- Advertisement -

પાંચ વર્ષની હિરને વ્‍હીલ ચેર મળી

મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હિર પર હેત વરસાવ્‍યું.

કોઇપણ માતા-પિતા હોય જયારે ઘરમાં પારણું બંધાય ત્‍યારે તેઓના મુખ પર એક અનેરી ખુશી જોવા મળતી હોય છે. આ બાળક જયારે એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ એમ જેમ જેમ મોટું થતું જાય છે ત્‍યારે માતા-પિતા આ બાળકની પા..પા..પગલીની આતુરતાથી રાહ જોતું હોય છે. પરંતુ જયારે આ બાળક પા..પા..પગલી ન કરતું હોય ત્‍યારે માતા-પિતાના મુખ પર એક ઉદાસી છવાઇ જતી હોય છે. પરંતુ કુદરતની આગળ માનવ પાંગળો બની જતો હોય છે. આવી જ કંઇક વાત છે તારાપુરના વિનીતકુમાર વિશ્વબંધુ શુકલની.

Pancha Varshani Hira Ne V‍hila Chera Mali 02

- Advertisement -

- Advertisement -

541

Get real time updates directly on you device, subscribe now.

પાંચ વર્ષની હિરને વ્‍હીલ ચેર મળી

કોઇપણ માતા-પિતા હોય જયારે ઘરમાં પારણું બંધાય ત્‍યારે તેઓના મુખ પર એક અનેરી ખુશી જોવા મળતી હોય છે. આ બાળક જયારે એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ એમ જેમ જેમ મોટું થતું જાય છે ત્‍યારે માતા-પિતા આ બાળકની પા..પા..પગલીની આતુરતાથી રાહ જોતું હોય છે. પરંતુ જયારે આ બાળક પા..પા..પગલી ન કરતું હોય ત્‍યારે માતા-પિતાના મુખ પર એક ઉદાસી છવાઇ જતી હોય છે. પરંતુ કુદરતની આગળ માનવ પાંગળો બની જતો હોય છે. આવી જ કંઇક વાત છે તારાપુરના વિનીતકુમાર વિશ્વબંધુ શુકલની.

Pancha Varshani Hira Ne V‍hila Chera Mali 01
Pancha Varshani Hira Ne V‍hila Chera Mali 01
Related Posts
1 of 398
  • પાંચ વર્ષની હિરને વ્‍હીલ ચેર મળી
  • મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હિર પર હેત વરસાવ્‍યું.
  • પિતા વિનીતકુમાર શુકલના મુખ પર જોવા મળી અનેરી ખુશી
  • હિરના વ્‍હારે આવ્‍યો જન વિકાસ ઝુંબેશ કાર્યક્રમ અહેવાલ : સંજય શાહ

વિનીતકુમારના ઘરમાં પાંચ વર્ષ પહેલાં દીકરી હિરનો જન્‍મ થયો હતો. પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હશે.  દિકરી જેમ જેમ મોટી થતી ગઇ તેમ તેમ પા..પા..પગલી કરી શકતી નહોતી. જયાં જવું હોય ત્‍યાં દિકરીને તેડીને જ જવું પડતું હતું. દિકરી હિર ૮૦ ટકા દિવ્‍યાંગતા ધરાવતી હોવાથી આ દિકરીને પણ કયાં ખબર હતી કે પોતે ચાલી શકતી નથી. હજું તો તેને પુરતો જીવનનો પણ આનંદ માણ્‍યો નથી. પરંતુ કુદરતની આગળ માનવ પાંગળો છે તે ઉકિતને માતા-પિતાએ હિર પર હેત વરસાવા લાગ્‍યું. દિકરી હિરને પણ કયાં ખબર હતી કે આટલી નાની ઉંમરમાં તે રાજયના મુખ્‍ય મંત્રીશ્રીને મળશે.

