પોરબંદરથી રાજઘાટ-૧૭૦૦ કી.મી.ની સાયકલ યાત્રા

મોટું પુણ્ય મળે ત્યારે દેશના વીર જવાનોનાં એ ભૂમિ પર કદમ પડે

ભુજ,ગુરૂવારઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે પૂ. બાપુની જન્મભૂમિ પોરબંદરથી તેમની સમાધિ રાજઘાટ દિલ્હી સુધીની ડાયરેકટર જનરલ સીએ.પી.એફ. અને એ.આર.ના જવાનોની ૧૭૦૦ કિલોમીટરની તા.૭મી સપ્ટેમ્બર,૨૦૧૯ના રોજ ચોપાટી ગ્રાઉન્ડ, પોરબંદરથી નિકળેલી સાયકલ યાત્રા ૧૦મી સપ્ટેમ્બરે જુના કટારીયા આવી પહોંચતાં ૧૦૮ કળશધારી બાલિકાઓ દ્વારા સાયકલ યાત્રામાં જોડાયેલા દેશના વીર જવાનોનું કુમકુમ તીલક કરી સ્વાગત કરાયું હતું.

Porbandar Thi Rajaghat 1700 K.m. Ni Sayakal Yatra 02
506

Get real time updates directly on you device, subscribe now.

  • મોટું પુણ્ય મળે ત્યારે દેશના વીર જવાનોનાં એ ભૂમિ પર કદમ પડે
  • પોરબંદરથી રાજઘાટ-૧૭૦૦ કી.મી.ની સાયકલ યાત્રાએ નીકળેલા દેશના વીર જવાનોનું જુના કટારીયામાં ગામે ભવ્ય સ્વાગત કરાયું
Related Posts
1 of 358

આ સાયકલ યાત્રામાં બી.એસ.એફ. આસામ રાયફલ્સ, એન.એસ.જી., સી.આર.પી.એફ., એસ.એસ.બી., સી.આઇ.એસ.એફ., આર.એ.એફ.ના ૫૦૦ જવાનોની સાથે વ્યવસ્થા માટેનો ૨૦૦ થી વધુ જવાનોનો સ્ટાફ ફોર્સના કમાન્ડર એ.કે.તિવારીના માર્ગદર્શન હેઠળ આ યાત્રા દરમિયાન વ્યસનમુક્તિ, ગ્રામ્ય જાગૃતિ સહિતનો સંદેશ પણ આપી રહ્યા છે.

Porbandar Thi Rajaghat 1700 K.m. Ni Sayakal Yatra 01
Porbandar Thi Rajaghat 1700 K.m. Ni Sayakal Yatra 01

આ પ્રસંગે જુના કટારીયા ગામે યોજાયેલા જવાનોનાં સન્માન સમારોહમાં માનસ હનુમંતધામ નવા કટારિયા તીર્થના મહંત શ્રી ભાનુપ્રસાદભાઈ ગોરે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, મોટું પુણ્ય જમા થાય ત્યારે દેશના વીર જવાનો એ ભૂમિ પર આવે છે. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી તેમની સમાધી રાજઘાટ સુધીની સાયકલ યાત્રાએ નિકળેલા જવાનો નિરોગી રહી સફળતાપૂર્વક પાર કરે તેવી આ તકે તેમણે હનુમાનજીને પ્રાર્થના કરી શુભકામના પાઠવી હતી.

Also You like to read
1 of 170
Porbandar Thi Rajaghat 1700 K.m. Ni Sayakal Yatra 02
Porbandar Thi Rajaghat 1700 K.m. Ni Sayakal Yatra 02

ફોર્સના કમાન્ડર એ.કે.તિવારીએ કચ્છની પવિત્ર ભૂમિનાં તીર્થસ્થળે આવી ધન્યતા અનુભવી રહ્યાનો ભાવ વ્યકત કરતાં ઉર્જાવાન બની રાજઘાટ સુધીની ૧૭૦૦ કીલોમીટરની સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીશું તેવા જોશના દ્રઢ વિશ્વાસ સાથે પવિત્ર ભૂમિને હરહંમેશ નમન કરીશું તેવી લાગણી વ્યકત કરતાં ગ્રામજનો દ્વારા થયેલા સ્વાગત બદલ ધન્યવાદ પાઠવી ગામના સરપંચ શ્રી અશોકભાઇ પટેલને ફોર્સ વતી પ્રમાણપત્ર આપી આભારની લાગણી વ્યકત કરી હતી.

Porbandar Thi Rajaghat 1700 K.m. Ni Sayakal Yatra 03
Porbandar Thi Rajaghat 1700 K.m. Ni Sayakal Yatra 03

આ પ્રસંગે જુના કટારીયા ગામના સરપંચ અશોકભાઈ પટેલ, પૂર્વ કચ્છ ડીવાયએસપી કે.જી.ઝાલા, લાકડીયા પીએસઆઇશ્રી ચુડાસમા, જૈન તીર્થના ટ્રસ્ટી કમલનયન મહેતા વગેરેએ દેશના  વીર જવાનોને કચ્છભૂમિના પવિત્ર તીર્થસ્થળે આવકારવા, સત્કારવા માટેનો સોનેરી અવસર ગણાવ્યો હતો.

Porbandar Thi Rajaghat 1700 K.m. Ni Sayakal Yatra 04
Porbandar Thi Rajaghat 1700 K.m. Ni Sayakal Yatra 04

આ પ્રસંગે ભચાઉના પ્રાંત અધિકારી પી.જે.જાડેજા, મામલતદાર કે.જી.વાછાણી, વાઢિયા સરપંચ કૃષ્ણદેવસિંહ જાડેજા, દિલીપદાન ગઢવી, પ્રભુલાલ પુજ, માનાભાઈ પટેલ, સામખીયાળી પીઆઇ શ્રી ઝાલા, ગ્રામ સ્વરાજ સંઘના વિદ્યાર્થીઓ, બ્રહ્મસમાજના અભિષેકભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (વીએભટ્ટ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More