- Advertisement -

પાલનપુર ખાતે સેલ્ફ ડિફેન્સ અને ગુડ ટચ બેડ ટચ અંતર્ગત તાલીમ

મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે રાજય સરકાર કટિબધ્‍ધ છે : મહિલા આયોગના અધ્‍યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા

પાલનપુર મુકામે ગુજરાત રાજય મહિલા આયોગ અને શ્રીમતી આર. કે. પટેલ ઉ.મા. કન્યા વિધ્યાલય પાલનપુર ના સંયુક્ત ઉપક્રમે વિધ્યાર્થીનીઓને ‘ સેલ્ફ ડિફેન્સ ’ અને ‘ ગુડ ટચ બેડ ટચ ’ પર માર્ગદર્શન અને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ. જેમા ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા, ગુજરાત રાજય મહિલા આયોગના અધિક કલેકટર અને સભ્ય સચિવશ્રી શ્રીમતી વિણાબેન પટેલ, પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનનાં પી. આઈ શ્રીમતી એલ. પી. દેસાઈ, બનાસકાઠા જિલ્લા કેળવણી નિરિક્ષક શ્રીમતી અનિષાબેન પ્રજાપતી, પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ ની ઉપસ્થિતીમા રાજીબા કન્યા વિધ્યાલય ની વિધ્યાર્થીની ઓને માર્ગદર્શન તેમજ સ્વરક્ષણ માટેની તાલીમ નુ આયોજન કરવામા આવેલ. આ પ્રસંગે પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનના પી. આઈ દ્વારા જણાવવામાં આવેલ કે, બહેનોની સુરક્ષા માટે પોલીસ ચોવીસ કલાક તૈનાત હોય છે.

Palanpur Khate Self Defense Ane Good Touch Bad Touch Antargat Talim 03

- Advertisement -

- Advertisement -

218

Get real time updates directly on you device, subscribe now.

પાલનપુર ખાતે સેલ્ફ ડિફેન્સ અને ગુડ ટચ બેડ ટચ અંતર્ગત તાલીમ

  • રાજીબા કન્યા વિધ્યાલય પાલનપુર ખાતે ‘સેલ્ફ ડિફેન્સ’ ‘ગુડ ટચ બેડ ટચ’ અંતર્ગત તાલીમ વર્કશોપ યોજાયો
  • મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે રાજય સરકાર કટિબધ્‍ધ છે : મહિલા આયોગના અધ્‍યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા

પાલનપુર મુકામે ગુજરાત રાજય મહિલા આયોગ અને શ્રીમતી આર. કે. પટેલ ઉ.મા. કન્યા વિધ્યાલય પાલનપુર ના સંયુક્ત ઉપક્રમે વિધ્યાર્થીનીઓને ‘સેલ્ફ ડિફેન્સ’ અને ‘ગુડ ટચ બેડ ટચ’ પર માર્ગદર્શન અને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ. જેમા ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા, ગુજરાત રાજય મહિલા આયોગના અધિક કલેકટર અને સભ્ય સચિવશ્રી શ્રીમતી વિણાબેન પટેલ, પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનનાં પી. આઈ શ્રીમતી એલ. પી. દેસાઈ, બનાસકાઠા જિલ્લા કેળવણી નિરિક્ષક શ્રીમતી અનિષાબેન પ્રજાપતી, પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ ની ઉપસ્થિતીમા રાજીબા કન્યા વિધ્યાલય ની વિધ્યાર્થીની ઓને માર્ગદર્શન તેમજ સ્વરક્ષણ માટેની તાલીમ નુ આયોજન કરવામા આવેલ. આ પ્રસંગે પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનના પી. આઈ દ્વારા જણાવવામાં આવેલ કે, બહેનોની સુરક્ષા માટે પોલીસ ચોવીસ કલાક તૈનાત હોય છે.

Palanpur Khate Self Defense Ane Good Touch Bad Touch Antargat Talim 01
Palanpur Khate Self Defense Ane Good Touch Bad Touch Antargat Talim 01
Related Posts
1 of 443

મુસીબત ના સમયમાં ૧૮૧ હેલ્પલાઈન ડાયલ કરવાથી પોલીસ ની કોઈપણ સમયે મદદ મળે છે. તેમણે જણાવ્યુ કે, મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ ની તાલીમ  લેવી જોઈએ જેથી સ્વરક્ષણ કરી શકાય. આ પ્રસંગે મહિલા આયોગ ના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ વિધ્યાર્થીનીઓને જણાવેલ કે, મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે રાજય સરકાર કટિબધ્‍ધ છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બહેનોને મુશ્કેલીના સમયમાં મદદરૂપ બનવા નારી અદાલતો સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામે આજે રાજયમાં ૨૭૦ નારી અદાલતો કાર્યરત છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા દિકરીઓ માટે કવચ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.

Palanpur Khate Self Defense Ane Good Touch Bad Touch Antargat Talim 02
Palanpur Khate Self Defense Ane Good Touch Bad Touch Antargat Talim 02

જેમાં ગુડ ટચ અને બેડ ટચ અંગેની માહિતી આપવામા આવે છે તથા સ્વરક્ષણ ની તાલીમ આપવામા આવી રહી છે. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા ૧૮૧ હેલ્પલાઈન શરૂ કરવામા આવેલ છે તેની સાથે ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરઆમા આવેલ છે. આ પ્રસંગે કવચ કાર્યક્રમની ટીમ દ્વારા વિધ્યાર્થીનીઓને આત્મસુરક્ષા માટેની વિવિધ ટેકનીકો જેવિકે લેસ્ટ ટેકનીક, માઈ મવારી ટેકનીક, હીપ ટેકનીક, લોક એન્ડ ચોક ટેકનીક જેવા સ્ટેપ શિખવવામા આવ્યા હતાં. આ કાર્યક્રમમા શાળાના ટ્રસ્ટીગણ, શાળાના આચાર્ય શારદાબેન,  શાળા પરીવાર, વિધ્યાર્થીનીઓ વગેરે મોટી સંખ્યામા ઉપસ્થીત રહ્યા હતાં.

Palanpur Khate Self Defense Ane Good Touch Bad Touch Antargat Talim 03
Palanpur Khate Self Defense Ane Good Touch Bad Touch Antargat Talim 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More