પોરબંદરમાં જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ઉદધાટન

પોરબંદરની જી.એમ.સી સ્કુલ ખાતે જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ઉદધાટન કરાયું

પોરબંદર : વિક્રમ સરાભાઇ શતાબ્દિ વર્ષની ઉજવણી સંદર્ભે પોરબંદરમાં આવેલી જી.એમ.સી સ્કુલ ખાતે જિલ્લા કક્ષાનું ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનનું ઉદધાટન જિલ્લા પોલીસના વડા ડો. પર્થરાજસિંહ ગોહીલે કર્યુ હતું.જેમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલી કૃતિઓને પ્રદર્શિત કરાઇ હતી.

Porbandar Ma Jilla Kaksanu Ganit Vignan Pradarsan Nu Udadhatan 01
264

Get real time updates directly on you device, subscribe now.

પોરબંદરમાં જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ઉદધાટન

Related Posts
1 of 326

પોરબંદર : વિક્રમ સરાભાઇ શતાબ્દિ વર્ષની ઉજવણી સંદર્ભે પોરબંદરમાં આવેલી જી.એમ.સી સ્કુલ ખાતે જિલ્લા કક્ષાનું ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનનું ઉદધાટન જિલ્લા પોલીસના વડા ડો. પર્થરાજસિંહ ગોહીલે કર્યુ હતું.જેમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલી કૃતિઓને પ્રદર્શિત કરાઇ હતી.

Porbandar Ma Jilla Kaksanu Ganit Vignan Pradarsan Nu Udadhatan 03
Porbandar Ma Jilla Kaksanu Ganit Vignan Pradarsan Nu Udadhatan 03
  • પોરબંદરની જી.એમ.સી સ્કુલ ખાતે જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ઉદધાટન કરાયું
  • માણસે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જોઇએ :-જિલ્લા પોલીસ અધિકક્ષક
  • પ્રાથમિક અને માધ્યમિક વિભાગના ૧૧૦ બાળકો ધ્વારા ૫૫ કૃતિઓ રજુ કરાઇ

આ તકે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, ફક્ત પુસ્તકીયા જ્ઞાન થી જ નહીં જીવનના અનુભવ થકી પણ વૈજ્ઞાનિક અભિગમ કેળવીને ઘણુ બધુ વિકસાવી શકાય છે. વિધાર્થીઓએ સતત પ્રશ્નો કરતા  રહેવું જોઇએ. તેમણે કહ્યુ કે, ભારતનાં બંધારણમાં મુળભુત અધિકારોની સાથે સાથે મુળભુત ફરજો પણ આપેલી છે. મુળભુત ફરજોમાં પણ લખેલુ છે કે, માણસે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જોઇએ તેમણે સાદગી પુર્ણ જીવન, વિજ્ઞાન તથા પર્યાવરણનાં મહત્વ વિશે વિસ્તારથી વિધાર્થીઓને સમજ આપી હતી.

Porbandar Ma Jilla Kaksanu Ganit Vignan Pradarsan Nu Udadhatan 04
Porbandar Ma Jilla Kaksanu Ganit Vignan Pradarsan Nu Udadhatan 04
Also You like to read
1 of 138

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનનાં પ્રાચાર્યશ્રી અલ્તાફભાઇ રાઠોડે વિજ્ઞાન પર્યાવરણ વિશે પોતાના વિચારો રજુ કર્યા હતા.જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી આયોજીત તથા જી.એમ.સી. ઇન્ટરનેશનલ સ્કૂલ પોરબંદરનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પ્રદર્શનમાં પોરબંદર પ્રાથમિકની ૧૫ અને માધ્યમિકની ૪૦ કૃતિઓ ૧૧૦ બાળકો દ્રારા રજુ કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિવેકાનંદ માધ્યમિક શાળા છાયાના વિધાર્થી પરમાર સ્વયંમ અને થાનકી હાઇકે જીઓ થર્મલ એનર્જી પાવર પ્લાન્ટ કૃતિનુ પ્રદર્શન કર્યુ હતું. તેઓએ જણાવ્યું કે જીઓ થર્મલ પાવર પ્લાન્ટ દ્રારા કોઇ પ્રદુર્ષણ ફેલાતુ નથી. તેને ચલાવવા માટે ઓછા માનવ બળની જરૂર પડે છે. આ પ્લાન્ટ બાયનરી પ્લાન્ટ હોવાથી જમીનમાં પાણીની માત્રા જળવાઇ રહે છે. આ સ્ત્રોત પુ:ન પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. આ કૃતિ અમે શિક્ષક ચૌહાણ હિરેન સરનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરી છે.

