- Advertisement -

પોરબંદર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની I.C.D.S. યોજના

મહિલા અને બાળ વિકાસ વિભાગની I.C.D.S. યોજના અંતર્ગત બાળકોને કુપોષણ મુક્ત કરવા પોષણના ૫ સૂત્રો નક્કી કરાયા

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્રારા I.C.D.S. યોજના અંતર્ગત ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ થી ૨૦૨૨ કાર્યક્રમની શરૂઆત કરવામા આવી છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પોષપ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે માટે ૬ લક્ષ્યાંકો નક્કી કરાયા છે. તા.૨૫ થી ૨૯ સુધી પોષણ અભિયાન માટે I.C.D.S, આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્રારા વાતાવરણ નિમાર્ણ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

Porbandar Jilla Mahila Ane Bal Vikas Vibhaga Ni I.c.d.s. Yojana 01

- Advertisement -

- Advertisement -

53

Get real time updates directly on you device, subscribe now.

પોરબંદર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની I.C.D.S. યોજના

  • પોરબંદર જિલ્લામાં સુપોષણ સપ્તાહની ઉજવણી કરવામા આવી રહી છે
  • મહિલા અને બાળ વિકાસ વિભાગની I.C.D.S. યોજના અંતર્ગત બાળકોને કુપોષણ મુક્ત કરવા પોષણના ૫ સૂત્રો નક્કી કરાયા
Porbandar Jilla Mahila Ane Bal Vikas Vibhaga Ni I.c.d.s. Yojana 01
Porbandar Jilla Mahila Ane Bal Vikas Vibhaga Ni I.c.d.s. Yojana 01

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્રારા I.C.D.S. યોજના અંતર્ગત ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ થી ૨૦૨૨ કાર્યક્રમની શરૂઆત કરવામા આવી છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પોષપ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે માટે ૬ લક્ષ્યાંકો નક્કી કરાયા છે. તા.૨૫ થી ૨૯ સુધી પોષણ અભિયાન માટે I.C.D.S, આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્રારા વાતાવરણ નિમાર્ણ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

Porbandar Jilla Mahila Ane Bal Vikas Vibhaga Ni I.c.d.s. Yojana 02
Porbandar Jilla Mahila Ane Bal Vikas Vibhaga Ni I.c.d.s. Yojana 02

જે અંતર્ગત જિલ્લાની આંગણવાડીઓમા બાળ તુલા દિવસ, કિશોરી દિવસ, સ્વચ્છતા દિવસ સહિતની ઉજવણી કરવામા આવી રહી છે. પોષણ અભિયાન હેઠળ પોષણના ૫ સૂત્રો બાળકના પ્રથમ એક હજાર દિવસની સંભાળ, પૈાષ્ટિક આહાર, એનીમિયા નિયંત્રણ, સ્વચ્છતા, ઝાટા નિયંત્રણ સહિતના લક્ષ્યાંકો  માટે જિલ્લા લેવલે કલેકટરશ્રીની અધ્યક્ષતામા મોનીટરીંગ અને રીવ્યુ સમિતિ રચવામા આવી છે.

Related Posts
1 of 484
Porbandar Jilla Mahila Ane Bal Vikas Vibhaga Ni I.c.d.s. Yojana 03
Porbandar Jilla Mahila Ane Bal Vikas Vibhaga Ni I.c.d.s. Yojana 03

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા “સહી પોષણ દેશ રોશન” સુત્રને ચરિતાર્થ કરવામા ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યુ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમા  પોષણ અભિયાન હેઠળ નક્કર કામગીરી થઇ રહી છે. રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લામાં વિવિધ વિભાગોના સહકારથી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની I.C.D.S યોજના દ્રારા સુપોષણ સપ્તાહ ઉજવાઇ રહ્યુ છે.

Porbandar Jilla Mahila Ane Bal Vikas Vibhaga Ni I.c.d.s. Yojana 04
Porbandar Jilla Mahila Ane Bal Vikas Vibhaga Ni I.c.d.s. Yojana 04

જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રો, CHC, PHC પેટા કેન્દ્રો ખાતે કિશોરીઓનું હિમોગ્લોબીન તપાસ માટે કિશોરી દિવસ, મમતા દિવસ હેઠળ સગર્ભા આરોગ્ય તપાસ, બાળ તુલા દિવસ હેઠળ આંગણવાડીમાં તમામ બાળકોનું વજન અને ઉંચાઇ તપાસ, સ્વચ્છતા દિવસ, લોકજાગૃતિ કાર્યક્રમ ઉજવાઇ રહ્યા છે. તથા પોરબંદર જિલ્લામાં ૧૦૦ ટકા બાળકોનું સંપુર્ણ રસીકરણ, ઓછા વજનવાળા બાળકોને લીલા ઝોનમા લાવવા, કિશોરીઓમાં એનિમિયાના પ્રમાણમાં વાર્ષિક ૬ ટકાનો ઘટાડો,  સહિતની કામગીરી હાથ ધરીને સુપોષિત પોરબંદર માટે સંગઠિત સંકલિત અને સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે. આજનુ બાળક કાલનુ ભવિષ્ય છે, પોષિત ભારતના નિર્માણ માટે આજનુ બાળક કુપોષણ મુક્ત હોવુ જરૂરી છે, આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More