- Advertisement -

પાલકદાતા દ્વારા અંજાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૧૫ અતિ ઓછા વજનવાળાં બાળકો દત્તક લેવાયાં

મેઘપર(બોરિચી) ખાતે રાજયમંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં પોષણ અભિયાન કાર્યક્રમની ઉજવણી કરાઇ

રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા ૨૦૨૦ થી ૨૦૨૨ સુધીમાં સુપોષિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા શરૂ કરાયેલા પોષણ અભિયાન અંતર્ગત દાતાએ એક પણ પૈસો આપવાનો નથી, પરંતુ પોતાનાં બાળક જેટલી ચિંતા કરી માત્ર તેનું ધ્યાન રાખવાનું છે, તેમ આજે મેઘપર(બો) ખાતે પોષણ અભિયાન કાર્યક્રમને સંબોધતાં રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. આજે અંજાર તાલુકાના મેઘપર(બો) ખાતે રાજયમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરેક ગામડાઓમાં અને આગણવાડીમાંથી કુપોષણ બાળકને દત્તક લેવાનો છે. આ સાથે-સાથે સરકારની પાલક યોજના ઘરે-ઘરે અને ગામડે-ગામડે પહોંચાડવાનો છે.

Palakadata Dwara Anjar Saheri Ane Gramy Vistar Ma 215 Ati Ochha Vajanavala Balako Dattak Levaya 01

- Advertisement -

- Advertisement -

247

Get real time updates directly on you device, subscribe now.

પાલકદાતા દ્વારા અંજાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૧૫ અતિ ઓછા વજનવાળાં બાળકો દત્તક લેવાયાં

રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા ૨૦૨૦ થી ૨૦૨૨ સુધીમાં સુપોષિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા શરૂ કરાયેલા પોષણ અભિયાન અંતર્ગત દાતાએ એક પણ પૈસો આપવાનો નથી, પરંતુ પોતાનાં બાળક જેટલી ચિંતા કરી માત્ર તેનું ધ્યાન રાખવાનું છે, તેમ આજે મેઘપર(બો) ખાતે પોષણ અભિયાન કાર્યક્રમને સંબોધતાં રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. આજે અંજાર તાલુકાના મેઘપર(બો) ખાતે રાજયમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરેક ગામડાઓમાં અને આગણવાડીમાંથી કુપોષણ બાળકને દત્તક લેવાનો છે. આ સાથે-સાથે સરકારની પાલક યોજના ઘરે-ઘરે અને ગામડે-ગામડે પહોંચાડવાનો છે.

  • પાલકદાતાએ એક પૈસો આપવાનો નથી માત્ર પોતાનાં  બાળક જેટલું તેનું ધ્યાન રાખવાનું છે
  • મેઘપર(બોરિચી) ખાતે રાજયમંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં પોષણ અભિયાન કાર્યક્રમની ઉજવણી કરાઇ
Palakadata Dwara Anjar Saheri Ane Gramy Vistar Ma 215 Ati Ochha Vajanavala Balako Dattak Levaya 04
Palakadata Dwara Anjar Saheri Ane Gramy Vistar Ma 215 Ati Ochha Vajanavala Balako Dattak Levaya 04

આ કાર્યક્રમ થકી જ આપણે પોષણ અભિયાનને સાર્થક કરી શકીશું તેમ વધુમાં રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. આ પ્રસંગે પોષણ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોની અન્ન પ્રાસાન વિધિ પણ કરવામાં આવી હતી. રાજયમંત્રીશ્રીએ મેઘપર(બો) આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઇ બાળકો અને આગણવાડીની બહેનો સાથે સંવાદ કર્યો હતો અને પોષણક્ષમ વાનગીઓનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવભાઈ જોષીએ બાળકના મગજના વિકાસ માટે પ્રથમ ૧૦૦૦ દિવસ ખૂબ મહત્વના છે, તેમ જણાવી સગર્ભા મહિલાઓને આર્યન અને ફોલિક ગોળી અને બાળકને કૃમિનાશક દવા અપાય છે, તેને રાખી નહીં મૂકતાં તેઓ ઉપયોગ કરવા ભાર મૂકયો હતો અને પાલક વાલીઓને અતિ કુપોષિત બાળકો દત્તક લેવા બદલ ધન્યવાદ પાઠવ્યાં હતાં.

