પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાન તળે રાજલક્ષ્મી મંડાનું વડનગરમાં પ્રયાણ

પ્લાસ્ટીક મુકત ભારતના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ સમર્થ બનીએ - રાજલક્ષ્મી મંડા, ચેન્નઇ

મહેસાણા : ઇન્ડિયા ટેલેન્ટમાં હાથથી ૧૦ ટનનો ટ્રક ખેંચનાર ચેન્નઇ (મદ્રાસ)ના રાજલક્ષ્મી મંડાએ પ્લાસ્ટીક મુક્ત અભિયાન અંતર્ગત જનજાગૃતિ અર્થે દેશમાં વિવિધ સ્થળોએ મોટર સાયકલનો પ્રવાસ કરી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રીશ્રીના વતન વડનગર ખાતે આવી પહોંચતા નગરજનો દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

Plastik Mukt Bharat Abhiyan Tale Rajalaksmi Mandanu Vadanagara Ma Prayan 01
350

Get real time updates directly on you device, subscribe now.

પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાન તળે રાજલક્ષ્મી મંડાનું વડનગરમાં પ્રયાણ

Related Posts
1 of 323
પ્લાસ્ટીક મુકત ભારતના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ સમર્થ બનીએ – રાજલક્ષ્મી મંડા, ચેન્નઇ

મહેસાણા : ઇન્ડિયા ટેલેન્ટમાં હાથથી ૧૦ ટનનો ટ્રક ખેંચનાર ચેન્નઇ (મદ્રાસ)ના રાજલક્ષ્મી મંડાએ પ્લાસ્ટીક મુક્ત અભિયાન અંતર્ગત જનજાગૃતિ અર્થે દેશમાં વિવિધ સ્થળોએ મોટર સાયકલનો પ્રવાસ કરી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રીશ્રીના વતન વડનગર ખાતે આવી પહોંચતા નગરજનો દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

Plastik Mukt Bharat Abhiyan Tale Rajalaksmi Mandanu Vadanagara Ma Prayan 03
Plastik Mukt Bharat Abhiyan Tale Rajalaksmi Mandanu Vadanagara Ma Prayan 03

પ્લાસ્ટીક મુક્ત ભારત જનજાગૃતિ અભિયાન અર્થે દિલ્લીથી ૧૫ સપ્ટેમ્બરના રોજ નીકળેલા બુલેટરાણી તરીકે ઓળખાતા રાજલક્ષ્મી મંડા અંદાજીત ૧૨૦૦ કિ.મીનું અંતર કાપીને વડનગર આવી પહોંચ્યા હતા

Also You like to read
1 of 135

આ પહેલાં દેશના આઠ રાજ્યો અને ૧૫૫ જિલ્લાઓમાં ૦૨ મહિના સુધી અંદાજીત ૧૫૨૨૫ કિલોમીટર ફરી શક્તિ યાત્રા પણ યોજી હતી. “ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ” માં હાથથી 10 ટનનો ટ્રક ખેંચનાર ચેન્નાઈ (મદ્રાસ)ની રાજલક્ષ્મી મંડા બુલેટ મોટરસાયકલ સાથે પ્રવાસ કરી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનો પ્રચાર પ્રસાર કરે છે.

Plastik Mukt Bharat Abhiyan Tale Rajalaksmi Mandanu Vadanagara Ma Prayan 02
Plastik Mukt Bharat Abhiyan Tale Rajalaksmi Mandanu Vadanagara Ma Prayan 02

શ્રી રાજલક્ષ્મી મંડા વડનગર આવી પહોંચતાં તોરણીયા વડ -બૌધ્ધ સર્કલ ખાતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી વડનગર નગરજનો દ્વારા આયોજીત બાઇક રેલીમાં જોડાયા હતા.શ્રી રાજલક્ષ્મી મંડાએ રેલ્વે સ્ટેશનની મુલાકાત કરી હતી. આ ઉપરાંત નવીન બસ સ્ટેન્ડ ખાતે ફીટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત આઇશર ખેંચી  લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

વડનગર ટાઉનહોલ ખાતે શ્રી રાજલક્ષ્મી મંડાના સ્વાગત સન્માન પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ આપેલ પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાનને આપણે સૌએ સહિયારા પ્રયાસથી સાકાર કરવાનું  છે.દેશ વિશ્વગુરૂ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે.દેશમાં વિવિધ નવીન યોજના તળે છેવાડાના માનવીનો વિકાસ થઇ રહ્યો છે.

Plastik Mukt Bharat Abhiyan Tale Rajalaksmi Mandanu Vadanagara Ma Prayan 01
Plastik Mukt Bharat Abhiyan Tale Rajalaksmi Mandanu Vadanagara Ma Prayan 01

સ્વાગત સન્માન કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,સાંસદશ્રી જુગલજી લોખંડવાલા, અગ્રણી સોમભાઇ મોદી, વી.વી.રાવલ, જગદીશભાઇ પટેલ,સુનિલદત્ત મહેતા,નગરના પ્રબુધ્ધ નાગરિકો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More