Also You like to read
1 of 209
Pancha Varshani Hira Ne V‍hila Chera Mali 02
Pancha Varshani Hira Ne V‍hila Chera Mali 02

અહીં વાત કરવી છે રાજયના મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી જિલ્‍લા કલેકટર શ્રી દિલીપ રાણાએ આણંદ જિલ્‍લાના તારાપુર તાલુકાની પસંદગી કરી તાલુકાના ગામે-ગામ જિલ્‍લાના અમલીકરણ અધિકારીઓને દરેક ગામની જવાબદારીઓ સોંપી હતી. અને તાલુકાનો કોઇપણ સાચો લાભાર્થી સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહી ન જાય તે માટે સતત એક માસ સુધી જન વિકાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન વિનીતકુમાર શુકલની પાંચ વર્ષની દિકરી હેતને ૮૦ ટકા દિવ્‍યાંગતા હોવાનું જણાઇ આવતાં સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ હેઠળના ફોર્મ ભરાવવામાં આવ્‍યા. હજુ તો જે પાંચ વર્ષની દિકરીએ પૂરી દુનિયા જોઇ નથી અને જેને હજુ જીવનની પા..પા..પગલી માંડી છે તેને કયાં ખબર હતી કે હું રાજયના મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને મળીશ. તારાપુર તાલુકામાં જન વિકાસ ઝુંબેશ કાર્યક્રમ દરમિયાન રાજય સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્‍વિત થયેલ ૧૭ હજારથી વધુ લાભાર્થીઓને તેઓના લાભો સીધે-સીધા મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યા તેમાં આ પાંચ વર્ષની દિકરી હિરનો સમાવેશ થતો હતો.

Pancha Varshani Hira Ne V‍hila Chera Mali 03
Pancha Varshani Hira Ne V‍hila Chera Mali 03

જયારે સ્‍ટેજ ઉપરથી દિકરી હિરને સાધન-સહાય પેટે ટ્રાયસીકલ આપવાની જાહેરાત થતાં પિતા વિનીતકુમાર તેમની પત્‍ની સાથે દિકરીને લઇને સ્‍ટેજ ઉપર પહોંચ્‍યા ત્‍યારે મુખ્‍ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પણ આ પાંચ વર્ષની હિર પર હેત વરસાવ્‍યા વિના ન રહી શકયા અને ખૂબ જ વ્‍હાલથી હિર સાથે હાથ મીલાવી માથા પર હાથ ફેરવીને આશિર્વાદ પાઠવ્‍યા ત્‍યારે પિતા વિનીતકુમારની ખુશી તેમના મુખ પર જોઇ શકાતી હતી. હિરને આ કાર્યક્રમમાં માત્ર ટ્રાયસીકલ જ નહીં પણ દિવ્‍યાંગતા પ્રમાણપત્ર, બસ પાસ અને તબીબી સહાય માટે નિરામય વીમાની પણ સહાય આપવામાં આવી હતી.

પિતા વિનીતકુમાર શુકલએ એક મુલાકાતમાં, અમારી આ નાની દિકરી માટે સરકાર અમારા માટે આશિર્વાદરૂપ બની છે. સમાજ સુરક્ષા વિભાગ તરફથી અમને પૂરતો સહયોગ મળ્યો છે. ટ્રાયસીકલ મળવાથી અમે અમારી દિકરીને જે તેડીને ફરવું પડતું હતું તેના બદલે હવે અમે તેને ટ્રાયસીકલમાં ફેરવી શકીશું તેમજ બસમાં પણ મફત મુસાફરી કરી શકશે. આમ અમને અમારી દિકરીને આવી સહાય મળવાથી અમે ખુબ ખુશ છીએ અને મુખ્‍ય મંત્રી શ્રી રૂપાણી સાહેબ તથા કલેકટર સાહેબનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ તેમ કહ્યું હતું. આમ, તારાપુર તાલુકામાં યોજાયેલ જન વિકાસ ઝુંબેશ કાર્યક્રમએ તાલુકાના અનેક પરિવારોમાં ખુશીઓ પાથરવાનું કામ કર્યું છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More