- Advertisement -

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) તાલુકાના મોરા ગામે ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

ગોધરા, શુક્રવાર : વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયને સમાન હક્કો-અધિકારો મળી રહે અને અન્ય સમાજની હરોળમાં આવી શકે તે માટે યુનો દ્વારા તા.૯મી ઓગસ્ટના દિવસને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરી વિશ્વભરમાં તેની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં આ દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે.

Panchamahala Jilla Ma Visva Aadivasi Divasa Ni Bhavya Ujavani 01

- Advertisement -

- Advertisement -

362

Get real time updates directly on you device, subscribe now.

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

ગોધરા, શુક્રવાર : વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયને સમાન હક્કો-અધિકારો મળી રહે અને અન્ય સમાજની હરોળમાં આવી શકે તે માટે યુનો દ્વારા તા.૯મી ઓગસ્ટના દિવસને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરી વિશ્વભરમાં તેની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં આ દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે.

  • પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) તાલુકાના મોરા ગામે ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
  • સ્વાતંત્ર્ય સંગ્રામના વીર સેના નાયકો બિરસા મુંડા અને ગોવિંદ ગુરૂને શ્રધ્ધાંજલિ
  • રાજ્યના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. – મંત્રી શ્રી પ્રદિપસિંહ

પંચમહાલ જિલ્લાના મોરવા (હ) તાલુકાના મોરા ગામે ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાજ્યના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે.

Panchamahala Jilla Ma Visva Aadivasi Divasa Ni Bhavya Ujavani 01
Panchamahala Jilla Ma Visva Aadivasi Divasa Ni Bhavya Ujavani 01

શ્રી જાડેજાએ જણાવ્યું હતું  કે અંબાજી થી લઇને ઉમરગામ સુધી ૯૦ લાખથી વધુ વસ્તી ધરાવતો આદિવાસી સમુદાય હરહંમેશ ગુજરાત સરકારના વિકાસ કાર્યોમાં અગ્રેસર રહ્યો  છે. આ સમુદાય રાજ્યના વિકાસમાં આશીર્વાદ રૂપ રહ્યા છે તેમજ આ સમાજના સ્વાંત્ર્ય સેનાની બિરસા મુંડા તેમજ ગોવિંદ ગુરૂના  શૌર્ય અને બલિદાનને હું આ પાવન અવસર ઉપર વંદન કરૂ છું. તેમજ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદી દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે દેશનુ પ્રથમ આદિવાસી મ્યુઝિયમ “બિરસા મુંડા મ્યુઝિયમ” બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જે સમગ્ર આદિવાસી સમાજ અને તેમના નેતા શ્રી બિરસા મુંડા ને આપવામાં આવેલી શ્રધ્ધાંજલિ છે.

તેમણે જણાવ્યુ હતું કે નિર્ણાયક, ગતિશીલ, પારદર્શિ અને સંવેદનશીલ એવી ગુજરાત સરકારે આદિવાસી સમુદાયના વિકાસને હંમેશા પ્રાથમિકતા આપી છે અને તેમના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. આદિવાસી સમુદાયમાં  કોઇ પણ કુપોષણથી મૃત્યુ ન પામે તે માટે દૂધ- સંજીવની યોજના, આદિવાસી સમુદાયના  વનબંધુઓને તેમના જમીનના હક્ક મળી રહે તે માટે વનબંધુ યોજના, તેમજ તેઓને મેડિકલ ક્ષેત્રે સરળતાથી એડમિશન મળી રહે તે માટેની યોજનાઓ જેવી ઘણી યોજનાઓનો લાભ લઇને આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.

Panchamahala Jilla Ma Visva Aadivasi Divasa Ni Bhavya Ujavani 02
Panchamahala Jilla Ma Visva Aadivasi Divasa Ni Bhavya Ujavani 02
Related Posts
1 of 481

શ્રી જાડેજાએ આદિવાસી દિવસની ઉજવણીના પાવન અવસર ઉપર વિશેષમાં જણાવ્યું હતું કે સંવેનશીલ ગુજરાત સરકાર આગામી સમયમાં પણ આદિવાસી સમાજના ઉત્થાન માટે તેમજ તેઓના વિકાસ માટે પ્રયત્નશીલ રહેશે. ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સારી હોવાની કારણે રાજ્યનો સર્વાંગી વિકાસ થયો છે જેના કારણે રોજગારી વધી છે અને રાજ્યનો દરેક વર્ગ સમૃધ્ધ થયો છે.

આ પ્રસંગે ગૃહમંત્રીશ્રીએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યુ  હતું કે પંચમહાલ જિલ્લાના પ્રભારી તરીકે ઘણા દિવસોથી મોરા ગામે આવીને લોકસંપર્ક કરવાની ઇચ્છા હતી,  જે આજે આ પવિત્ર દિવસે પુરી થઇ છે.

સમારોહના મુખ્ય મહેમાન અને ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમ લિમીટેડના અધ્યક્ષ શ્રી અમરશીભાઈ ખાંભલિયાએ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે માનગઢ ક્રાંતિને યાદ કરીને તેમાં શહિદ થનાર વીરોને શ્રધ્ધાંજલિ આપી હતી. તેઓએ આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસ વિશે લોકોને માહિતગાર કર્યા હતા. તેમજ આ દિવસનું મહત્વ સમજાવતા કહ્યું  હતુ કે આદિવાસી સમાજ રાષ્ટ્રની પ્રગતિમાં જોડાય તે માટે આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે તેમજ આઝાદીની લડાઇમાં પણ આદિવાસી સમુદાયનો સિંહફાળો રહ્યો છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓએ આદિવાસીઓને પગભર કર્યા છે.

Panchamahala Jilla Ma Visva Aadivasi Divasa Ni Bhavya Ujavani 03
Panchamahala Jilla Ma Visva Aadivasi Divasa Ni Bhavya Ujavani 03

આદિવાસી સમુદાયને પ્રકૃતિ પુજક માનવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીને કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પુજનથી કરવામાં આવી હતી. અત્રે ઉપસ્થિત મુખ્યમહેમાનોનું સ્થાનિક આગેવાનો દ્વારા શ્રી બિરસા મુંડાની પ્રતિમા આપીને તેમજ આદિવાસી સમુદાયના પરંપરાગત તીર-કામઠા અને ચાંદીના કડા આપીને લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસે  જિલ્લામાંથી મેડીકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓનું, તેમજ ખેલમહાકુંભમાં ભાગ લઇ રાજ્યસ્તરે  વિવિધ રમતમાં સિધ્ધી પ્રાપ્ત કરનાર તેજસ્વી રમતવીરોનું, બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયેલ વિધાર્થીઓનું, તેમજ જિલ્લાના પ્રગતિશીલ પશુપાલક અને ખેડુતોનુ વિવિધ પુરસ્કાર,પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, જિલ્લા કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી લીના પાટિલ તેમજ જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Panchamahala Jilla Ma Visva Aadivasi Divasa Ni Bhavya Ujavani 04
Panchamahala Jilla Ma Visva Aadivasi Divasa Ni Bhavya Ujavani 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More