- Advertisement -

પોલિયોગ્રસ્ત કાળુસિંહ ઠાકોર પોલિયો અભિયાનમાં પ્રેરણારૂપ

મારા મા-બાપે ભૂલ કરી, પણ હું નહિ કરૂ-કાળુસિંહ ઠાકોર પોતના પૌત્ર-પૌત્રી અને આસપાસના બાળકોને પોલિયોની રસી અપાવવા ટ્રાયસિકલ પર લઇ જાય છે.

એક ફર ફરતી સફેદ દાઠીવાળા દિવ્યાંગ પોતાની ટ્રાયસિકલ પર બે-ત્રણ બાળકોને પોલીયોની રસી પીવડાવી પરત જાય છે ત્યાં તો ફરી એ જ ટ્રાયસિકલ પર બીજા બાળકોને બેસાડી રસી માટે આવી જાય છે. આમ બે –ચાર વાર આંટા ફેરાથી આસપાસના લોકો કૂતૂહલવશ જોઇ પૂછે કે કાકા આ બધા તમારા સગાના બાળકો છે.

Polio Grast Kalusinh Thakor Polio Abhiyanama Prerana Rupa 02

- Advertisement -

- Advertisement -

30

Get real time updates directly on you device, subscribe now.

પોલિયોગ્રસ્ત કાળુસિંહ ઠાકોર પોલિયો અભિયાનમાં પ્રેરણારૂપ

મારા મા-બાપે ભૂલ કરી, પણ હું નહિ કરૂ-કાળુસિંહ ઠાકોર પોતના પૌત્ર-પૌત્રી અને આસપાસના બાળકોને પોલિયોની રસી અપાવવા ટ્રાયસિકલ પર લઇ જાય છે.

એક ફર ફરતી સફેદ દાઠીવાળા દિવ્યાંગ પોતાની ટ્રાયસિકલ પર બે-ત્રણ બાળકોને પોલીયોની રસી પીવડાવી પરત જાય છે ત્યાં તો ફરી એ જ ટ્રાયસિકલ પર બીજા બાળકોને બેસાડી રસી માટે આવી જાય છે. આમ બે –ચાર વાર આંટા ફેરાથી આસપાસના લોકો કૂતૂહલવશ જોઇ પૂછે કે કાકા આ બધા તમારા સગાના બાળકો છે ત્યારે એ જવાબ આપે છે કે, મારા મા-બાપે જે ભૂલ કરી એ હું નહિ કરૂ, આવા લોકો સાથે છે મારે પ્રેમની સગાઇ તેવા લાગણીસભર શબ્દો સરી પડે છે.

Polio Grast Kalusinh Thakor Polio Abhiyanama Prerana Rupa 01
Polio Grast Kalusinh Thakor Polio Abhiyanama Prerana Rupa 01

આ શબ્દો છે હિંમતનગરના પાંચ બત્તી વિસ્તારમાં રહેતા એક સામાન્ય વ્યક્તિ કાળુસિંહ કેસરસિંહ ઠાકોરના કાળુસિંહની આસપાસના છૂટક મજૂરી કરી કમાણી કરતા મજૂરીયાત વર્ગને તો ખબર જ ન હોય કે બાળકને કઇ રસી ક્યારે આપવાની અને ન આપવાથી તેના કેટલા ભયંકર પરીણામ ભોગવવા પડે તે બાબતે સાવ અજ્ઞાનતા હોય છે આવી અજ્ઞાનતાને દૂર કરવા પોલિયો મુક્ત ઝુંબેશમાં પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે ૫૮ વર્ષના કાળુસિંહ. આ અંગે વાત કરતા કાળુસિંહ જણાવે છે કે, પોતે પાંચ વર્ષના હતા ત્યારે માતા-પિતાની અજ્ઞાનતાને કારણે તેઓ પોલિયોનો શિકાર બન્યા હતા.

Polio Grast Kalusinh Thakor Polio Abhiyanama Prerana Rupa 02
Polio Grast Kalusinh Thakor Polio Abhiyanama Prerana Rupa 02

આ કાળુસિંહ આજે પોતાના પૌત્ર-પૌત્રી તેમજ આજુબાજુના પાંચ વર્ષથી નાના બાળકોને પાલિયો રસી પીવડાવવા લઈ જાય છે. કાળુસિંહ ઠાકોર પોતાની વાત જણાવે છે કે જ્યારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે માતા-પિતાની જાણકારીના અભાવે આ રોગનો શિકાર બન્યા અને સમગ્ર જીવન ત્રણ પૈડાવાળી સાયકલના સહારે જીવવુ પડ્યું છે.

Related Posts
1 of 484
Polio Grast Kalusinh Thakor Polio Abhiyanama Prerana Rupa 03
Polio Grast Kalusinh Thakor Polio Abhiyanama Prerana Rupa 03

પરંતુ બીજા કોઇને આ રોગનો શિકાર હું નહિ બનવા દઉ. મારી સાથે જે થવાનુ હતું તે થયુ પરંતુ બીજા કોઇ બાળકને આ ત્રણ પૈડાવાળી સાયકલનો સહારો ન લેવો પડે તે માટે મારામાં હિંમત હશે ત્યાં સુધી આજુબાજુના ઘરો અને વિસ્તારના લોકોને ઘેર-ઘેર જઈને નવજાત શિશુ થી પાંચ વર્ષની ઉંમરના બાળકોને પોલિયો રસી અપાવવા સમજાવે છે તેમજ પોતે પણ બને તેટલા બાળકોને પોલિયો બુથ પર રસી પીવડાવવા લઈ જાય છે.

Polio Grast Kalusinh Thakor Polio Abhiyanama Prerana Rupa 04
Polio Grast Kalusinh Thakor Polio Abhiyanama Prerana Rupa 04

જ્યારે આ પોલિયો અભિયાન આવે તે પોતાના પૌત્ર-પૌત્રીને લઈને લાઇનમાં પ્રથમ જ હોય છે. પોલિયો નામના રાક્ષસે જેમ તેમની જિંદગી બરબાદ કરી તેમ બીજા કોઇ બાળકને તેઓ બરબાદ નહિં થવા દેવાના શપથ લીધા છે. તેઓ લોકોને અપીલ કરે છે કે આ દોડતી દુનિયામાં તમારૂ બાળક ક્યાંક પાછળ ના રહી જાય તે માટે સમયસર સરકાર દ્રારા ચલાવવામાં આવતા આ અભિયાનને સાર્થક કરી પોલિયોની રસીના બે ટીંપા તમારા બાળકને જરૂરથી પીવડાવો જેથી એ બાળક ઘડપણમાં તમારો સહારો બને તમારે તેનો સહારો ન બનવું પડે. આપણે સહુ ભેગા મળીને પોલિયોના રાક્ષસને ભારતમાંથી ભગાવીએ.

Polio Grast Kalusinh Thakor Polio Abhiyanama Prerana Rupa 05
Polio Grast Kalusinh Thakor Polio Abhiyanama Prerana Rupa 05

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More