Palakadata Dwara Anjar Saheri Ane Gramy Vistar Ma 215 Ati Ochha Vajanavala Balako Dattak Levaya 03
Palakadata Dwara Anjar Saheri Ane Gramy Vistar Ma 215 Ati Ochha Vajanavala Balako Dattak Levaya 03
Related Posts
1 of 483

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે પોષણ અભિયાનનો મતલબ સમજાવતાં આંગણવાડીમાં ભણતા કે ન ભણતાં ૩ થી ૬ વર્ષના રેડઝોનમાં આવતાં અંજાર તાલુકામાં ૫૦૦૦ બાળકોમાંથી ૨૧૭ અતિ કુપોષિત બાળકોને પોષણ બરાબર મળે છે કે કેમ? તેની દેખરેખ રાખી ૧૦૦ ટકા બાળકોને કુપોષણથી બહાર લાવવાની સંપૂર્ણ દરકાર કરવાની છે. અંજાર તાલુકામાં અતિ ઓછાં વજનવાળા ૨૧૫ બાળકોને પાલક દાતાઓ દ્વારા દત્તક લઇ કુપોષણમાંથી બહાર લાવવા આયોજન કરાયું છે, જેમાં અંજાર નગરપાલિકા ઘટક-૧ અને ર માં ૩૧ બાળકો, રતનાલ ઘટક-૧-રમાં સૌથી વધુ ૫૩ બાળકો દત્તક લેવાયાં છે, જયારે ખેડોઇ ઘટકમાં ૩૭, મેઘપર ઘટકમાં ૪૨ અને ભીમાસર ઘટકમાં ૫૨ બાળકોને પાલક દાતા દ્વારા દત્તક લેવાયાં છે.

Palakadata Dwara Anjar Saheri Ane Gramy Vistar Ma 215 Ati Ochha Vajanavala Balako Dattak Levaya 02
Palakadata Dwara Anjar Saheri Ane Gramy Vistar Ma 215 Ati Ochha Vajanavala Balako Dattak Levaya 02

આ પ્રસંગે મેઘપર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ‘પોષણ અદાલત’ વિષય પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજીત વાનગી હરિફાઇના વિજેતાઓને રાજયમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ પાલક દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, સરહદ ડેરીના ચેરમેન અને ભાજપ મહામંત્રી વલમજીભાઈ હુંબલ, અંજાર પ્રાંત અધિકારી ડો. વી.કે.જોષી, મેઘપર(બો) સરપંચ ભોજાભાઈ આહિર, તાલુકા વિકાસ અધિકારી એ.જી.દેસાઇ, તા.પં. કારોબારી ચેરમેન બાબુભાઈ મરંડ, સીઆરસીના મયુર પટેલ, આંગણવાડીના રસીલાબેન કાનાણી સહિત સવિતાબેન વણકર, જીગર ગઢવી, તલાટી-કમ-મંત્રી નિખીલભાઈ, રાજભા ગઢવી, આમદ કોરાડ, કલ્પેશ મરંડ સહિત શિક્ષણ અને આરોગ્ય વિભાગના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. (વીએભટ્ટ)

Palakadata Dwara Anjar Saheri Ane Gramy Vistar Ma 215 Ati Ochha Vajanavala Balako Dattak Levaya 01
Palakadata Dwara Anjar Saheri Ane Gramy Vistar Ma 215 Ati Ochha Vajanavala Balako Dattak Levaya 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More