- Advertisement -

પોરબંદર ખાતે શ્રમયોગીઓને પેન્શન યોજનાના પ્રમાણપત્રો અર્પણ કરાયા

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં મેં નોંધણી કરાવી દીધી, તમે નોંધણી કરાવી કે નહી ? : મંજુબેન રાણાવાયા

પોરબંદર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી સંદર્ભે પેન્શન સપ્તાહ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. જેમા ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાની ઉપસ્થિતિમાં શ્રમયોગીઓને પેન્શન યોજનાના પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા.

Bandar Khate Shram Yogio Pension Yojana Pramanpatra Aparna Karaya 04

- Advertisement -

- Advertisement -

449

Get real time updates directly on you device, subscribe now.

પોરબંદર ખાતે ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાની ઉપસ્થિતિમાં શ્રમયોગીઓને પેન્શન યોજનાના પ્રમાણપત્રો અર્પણ કરાયા

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં મેં નોંધણી કરાવી દીધી, તમે નોંધણી કરાવી કે નહી ? : મંજુબેન રાણાવાયા

પોરબંદર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી સંદર્ભે પેન્શન સપ્તાહ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. જેમા ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાની ઉપસ્થિતિમાં શ્રમયોગીઓને પેન્શન યોજનાના પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં પોતાની નોંધણી કરાવ્યાબાદ પોરબંદરનાં ધારાસભ્યશ્રીનાં હસ્તે પ્રમાણપત્ર મેળવનાર શ્રમયોગી મંજુબેન રાણાવાયાએ પોરબંદર જિલ્લાનાં અસંગઠિત શ્રમયોગીઓને સંદેશો પાઠવ્યો કે, મેં આ પેન્શન યોજનામાં નોંધણી કરાવી દીધી. તમે લોકોએ નોંધણી કરાવી કે નહી ?

Related Posts
1 of 401

મંજુબેને વિશેષ જણાવ્યુ કે, હું બાવરવાવ ગામમાં રહું છું. અને આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવુ છું. મેં ગામના ઘણા બધા લોકોને આ પેન્શન યોજનાનો લાભ લેવા રૂબરૂ જાણકારી પુરી પાડી છે. હું દર મહિને રૂા.૧૨૦નો હપ્તો ભરૂ છું. ૬૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થામાં શ્રમ કરવા માટે શરીર સાથ ન આપે ત્યારે સરકારની આ યોજના થકી મને દર મહિને રૂા.૩ હજારનું પેન્શન મળશે. જે ઘરની આર્થિક જવાબદારી નિભાવવા ખુબ જ ઉપયોગી બનશે.

Bandar Khate Shram Yogio Pension Yojana Pramanpatra Aparna Karaya 01
Bandar Khate Shram Yogio Pension Yojana Pramanpatra Aparna Karaya 01

છાંયા વિસ્તારમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતા ભૂતિયા કિરણબેને જણાવ્યુ કે, અત્યાર સુધી પેન્શન સરકારી કર્મચારીઓને મળતુ હતું. પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આ યોજના થકી અસંગઠિત શ્રમયોગીઓને પણ પેન્શન મળશે. દરેક અસંગઠિત શ્રમયોગીઓએ આ પેન્શન યોજનાનો લાભ લેવો જોઇએ જેથી ભવિષ્યમાં આર્થિક સહારો મળી શકે. હષિતાબેન આસાવલાએ કહ્યુ કે, છેલ્લાં કેટલાય મહિનાથી હું નિયમિત રૂા.૧૯૦નો હપ્તો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં જમા કરાવું છું. આ મારા ભવિષ્યનો આધાર છે. મને જ્યારે ૬૦ વર્ષ પુર્ણ થશે ત્યારે આ પેન્શન થકી  હું મારો ખર્ચ આરામથી ઉઠાવી શકીશ. સરકારની આ યોજનામાં દરેક અસંગઠિત શ્રમયોગીઓએ જોડાવું જોઇએ.

આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું કે, વર્તમાન સરકાર આર્થિક રીતે નબળા લોકોની ચિંતા કરે છે. જેથી ૧૮ થી ૪૦ વર્ષ સુધીનાં અસંઠિત શ્રમયોગીઓએ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં અને છુટક વ્યાપારી, દુકાનદાર અથવા સ્વરોજગાર મેળવતી વ્યક્તિઓએ પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજનામા નોંધણી કરાવવી જોઇએ.

