પાણીમાં ફસાયેલા લોકોને NDRF ટીમ દ્વારા મોડી રાત્રે રેસ્ક્યૂ કરાયા

તંત્રએ  કરેલ ત્વરીત કામગીરી અમારા માટે કાયમ યાદગાર રહેશે. :- ડાયાભાઇ રાયચુરા

પોરબંદર તા.૩૦, અવિરત મેઘસવારી વિજળીના કડાકા અને ભડાકા વચ્ચે સામાજીક કામે પોરબંદરથી ખંભાળીયા જતા રાયચુરા અને સોનૈયા પરિવાર માટે મજીવાણા થી સોઢાણા વચ્ચે કુંજપુલ પસાર કરતા તેમની કાર પાણીમાં ફસાઇ જાય છે. ચાલક ચીરાગભાઇએ કોઇ રીતે જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓનો ટેલિફોનીક સંપર્ક સાધ્યો. આ સંપર્ક સેતુ સધાતા જિલ્લા કલેકટરશ્રી ડી.એન. મોદીના માર્ગદર્શન તળે નાયબ કલેકટરશ્રી કે.વી. બાટી, મામલતદારશ્રી જે. આર. હિરપરા, તાલુકા વિકાસ અધિકારી રાજુ ઉનડકટ અને જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહીલ પણ સ્થળ પર પહોચે છે.

Pani Ma Phasayela Loko Ne Ndrf Team Dvara Modi Ratre Reskyu Karaya 01
246

Get real time updates directly on you device, subscribe now.

પાણીમાં ફસાયેલા લોકોને NDRF ટીમ દ્વારા મોડી રાત્રે રેસ્ક્યૂ કરાયા

Related Posts
1 of 326

પોરબંદર તા.૩૦, અવિરત મેઘસવારી વિજળીના કડાકા અને ભડાકા વચ્ચે સામાજીક કામે પોરબંદરથી ખંભાળીયા જતા રાયચુરા અને સોનૈયા પરિવાર માટે મજીવાણા થી સોઢાણા વચ્ચે કુંજપુલ પસાર કરતા તેમની કાર પાણીમાં ફસાઇ જાય છે. ચાલક ચીરાગભાઇએ કોઇ રીતે જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓનો ટેલિફોનીક સંપર્ક સાધ્યો. આ સંપર્ક સેતુ સધાતા જિલ્લા કલેકટરશ્રી ડી.એન. મોદીના માર્ગદર્શન તળે નાયબ કલેકટરશ્રી કે.વી. બાટી, મામલતદારશ્રી જે. આર. હિરપરા, તાલુકા વિકાસ અધિકારી રાજુ ઉનડકટ અને જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહીલ પણ સ્થળ પર પહોચે છે.

  • તંત્રએ  કરેલ ત્વરીત કામગીરી અમારા માટે કાયમ યાદગાર રહેશે. :- ડાયાભાઇ રાયચુરા
  • પાણીમાં ફસાયેલા સાત લોકોને NDRF જિલ્લા વહિવટીતંત્ર દ્રારા મોડી રાત્રે રેસ્ક્યુ કરાયા
Pani Ma Phasayela Loko Ne Ndrf Team Dvara Modi Ratre Reskyu Karaya 01
Pani Ma Phasayela Loko Ne Ndrf Team Dvara Modi Ratre Reskyu Karaya 01

જિલ્લાતંત્ર દ્રારા તાત્કાલિક અગાઉથી કુતીયાણા ખાતે તહેનાત NDRF ટીમને સંદેશો પહોચાડી સ્થળ પર પહોંચાવાનુ કહેવાયું. મોડી રાત્રે જિલ્લા તંત્રના અધિકારીઓ NDRFની ટીમ સાથે સાત વ્યક્તિને હેમ-ખેમ  સહિ સલામત રેસ્ક્યુ કરાયા. પાણીની બહાર નીકળતા જ ડાયાભાઇ રાયચુરાએ કહ્યું તંત્ર અમારા માટે આજે ભગવાન બનીને આવ્યું છે.તંત્રએ કરેલ ત્વરીત કામગીરી અમારા માટે કાયમ યાદગાર રહેશે. મારૂ તો  જીંદગીનું આયખુ પુરૂ થવામાં છે. પરંતુ મોડી રાત્રે મારી સાથે રહેલા જયસુખભાઇ સાનૈયા (૬૦) ચીરાગ સોનૈયા (૨૭), પ્રફેલાબેન સૌનૈયા (૫૫), પુજાબેન રાયચુરા(૫૦), બીનાબેન રાયચુરા (૪૫) અને  રશીલાબેન રાયચુરા (૮૦) ને પણ નવુ જીવન મળ્યું છે. અમે આજે તંત્રનો જેટલો આભાર માનીયે તેટલો ઓછો છે.

Also You like to read
1 of 138
Pani Ma Phasayela Loko Ne Ndrf Team Dvara Modi Ratre Reskyu Karaya 02
Pani Ma Phasayela Loko Ne Ndrf Team Dvara Modi Ratre Reskyu Karaya 02

નાયબ કલેકટરશ્રી બાટીએ  કહયુ કે, રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી પોરબંદર રાત્રે પહોંચ્યા ત્યારે વહેલી સવારના ૪-૩૦ વાગ્યા હતા. પરંતુ લોકોને મદદદરૂપ થવાનો સંતોષ મોટો છે. અમને ટેલીફોનીક સંદેશો મળતા રાયચુરા અને સૌનૈયા પરીવારને સલામત રેસ્ક્યુ કરવા અમારી ફરજ હતી. NDRF ના જવાનોની કામગીરી એટલી જ સરાહનીય રહી હતી.

Pani Ma Phasayela Loko Ne Ndrf Team Dvara Modi Ratre Reskyu Karaya 03
Pani Ma Phasayela Loko Ne Ndrf Team Dvara Modi Ratre Reskyu Karaya 03

ઉપરાંત કુતીયાણા પસવારી જતા રસ્તા પશ્ર વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૯ લોકો જેમાં એક નાના બાળકનો સમાવેશ થાય છે તેને પણ કુતીયાણા તાલુકા વહિવટીતંત્ર અને  NDRF ટીમ  દ્રારા રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Pani Ma Phasayela Loko Ne Ndrf Team Dvara Modi Ratre Reskyu Karaya 04
Pani Ma Phasayela Loko Ne Ndrf Team Dvara Modi Ratre Reskyu Karaya 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More