- Advertisement -

પાવાગઢ-વડાતળાવ ખાતેથી પાંચમા પંચમહોત્સવનો પ્રારંભ કરાવતા શિક્ષણમંત્રી

“બેટી બચાવો બેટી પઢાવો” થીમ પર પાવાગઢ-વડાતળાવ ખાતેથી પાંચમા પંચમહોત્સવનો પ્રારંભ કરાવતા શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાવાગઢના વડાતળાવ ખાતેથી પાંચમા પંચમહોત્સવનો દબદબાભેર પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પાંચ દિવસ ચાલનારા સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો સાથે ક્રાફ્ટ બજાર, ફૂડ બજાર, એમ્યુઝમેન્ટ પાર્કનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા સમારોહના અધ્યક્ષસ્થાનેથી બોલતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાવાસીઓના ઉત્સાહ અને લોકભાગીદારીના પગલે પંચમહોત્સવ દેશ-વિદેશના લોકોને આકર્ષતા રાજ્યના પ્રમુખ ઉત્સવો પૈકીનો એક બની રહ્યો છે.

Pavagadh Vadatalav Khatethi Panchama Panchamahotsav No Prarambh Karavata Shikshanmantri 04

- Advertisement -

- Advertisement -

105

Get real time updates directly on you device, subscribe now.

પાવાગઢ-વડાતળાવ ખાતેથી પાંચમા પંચમહોત્સવનો પ્રારંભ કરાવતા શિક્ષણમંત્રી

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાવાગઢના વડાતળાવ ખાતેથી પાંચમા પંચમહોત્સવનો દબદબાભેર પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પાંચ દિવસ ચાલનારા સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો સાથે ક્રાફ્ટ બજાર, ફૂડ બજાર, એમ્યુઝમેન્ટ પાર્કનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા સમારોહના અધ્યક્ષસ્થાનેથી બોલતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાવાસીઓના ઉત્સાહ અને લોકભાગીદારીના પગલે પંચમહોત્સવ દેશ-વિદેશના લોકોને આકર્ષતા રાજ્યના પ્રમુખ ઉત્સવો પૈકીનો એક બની રહ્યો છે.

  • “બેટી બચાવો બેટી પઢાવો” થીમ પર પાવાગઢ-વડાતળાવ ખાતેથી પાંચમા પંચમહોત્સવનો પ્રારંભ કરાવતા શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
  • કાફ્રટ બજાર, ફૂડ બજાર, એમ્યુઝમેન્ટ પાર્ક સાથે પાંચ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમોનો શૂભારંભ
  • પ્રથમ દિવસે કિર્તીદાન ગઢવીએ દિકરીની વહાલપના ગીતોથી શ્રોતાઓને રસતરબોળ કર્યા 
Related Posts
1 of 439
Pavagadh Vadatalav Khatethi Panchama Panchamahotsav No Prarambh Karavata Shikshanmantri 01
Pavagadh Vadatalav Khatethi Panchama Panchamahotsav No Prarambh Karavata Shikshanmantri 01

વર્તમાન પંચમહોત્સવની થીમ “બેટી બચાવો બેટી પઢાવો”નો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે પંચમહોત્સવ શ્રેષ્ઠત્તમ મનોરંજન ઉપરાંત દર વર્ષે એક અગત્યનો સંદેશ પણ લોકોમાં પ્રસરાવે છે, જે તેની વિશેષતા છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ ઉત્સવના પંચમહાલની વિશિષ્ટ લોકસંસ્કૃતિને વિશ્વ સમક્ષ ઉત્તમ રીતે પ્રસ્તુત કરવાનો, પ્રવાસીઓને નવીન અનુભવો પૂરા પાડવાનો અને સ્થાનિક ટેલન્ટ તેમજ રોજગારીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે.

Pavagadh Vadatalav Khatethi Panchama Panchamahotsav No Prarambh Karavata Shikshanmantri 02
Pavagadh Vadatalav Khatethi Panchama Panchamahotsav No Prarambh Karavata Shikshanmantri 02
Also You like to read
1 of 187

જિલ્લા તંત્ર દ્વારા કરાયેલ આયોજન અને ઉપસ્થિત જંગી જનમેદનીએ કાર્યક્રમને અત્યાર સુધી આપેલા પ્રતિસાદની પ્રશંસા કરતા તેમણે લોકોને આ કાર્યક્રમનો આનંદ માણવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતા વડાતળાવના કિનારે પાવાગઢ વિસ્તારની અલૌકિક પ્રાકૃતિક સુંદરતાના સાંનિધ્યમાં પંચમહાલની લોકસંસ્કૃતિ અને સંગીતના સંગમસમા પંચમહોત્સવનો વધુમાં વધુ લાભ ઉઠાવવા વિનંતિ કરી હતી. આ અગાઉ મંત્રીશ્રીએ અન્ય મહાનુભાવો સાથે ક્રાફ્ટ બજાર, ટેન્ટ સીટી સહિતના આકર્ષણોની મુલાકાત લીધી હતી.

Pavagadh Vadatalav Khatethi Panchama Panchamahotsav No Prarambh Karavata Shikshanmantri 03
Pavagadh Vadatalav Khatethi Panchama Panchamahotsav No Prarambh Karavata Shikshanmantri 03

પંચમહોત્સવના પ્રથમ દિવસે જાણીતા ગાયક કિર્તીદાન ગઢવીના દિકરીની વહાલપ અંગેના ગીતોથી શ્રોતાઓ રસતરબોળ બનીને ઝૂમી ઉઠ્યા હતા. પંચમહોત્સવ ભક્તોને 51 શક્તિપીઠો પૈકીના એક એવા પાવાગઢના દર્શન કરવા સાથે પાવાગઢની તળેટીમાં વડાતળાવના કિનારે નયનરમ્ય વાતાવરણમાં ગીત-સંગીતના શ્રેષ્ઠત્તમ પર્ફોમન્સીસ સહિત અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ક્રાફ્ટ બજાર, ટ્રાઈબલ ફૂડ, એડવેન્ચર એક્ટીવિટીઝના વિકલ્પો પૂરા પાડે છે.

Pavagadh Vadatalav Khatethi Panchama Panchamahotsav No Prarambh Karavata Shikshanmantri 04
Pavagadh Vadatalav Khatethi Panchama Panchamahotsav No Prarambh Karavata Shikshanmantri 04

આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી સુરેન્દ્ર પટેલ, પૂર્વ સાંસદશ્રી પ્રભાતસિંહ ચૌહાણ, કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ,  ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટર શ્રી ગોપાલભાઈ શેઠ, અગ્રણી શ્રી પરાક્રમસિંહ જાડેજા અને અશ્વિનભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ ગોધરા રેન્જ ડિઆઈજી શ્રી એમ.એસ. બરાડા, જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલ, નાયબ વનસંરક્ષક ડો.જી.એસ.સિંહ સહિતના અધિકારીઓ અને જિલ્લાના પ્રમુખ ઔદ્યોગિક ગૃહોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More