Porbandar Ma Jilla Kaksanu Ganit Vignan Pradarsan Nu Udadhatan 02
Porbandar Ma Jilla Kaksanu Ganit Vignan Pradarsan Nu Udadhatan 02

આ ઉપરાંત મોર્ડન ફાર્મ તૈયાર કરનાર બામણિયા જય અને રાઠોડ જેનીલે કહ્યુ કે, રોટેશનલ ફાર્મ થકી ઓછી જગ્યામાં ચકડોળ જેવી રચનામાં ખેતી કરવાથી સુર્ય પ્રકાશ મળે છે. ઉપરાંત હાઇડ્રોલીક ફાર્મિંગ, ટ્રાઇફાર્મિંગ પધ્ધતિ થકી મોર્ડન ફાર્મ વિકસાવી શકાય છે. સ્માર્ટ સીટી કૃતિનું પ્રદર્શન કરનાર ગોઢાણીયા વિજય અને કુછડિયા આરતીએ કહ્યુ કે, સ્માર્ટ સીટીમાં રહેવું દરેકનું સપનું હોય છે. પણ સાથે સાથે પર્યાવરણની જાળવણી, પાણીની બચત, સમયની બચત થાય તે બાબત પણ સ્માર્ટ સીટીમાં વિચારવી જરુરી છે.

ઇકો ફ્રેન્ડલી હાઉસ તૈયાર કરનાર જમરિયા પાર્થ અને ટુકડિયા દિવ્યા બાળ વૈજ્ઞાનિકોએ કહ્યુ કે, ઇકો ફ્રેન્ડલી હાઉસમાં વરસાદી પાણીનો સંગ્રહ, સોલારના સાધનો, ભુર્ગભ ટાકા, પવન ચક્કી, નેચરલ જીમ વગેરે સુવિધા થકી સ્વાસ્થ્યની જાળવણી અને વેસ્ટ પાણી અને કચરાનો પૂન: ઉપયોગ કરી શકાય છે. SKY FRAMING WITH SEA-WATER કૃતિ રજુ કરનાર ઓડેદરા આરતી અને મોઢા ભાવનાએ જણાવ્યું કે, સિંચાઇના અતિરેકથી ભુર્ગભ જળનું ઘટતુ જતુ પ્રમાણ, ખેતીલાયક જમીનની વધતી જતી અછત અને દરીયાઇ પાણીની વધતી જતી આગે કુચ જેવી સમસ્યાના નિવારણ માટે આ પ્રોજક્ટ આર્શીવાદ રૂપ છે.

Porbandar Ma Jilla Kaksanu Ganit Vignan Pradarsan Nu Udadhatan 01
Porbandar Ma Jilla Kaksanu Ganit Vignan Pradarsan Nu Udadhatan 01

જી.એમ.સી. સ્કુલના કુલદીપ ઓડેદરા અને પરવી ભારણીયાએ ઇન્ડ્રસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કેટેગરીમાં વોટર એન્ડ એર ટ્રીટમેન્ટ પ્લાન્ટસ કૃતિ પ્રદર્શિત કરી તેનુ મહત્વ સમજાવ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.વી. મીયાણી. રોટરી કલબનાં અધ્યક્ષ, લાયન્સ ક્લબનાં અધ્યક્ષ જી.એમ.સી. સ્કુલના ડાયરેકટર સહિત વિવિધ શાળનાં શિક્ષકો, વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ જી.એમ.સી. સ્કુલનાં આચાર્ય ગરીમાબેન જૈને કરી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More