- Advertisement -

પોરબંદર ખાતે સમિક્ષા બેઠક યોજતા રાષ્ટ્રીય લઘુમતી આયોગ ના સભ્ય સુનિલ સિંઘિ

કેન્દ્ર સરકારે લઘુમતિ સમુદાયના વિકાસ માટે રૂ. ૫૦૦૦ કરોડના ફંડની ખાસ જોગવાઇ કરી છે:-શ્રી સુનિલ સિંઘિ

રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના સભ્ય શ્રી સુનિલ સિંઘિએ આજે પોરબંદર જિલ્લાની મુલાકાત લઇ લઘુમતિ સમુદાયમાં પાત્રતા ધરાવતા તમામ સમાજના લાભાર્થીઓને રાજ્ય સરકારના સંકલન હેઠળ કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધારે અને વિસ્તૃત લાભ મળે તે માટે જિલ્લા પ્રશાસન સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેઓએ લઘુમતિ સમાજનાં વિવિધ સંગઠન, સંસ્થા અને સમુદાયના આગેવાનો સાથે ફળદાયી ચર્ચા કરી સુચન ધ્યાનમાં લઇ પોરબંદર જિલ્લો વડાપ્રધાનશ્રીના ૧૫ મુદા કાર્યક્રમમાં અગ્રેસર રહે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું.

Porbandar Khate Samiksa Bethaka Yojata Rastriy Laghumati Ayoga Na Sabhya Sunila Singhi 01

- Advertisement -

- Advertisement -

261

Get real time updates directly on you device, subscribe now.

પોરબંદર ખાતે સમીક્ષા બેઠક યોજતા રાષ્ટ્રીય લઘુમતિ આયોગના સભ્ય સુનિલ સિંઘિ

રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના સભ્ય શ્રી સુનિલ સિંઘિએ આજે પોરબંદર જિલ્લાની મુલાકાત લઇ લઘુમતિ સમુદાયમાં પાત્રતા ધરાવતા તમામ સમાજના લાભાર્થીઓને રાજ્ય સરકારના સંકલન હેઠળ કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધારે અને વિસ્તૃત લાભ મળે તે માટે જિલ્લા પ્રશાસન સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેઓએ લઘુમતિ સમાજનાં વિવિધ સંગઠન, સંસ્થા અને સમુદાયના આગેવાનો સાથે ફળદાયી ચર્ચા કરી સુચન ધ્યાનમાં લઇ પોરબંદર જિલ્લો વડાપ્રધાનશ્રીના ૧૫ મુદા કાર્યક્રમમાં અગ્રેસર રહે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું.

  • કેન્દ્ર સરકારે લઘુમતિ સમુદાયના વિકાસ માટે રૂ. ૫૦૦૦ કરોડના ફંડની ખાસ જોગવાઇ કરી છે:-શ્રી સુનિલ સિંઘિ
  • સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને ધ્યાનમાં લઇ વંચિતોને વિકાસની મુખ્યધારામાં જોડવા છે
  • પોરબંદર જિલ્લામાં લઘુમતિ સમાજના લાભાર્થીઓને વધારે લાભ મળે તે માટે જનજાગૃતિ સાથે કેમ્પ કરાશે
  • પોરબંદર ખાતે જિલ્લા કલેકટર અને આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજતા રાષ્ટ્રીય લઘુમતિ આયોગના સભ્ય શ્રી સુનિલ સિંઘિ
Related Posts
1 of 398
Porbandar Khate Samiksa Bethaka Yojata Rastriy Laghumati Ayoga Na Sabhya Sunila Singhi 01
Porbandar Khate Samiksa Bethaka Yojata Rastriy Laghumati Ayoga Na Sabhya Sunila Singhi 01

રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના સભ્ય શ્રી સુનિલ સિંઘિએ આ બેઠકમાં જણાવ્યુ હતુ કે, વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લઘુમતિ સમાજના લાભાર્થીઓને વધારે લાભ મળે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ આવે તે માટે અગાઉ રૂ. ૧૬૦૦ કરોડનુ બજેટ હતું. તે વધારીને રૂ. ૫૦૦૦ કરોડનુ કરી સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાર્થક કરેલ છે. લધુમતિ સમાજના વિધાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂ. ૨૦ લાખ સુધીની વ્યાજ મુક્ત લોન સહિતની અનેક યોજના ઉપરાંત સ્કોલરશીપનો વ્યાપ વધે તે માટે ૧૫ મુદા પ્રોગ્રામ અમલમાં મુકવામાં આવ્યો છે. તેઓએ કહ્યુ કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ સંવેદનશીલ અભિગમ દાખવી કલ્યાણકારી યોજનાઓની અમલવારી માટે પ્રશાસનને માર્ગદર્શન આપ્યુ છે ત્યારે આ પ્રોજેક્ટ થી વંચિતોનો પણ વિકાસ થશે.

Also You like to read
1 of 209
Porbandar Khate Samiksa Bethaka Yojata Rastriy Laghumati Ayoga Na Sabhya Sunila Singhi 02
Porbandar Khate Samiksa Bethaka Yojata Rastriy Laghumati Ayoga Na Sabhya Sunila Singhi 02

રાષ્ટ્રીય લઘુમતિ આયોગના સભ્ય શ્રી સુનિલ સિૅઘિએ અધિકારીઓને આ યોજના અંતર્ગત દર ત્રણ મહિને લાભાર્થીઓને મળેલી સહાય અને લાભાર્થીઓની સંખ્યા અંગેની સમીક્ષા કરવા પણ માર્ગદર્શન આપ્યુ હતુ. પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવાસ, શિષ્યવૃતિ અને રોજગારી તેમજ સ્કિલ ડેવલોપમેન્ટ સહિતના મુદે આગેવાનોના સુચનો મેળવી લાભાર્થીઓને યોજનાઓની માહિતી મળે તે માટે કેમ્પ કરવા અને ઓનલાઇન એપ્લીકેશન અંગે પણ જાગૃતિ આવે તે માટે ઝુબેશ ચલાવવા સબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

Porbandar Khate Samiksa Bethaka Yojata Rastriy Laghumati Ayoga Na Sabhya Sunila Singhi 03
Porbandar Khate Samiksa Bethaka Yojata Rastriy Laghumati Ayoga Na Sabhya Sunila Singhi 03

આ બેઠકમાં પોરબંદર જિલ્લામાં લઘુમતિ સમાજના લાભાર્થે યોજનાઓની સંતોષકારક કામગીરી અંગે જિલ્લા કલેકટર અને ટીમ પોરબંદરને અભિનંદન આપી તેઓએ સિધ્ધિના નવા આયામો સિધ્ધ કરવા દિશા નિર્દેશ આપ્યો હતો. જિલ્લા સમાજકલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ) શ્રી એચ.એચ. મહેતાએ જિલ્લા થયલી કામગીરીનુ પ્રેઝનટેશન રજુ કર્યુ હતુ. અધિક કલેકટર શ્રી રાજેશ. એમ. તન્નાએ આગામી આયોજનની માહિતી આપી હતી. જિલ્લા કલેકટર શ્રી ડી.એન. મોદીએ સભ્યશ્રીનુ સ્વાગત કરી સમગ્ર જિલ્લામાં થયેલી કામગીરીની રૂપરેખા આપી હજુ વધુ લક્ષ્યાંકો સિધ્ધ કરવા પણ અધિકારીઓને સુચના આપી હતી. બેઠકમાં જિલ્લા પોલીસ વડા પાર્થરાજ સિંહ ગોહિલ, પ્રાંત અધિકારી શ્રી કે.વી. બાટી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને લઘુમતિ સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More