- Advertisement -

પોરબંદરમાં તા.૯ જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

પોરબંદરમાં તા.૯ જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

પોરબંદરમાં તા.૯ જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તા.૯ જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જેમાં દેશ વિદેશના પતંગબાજોના હાથેથી ચગતી પતંગોથી વાતાવરણ આનંદમયી બનશે. હવાનો હાથ ઝીલીને આકાશમાં વિહરતી પતંગો નિહાળવા શહેરીજનો ઉમટી પડશે. ગાંધીભૂમિ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીયકક્ષાના પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન પોરબંદરના સાંસદશ્રી રમેશભાઇ ધડુકના હસ્તે કરાશે.

- Advertisement -

- Advertisement -

174

Get real time updates directly on you device, subscribe now.

પોરબંદરમાં તા.૯ જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

Kite-Festival-2019-03

પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તા.૯ જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જેમાં દેશ વિદેશના પતંગબાજોના હાથેથી ચગતી પતંગોથી વાતાવરણ આનંદમયી બનશે.

Also You like to read
1 of 186
Related Posts
1 of 439

હવાનો હાથ ઝીલીને આકાશમાં વિહરતી પતંગો નિહાળવા શહેરીજનો ઉમટી પડશે. ગાંધીભૂમિ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીયકક્ષાના પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન પોરબંદરના સાંસદશ્રી રમેશભાઇ ધડુકના હસ્તે કરાશે. પોરબંદરના ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિલેષભાઇ મોરી, નગરપાલિકા પ્રમુખશ્રી અશોકભાઇ ભદ્રેચા સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં પતંગ મહોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્રારા યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટીને રંગબેરંગી બનેલા આકાશ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળવા ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સંદર્ભે કલેકટરશ્રી ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ ટીમ પોરબંદર દ્રારા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામા આવી છે. શિયાળાના સવારની ઠંડી સૂકી હવા અને ઘૂઘવતા સાગરની રમણીય લહેરો સાથે આકાશમા ચગતી પતંગો નિહાળવા શાળા, કોલેજોના વિધાર્થીઓ, શ્રમજીવીઓ, ખેડૂતો, નોકરીયાતો સહિત તમામ ઉત્સવપ્રેમી લોકો તા.૯ ના રોજ સવારે ૯ કલાકે ચોપાટી મેદાનમા હાજર રહીને પતંગબાજોના હાથે વિહરતી રંગ બે રંગી પતંગો નિહાળવા પહોચશે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

   

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More