ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે જે ફાર્મા વિઝનની પ્રગતિ દર્શાવે છે.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 12
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 12

એબીવીપીના ડૉ. સી.એમ.પટેલે આ ફાર્મા વિઝન સેમિનારમાં કિવઝ, ડેર ટુ સેલ (ડીજીટલ માર્કેટીંગ), ફાર્મા રેસીપી મેકીંગ, ઇન્‍ક્રફાર્મ, પોસ્‍ટર પ્રેઝન્‍ટેશન, મોડેલ પ્રેઝન્‍ટેશન અને ગૃપ પાર્લામેન્‍ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવાની સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવશે. જે વ્‍યક્તિગત તથા ટેકનીકલ કુશળતાને વધુ ઉજાગર કરવાની સાથે નવી તકોના દ્વાર ખોલવાનું કામ કરનારો બની રહેશે તેમ જણાવી આ સેમિનારમાં દેશભરની વિવિધ સંસ્‍થામાં ફાર્મા સેકટરના ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ  લઇ રહ્યા છે.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 13
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 13

શ્રી પટેલે આ સેમિનારનો મુખ્‍ય ઉદ્દેશ ફાર્મા ક્ષેત્રે જ્ઞાનના પ્રસારની સાથે વર્તમાન પરિસ્‍થિતિનો ચિતાર રજૂ કરી ભાવિ સંભાવનાઓ વિશે વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતમાં જાગૃતિ ફેલાવાનો હોવાનું કહ્યું હતું. પ્રારંભમાં ચારૂસેટ ફાર્મસી કોલેજના આચાર્ય શ્રી મનન રાવલે સ્‍વાગત પ્રવચન કર્યું હતું. જયારે અંતમાં ડૉ. નિરજ વ્‍યાસે આભારવિધિ કરી હતી.

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 14
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 14

આ પ્રસંગે ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્‍દ્રભાઇ પટેલ, ચારૂસેટના એડવાઇઝર ડૉ. બી. જી. પટેલ, વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્‍સેલરશ્રીઓ, ખંભાતના ધારાસભ્‍ય શ્રી મયુરભાઇ રાવલ, પૂર્વ મંત્રી શ્રી રોહિતભાઇ પટેલ અને સી.ડી.પટેલ, માજી ધારાસભ્‍ય શ્રી સંજયભાઇ પટેલ, જિલ્‍લા અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ, ચારૂસેટના કેળવણી મંડળના ટ્રસ્‍ટીઓ, એબીવીપીના ઝોનલ ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી શ્રી સુરેન્‍દ્ર નાઇક, ચારૂસેટની વિવિધ ફેકલ્‍ટીઓના ડીનશ્રીઓ, પ્રાધ્‍યાપકશ્રીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. (જિતેન્દ્રરામી)

Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 15
Opening Of The Ninth National Pharma Seminar Vision 2019 15

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More