પોરબંદર ખાતે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી

પોરબંદર ખાતે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી સંદર્ભે રેલી અને શિબિર યોજાઇ

પોરબંદર તા.૦૯, પોરબંદર જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી સંદર્ભે પોરબંદર અને છાયા નગરપાલીકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી સંદર્ભે રેલી અને શિબિર યોજાઇ હતી. ઉપરાંત મહિલા સફાઇ કામદાર બહેનોને સફાઇ કીટનું વિતરણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.

Porbandar Khate Mahila Svacchata Jagruti Divasa Ni Ujavani 01
242

Get real time updates directly on you device, subscribe now.

પોરબંદર ખાતે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી સંદર્ભે રેલી અને શિબિર યોજાઇ

Related Posts
1 of 302

પોરબંદર તા.૦૯, પોરબંદર જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી સંદર્ભે પોરબંદર અને છાયા નગરપાલીકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી સંદર્ભે રેલી અને શિબિર યોજાઇ હતી. ઉપરાંત મહિલા સફાઇ કામદાર બહેનોને સફાઇ કીટનું વિતરણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.

Porbandar Khate Mahila Svacchata Jagruti Divasa Ni Ujavani 01
Porbandar Khate Mahila Svacchata Jagruti Divasa Ni Ujavani 01

આ પ્રસંગે સુદામા મંદિરથી જિલ્લા પંચાયત સુધી મહિલા સ્વચ્છતા જાગૃતિ સંદર્ભે રેલી યોજાઇ હતી. પોરબંદર નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, છાયા નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન રામદતી, પોરબંદર તથા છાયા નગરપાલિકાનાં ચીફ ઓફિસર આર.જે.હુદડ તથા રાજુભાઇ શેખે રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ હતું.

જિલ્લા પંચાયત ખાતે રેલીની પૂર્ણાહુતિ થયા બાદ સભાખંડ ખાતે સ્વચ્છતા અંગે માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં ચીફ ઓફિસર આર.જે હુદડે સ્વચ્છતાની વાત કરતા જણાવ્યું કે, પોરબંદર નગરપાલિકા ડોર ટુ ડોર કચરો એકઠો કરવા માટે દર વર્ષે પાંચ કરોડથી વધુનો ખર્ચ કરે છે. પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરવો. શહેરની કોઇ સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો લેવા કર્મીઓ ન આવે તો ૯૦૯૯૯૧૭૦૨૨ હેલ્પલાઇન નંબર પર ફોન કરવો. આર.સી. શેખ તથા ર્ડો. સંદીપ શર્માએ સ્વચ્છતા તથા આરોગ્ય વિશે ઉપસ્થિત બહેનોને માહિતી આપી હતી.

Also You like to read
1 of 116
Porbandar Khate Mahila Svacchata Jagruti Divasa Ni Ujavani 03
Porbandar Khate Mahila Svacchata Jagruti Divasa Ni Ujavani 03

કાર્યક્રમમાં સ્વચ્છ ભારત- મિશન- શહેરી યોજના અંતર્ગત ૫ મહિલા સફાઇ કામદાર બહેનો મંગળાબેન ધીરજલાલ, પ્રફુલ્લાબેન કાંતીલાલ, પ્રભાબેન પરબતભાઇ, શારદાબેન જાદવ, હિનાબેન ઉગમભાઇને મંચ ઉપર ઉપસ્થિત મહેમાનોએ સફાઇ કીટનું વિતરણ કરી સન્માન કર્યુ હતું

આ ઉપરાંત ૯ સ્વસહાય જુથોને રૂ. ૧૦ હજાર લેખે રૂ. ૯૦ હજાર રીવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું હતુ શિબિરમાં ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતા જાળવવા માટે ઘર, શેરી, ગામ, શહેરને સ્વચ્છ રાખવા શપથ લીધા લીધા હતા.

Porbandar Khate Mahila Svacchata Jagruti Divasa Ni Ujavani 02
Porbandar Khate Mahila Svacchata Jagruti Divasa Ni Ujavani 02

કાર્યક્રમમાં પોરબંદર નગર પાલિકાના ઉપપ્રમુખ કીર્તિબેન સામાણી, છાયા નગરપાલિકાના સેનિટેશનના ચેરમેન જીવીબેન કોડીયાતર, સ્કૂલ- કોલેજની વિધાર્થિનીઓ, સ્વસહાય જુથ તથા તાલીમાર્થી બહેનો સહિત કર્મચારી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જલ્પા ગંઢેચા તથા આરતી ત્રિવેદીએ તથા આભારવિધિ રાજુભાઇ શેખે કરી હતી.

Porbandar Khate Mahila Svacchata Jagruti Divasa Ni Ujavani 04
Porbandar Khate Mahila Svacchata Jagruti Divasa Ni Ujavani 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More