Also You like to read
1 of 211
Bandar Khate Shram Yogio Pension Yojana Pramanpatra Aparna Karaya 02
Bandar Khate Shram Yogio Pension Yojana Pramanpatra Aparna Karaya 02

જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી નીલેશભાઇ મોરી એ જણાવ્યું કે, અસંગઠિત શ્રમયોગીઓએ પેન્શન યોજનાનો લાભ લેવો જોઇએ. રીક્ષા ચાલક વગેરે છેટક મજુરી કરતા લોકોએ આ યોજનાનો લાભ લેવો જોઇએ તથા અન્ય અસંગઠીત શ્રમયોગીઓને પણ લાભ લેવા સલાહ આપવી જોઇએ. આ પ્રસંગે કલેકટરશ્રી ડી. એન. મોદીએ કહ્યુ કે, ઉધોગપતિઓ, મોટા વેપારીઓએ પણ પોતાને ત્યા કામ કરતા અસંગઠીતોને સરકારની પેન્શન યોજનામાં સહભાગી થવા સલાહ આપવી જોઇએ. વધુને વધુ અસંગઠિત શ્રમયોગીઓએ આ યોજનામાં જોડાય તે માટે અમે પ્રયત્નશીલ છીએ.

ઇન્ચાર્જ મદદનીશ શ્રમ આયુક્ત પોરબંદર શ્રી ડી. જે. વડગામાએ પ્રધાનમંત્રી માનધન યોજના અને પ્રધાનમંત્રી લધુ માનધન યોજના વિશે વિસ્તાર થી સમજ પુરી પાડી હતી. તથા જણાવ્યુ કે, પોરબંદર જિલ્લામા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરાવવા ૧૩૬ કોમન સર્વિસ સેન્ટર શરૂ કરાયા છે.

Bandar Khate Shram Yogio Pension Yojana Pramanpatra Aparna Karaya 03
Bandar Khate Shram Yogio Pension Yojana Pramanpatra Aparna Karaya 03

જિલ્લાકક્ષાનાં આ શુભારંભ કાર્યક્રમમાં પોરબંદર નગરપાલિકાનાં પ્રમુખ અશોક ભદ્રેચા, છાંયા નગરપાલીકા પ્રમુખ ગીતાબેન રામદતી, તાલુકા પંચાયતનાં પ્રમુખ આવળાભાઇ ઓડેદરા, તાલુકા પંચાયતનાં પુર્વપ્રમુખ વિરમભાઇ કારાવદરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એસ.ડી.ધાનાણી પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી સહિત સબંધિત અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં શ્રમયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયોત્સનાબેન મકવાણા અને જલ્પાબેન ગઢેચાએ કર્યુ હતુ.

પેન્શન યોજનાનો લાભ લેવા આટલુ કરો

આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે અધાર કાર્ડ, બેંન્ક પાસબુકની ઝેરોક્ષ તથા મોબાઇલ સાથે રાખવો જેથી OTP નંબર મળી શકે. પ્રથમવાર હપ્તો રોકડેથી કરવો ત્યારબાદ હપ્તા બેંક થકી જમા થઇ જશે. અસંગઠીત શ્રમયોગીઓ કે જેમની માસિક આવક રૂ. ૧૫ હજાર કે તેથી ઓછી હોય તથા ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ સુધીની હોય તે શ્રમયોગીઓ આ પેન્શન યોજનામાં જોડાય શકે છે. આ ઉપરાંત પ્રધામંત્રી લધુ વ્યાપાર માનધન યોજનાનો લાભ લેનાર લાભાર્થી છુટક વ્યાપારી, દુકાનદાર અથવા સ્વરોજગાર મેળવતી વ્યક્તિ હોવી જોઇએ. ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ વચ્ચે હોવી જોઇએ. વાર્ષિક ટર્ન ઓવર રૂ. ૧.૫૦ કરોડ અથવા તેનાથી ઓછુ હોવુ જોઇએ.

Bandar Khate Shram Yogio Pension Yojana Pramanpatra Aparna Karaya 04
Bandar Khate Shram Yogio Pension Yojana Pramanpatra Aparna Karaya 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More