- Advertisement -

દુનિયાના ૧૨૦ દેશોમાં દવાઓની નિકાસ કરતી દવા ઉત્પાદક કંપનીઓ ગુજરાતમાં

ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગા ખાતે ફાર્મા વિઝન સેમિનાર સંપન્ન

આણંદઃ રવિવારઃ ભારત સરકારના જહાજ,કેમીકલ,ફર્ટીલાઝર મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશમાં ફાર્મા સેક્ટરનું ભવિષ્ય ઉજ્જવળ છે આજે દુનિયાના ૧૨૦ દેશોમાં ભારતીય દવાઓની નિકાસ થાય છે અમેરિકા અને યુરોપના દેશોમાં પણ ભારતીય દવાઓને સ્થાન મળ્યું છે ભારતમાં દવાઓના સંશોધનમાં પણ આપણો યુવા વર્ગ અગ્રેસર રહ્યો છે પહેલા ભારતિય શંશોધિત થયેલ દવાને પેટન્ટ મેળવતા ત્રણ-ચાર વર્ષ લાગતા હતા આજે દોઢ વર્ષમાં જ મળી જાય છે અને દેશની એક હજાર જેટલી રીસર્ચને પેટન્ટ મળી ચૂકી છે આ બદલાવ ભારત સરકાર લાવી શકી છે.

Pharmaceutical Companies Exporting Medicines To 120 Countries Of The World In Gujarat 02

- Advertisement -

- Advertisement -

371

Get real time updates directly on you device, subscribe now.

દુનિયાના ૧૨૦ દેશોમાં દવાઓની નિકાસ કરતી દવા ઉત્પાદક કંપનીઓ ગુજરાતમાં

આણંદઃ રવિવારઃ ભારત સરકારના જહાજ,કેમીકલ,ફર્ટીલાઝર મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશમાં ફાર્મા સેક્ટરનું ભવિષ્ય ઉજ્જવળ છે આજે દુનિયાના ૧૨૦ દેશોમાં ભારતીય દવાઓની નિકાસ થાય છે અમેરિકા અને યુરોપના દેશોમાં પણ ભારતીય દવાઓને સ્થાન મળ્યું છે ભારતમાં દવાઓના સંશોધનમાં પણ આપણો યુવા વર્ગ અગ્રેસર રહ્યો છે પહેલા ભારતિય શંશોધિત થયેલ દવાને પેટન્ટ મેળવતા ત્રણ-ચાર વર્ષ લાગતા હતા આજે દોઢ વર્ષમાં જ મળી જાય છે અને દેશની એક હજાર જેટલી રીસર્ચને પેટન્ટ મળી ચૂકી છે આ બદલાવ ભારત સરકાર લાવી શકી છે.

  • ફાર્મા સેકટરનું ભવિષ્ય ઉજ્જવળ દુનિયાના ૧૨૦ દેશોમાં ભારતીય દવાઓની નિકાસ ભારતની સૌથી મોટી દવા ઉત્પાદક કંપનીઓ ગુજરાતમાં -કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયા
  • ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગા ખાતે ફાર્મા વિઝન સેમિનાર સંપન્ન
Related Posts
1 of 401
Pharmaceutical Companies Exporting Medicines To 120 Countries Of The World In Gujarat 01
Pharmaceutical Companies Exporting Medicines To 120 Countries Of The World In Gujarat 01

ચારુતર યુનિ ચાંગા, રામભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી ખાતે વિધાર્થી વિકાસ ના નિધિ ટ્રસ્ટ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે નવમા નેશનલ ફાર્માવિઝન સેમિનાર ના આજના બીજા દિવસે ભારત સરકારના મંત્રી શ્રી મનસુખ ભાઈ માંડવીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને માર્ગદર્શન કર્યું હતું.

આ સેમિનારમાં દેશના ૨૬ રાજ્યોના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિને આવકારતાં મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ જણાવ્યું હતું કે ગુજરાત આવ્યા છો તો ગુજરાતને ભરપૂર માણો જાણો અને કરો તમે ઘણું જાણવાનું મળશે દેશની સૌથી મોટી દવા ઉત્પાદક કંપનીઓ ગુજરાતમાં જ છે તેની મુલાકાત લેવા પણ મંત્રીશ્રીએ સૂચવ્યું હતું મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા એ સેમિનારની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

Also You like to read
1 of 211
Pharmaceutical Companies Exporting Medicines To 120 Countries Of The World In Gujarat 02
Pharmaceutical Companies Exporting Medicines To 120 Countries Of The World In Gujarat 02

કેન્દ્રીય જહાજ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને મંચસ્થ મહાનુભાવો ના શુભ હસ્તે ફાર્મસી ક્ષેત્રે ઉજ્વળ ભવિષ્ય ને નિર્દેશ કરતા એક પુસ્તક નું પણ વિમોચન કર્યું હતું.વર્ષ ૨૦૦૮માં ફાર્મા વિઝન સેમિનાર ની શરૂઆત થઈ હતી અને હવે આગામી દસમો સેમિનાર ૨૦૨૦માં પાયોનીયાર ઇન્સ્ટિટ્યૂટ વડોદરા ખાતે યોજાશે. એવી જાહેરાત કરવામાં આવી હતી.

બે દિવસીય ફાર્મા વિઝન સેમિનાર માં વિધાર્થી ઓ એ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવો તેમજ અન્ન ભોજન નો બગાડ ન કરવો તેવા સંકલ્પ મુજબ સફળતા મેળવી હતી.આ સેમિનાર માં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

Pharmaceutical Companies Exporting Medicines To 120 Countries Of The World In Gujarat 03
Pharmaceutical Companies Exporting Medicines To 120 Countries Of The World In Gujarat 03

આ પ્રસંગે વિવિધ પ્રોજેક્ટ માં ભાગ લેનારા યુવક યુવતીઓ એ સેમિનાર પોતાના જીવન અને ભવિષ્ય માટે કેટલો ઉપયોગી પુરવાર થશે તે અંગે  પ્રતિભાવ આપ્યાં હતા.આ પ્રસંગે ડૉ.સી.એમ.પટેલશ્રી બી.જી.પાટીલ, સી.એ.પટેલ, ડૉ.મિહીર રાવલ,ડૉ.ડી.જી.પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતા.

ડૉ, જયેશ ચૌહાણે સૌને આવકાર્યા હતા અને તેઓએ નેશનલ નવમા ફાર્મા સેમિનાર ની ફલ સ્વરૂપે દવાઓ માટેનું એ.ટી.એમ.અને દવાઓના પેકીંગ ઉપર બ્રેઇન લિપી માં લખાણ નો દિવ્યાંગ જનો માટે ઉપયોગ ના સુંદર પ્રોજેક્ટ રજૂ થયા એમ જણાવી શ્રી ચૌહાણ કહ્યું કે આ સેમિનાર માં ૧૦૧૪ જેટલા ૪૫ સંસ્થા ના વિદયાર્થીઓ એ ભાગ લીધો છે.૪૦૫ વિવિધ પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા,૧૧૭ જુદાં જુદાં મોડલ રજૂ કરવામાં આવ્યા હતાં.શ્રી સુરેન્દ્ર નાયકે આભાર દર્શન કર્યું હતું.

Pharmaceutical Companies Exporting Medicines To 120 Countries Of The World In Gujarat 04
Pharmaceutical Companies Exporting Medicines To 120 Countries Of The World In Gujarat 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More