પોરબંદર જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ૧૨૩૨ ખાંમીવાળા બાળકોની આરોગ્ય તપાસણી કરાઇ
શાળા આરોગ્ય તપાસણી સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લામાં જુદી-જુદી ૧૫ શાળાઓ ખાતે ૧૨૩૨ જેટલા ખાંમીવાળા બાળકોનાં આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં સામાન્ય તકલીફ ધરાવતા બાળકોને સ્થળ પર જ સારવાર અપાઇ હતી. તથા મોટી બીમારી વાળા બાળકોને હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

પોરબંદર, કુતિયાણા, રાણાવાવ શહેર તથા તાલુકાના ગામોમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડોકટર તથા તેમની ટીમ દ્રારા ખાંમીવાળા બાળકોનું આરોગ્ય ચકાસવામાં આવ્યુ હતું.

ગુજરાત અને ભારતની આવતી કાલને સ્વસ્થ્ય અને તંદુરસ્ત રાખવા માટે બાળકોનું નિરોગી હોવુ ખુબ જ જરૂરી છે. બાળકોને બીમારી મુક્ત કરવા તથા જન્મથી અથવા અચાનક આવેલી બીમારી, ખુબ જ બીમાર પડેલા બાળકોને તાજામાજા, તંદુરસ્ત કરવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે.

જેના ભાગરૂપે પોરબંદર જિલ્લાને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે આરોગ્ય વિભાગ તથા તબીબો દ્રારા શાળા આરોગ્ય સપ્તાહ કાર્યક્રમ સફળતા પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.