પોષણ કેન્દ્રની સશક્ત કામગીરી

પોષણ જાગૃત્તિ માસ ઉજવણી : રાજયનું પ્રથમ બાળ

વડોદરા તા.૬ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૯ (શુક્રવાર) સપ્ટેમ્બર મહિનાની ઉજવણી પોષણ જાગૃતિ મહિના તરીકે કરવામાં આવી રહી છે ત્યારે એક ખાસ નોંધ લેવા જેવી વાત એ છે કે, રાજ્યનું પ્રથમ બાળ પોષણ કેન્દ્ર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામે સી.એ.પટેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે શરૂ થયું હતું.

Posan Kendra Ni Sasakt Kamagiri 02
192

Get real time updates directly on you device, subscribe now.

પોષણ કેન્દ્રની સશક્ત કામગીરી

Related Posts
1 of 297

વડોદરા તા.૬ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૯ (શુક્રવાર) સપ્ટેમ્બર મહિનાની ઉજવણી પોષણ જાગૃતિ મહિના તરીકે કરવામાં આવી રહી છે ત્યારે એક ખાસ નોંધ લેવા જેવી વાત એ છે કે, રાજ્યનું પ્રથમ બાળ પોષણ કેન્દ્ર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામે સી.એ.પટેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે શરૂ થયું હતું.

  • પોષણ જાગૃત્તિ માસ ઉજવણી : રાજયનું પ્રથમ બાળ
  • પોષણ કેન્દ્ર મોટા ફોફળિયામાં શરૂ થયું હતું
  • પોષણ કેન્દ્રની સશક્ત કામગીરીના પગલે શિનોર
  • તાલુકો બાળ કુપોષણ મુક્ત તાલુકો બનવા તરફ અગ્રેસર

આ કેન્દ્રની સશક્ત કામગીરીને લીધે શિનોર તાલુકો અતિ કુપોષણ મુક્ત તાલુકો બન્યો છે અને બાળ કુપોષણમુક્ત તાલુકો બનવા તરફ અગ્રેસર છે. આ દવાખાનાની માફક પોષણ કેન્દ્રનું પણ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપના અભિગમ હેઠળ સંચાલન થાય છે. એટલે સરકારની પોષણ યોજનાઓમાં નિર્ધારિત ધારાધોરણો પ્રમાણે લાભ આપવાની સાથે ટ્રસ્ટ પોતાના તરફથી વધારાના લાભો પણ આપે છે. આ કેન્દ્ર ખાતે કુપોષિત બાળકની સાથે એની માતાને રહેવા-જમવાની વિનામૂલ્યે સુવિધા આપી બાળકોને પોષણ સારવાર આપવામાં આવે છે.

Posan Kendra Ni Sasakt Kamagiri 01
Posan Kendra Ni Sasakt Kamagiri 01

રાજય સરકાર દ્વારા પોષણ સંબંધિત યોજનાઓ અમલી કરવામાં આવી છે. મોટા ફોફળીયા ખાતેના આરોગ્ય કેન્‍દ્રમાં બાળકને ૧૪ દિવસ સુધી સતત અને સઘન પોષણ કાર્યક્રમ અંતર્ગત આવરી લઇને તેને કુપોષણથી સુપોષણ સુધી લઇ જવામાં આવે છે.

Also You like to read
1 of 111

મોટા ફોફળીયા ગામ પોષણ અભિયાનમાં પણ અનોખું કામ કરે છે. કુપોષિત બાળકોને આરોગ્ય કેન્‍દ્રમાં દાખલ કરી સઘન પોષણ સારવાર આપવામાં આવે છે. ઓછું વજન ધરાવતા બાળકોને પોષણયુક્ત આહારની સાથોસાથ રમતગમતના સાધનો પણ પૂરાં પાડવામાં આવે છે. પોષણયુક્ત આહાર પૂરો પાડી બાળકોને પોષણના અભાવે થતાં ગંભીર રોગો થવાની સંભાવનાઓ નહિવત થાય છે.

Posan Kendra Ni Sasakt Kamagiri 02
Posan Kendra Ni Sasakt Kamagiri 02

કુપોષણ ધરાવતા બાળકો અને તેમના માતાને પણ રહેવાની વ્‍યવસ્‍થા રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે. મોટા ફોફળીયા આરોગ્ય કેન્‍દ્ર ખાતે દાખલ કરવામાં આવતા કુપોષણ ધરાવતા બાળકો પોષણયુક્ત આહાર મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવા રાજય સરકારે આરોગ્ય કેન્‍દ્ર ખાતે ન્‍યુટ્રિશ્યિનની નિમણૂંક પણ કરી છે. આરોગ્ય કેન્‍દ્ર ખાતે ફરજ પરના ન્‍યુટ્રિશ્યિન બાળકોના વજન, આરોગ્ય સહિતની બાબતો દૈનિક રીતે ચકાસી તે મુજબ બાળકોના ખોરાકમાં ઉમેરો કરે છે.

Posan Kendra Ni Sasakt Kamagiri 03
Posan Kendra Ni Sasakt Kamagiri 03

રાજય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ બાળકોને ફળફળાદિ, દૂધ સહિત પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત પોષણ અભિયાનમાં જરૂર પડતા દાતાશ્રીઓ તથા ગામના શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્‍ટ પણ મદદ પૂરી પાડી જરૂરી સહયોગ આપે છે. ૧૪ દિવસ સઘન પોષણયુક્ત આહારની સાથોસાથ બાળકોને આરોગ્ય, શિક્ષણ અને તાલીમ પણ પૂરી પાડવામાં આવે છે. બાળકને દવાખાનામાંથી રજા આપવામાં આવે ત્યારે

Posan Kendra Ni Sasakt Kamagiri 04
Posan Kendra Ni Sasakt Kamagiri 04

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્‍લાના શિનોર તાલુકાના મોટા ફોફળીયા સકારાત્‍મક અભિગમ સાથે સમયના તાલ સાથે તાલ મિલાવી અનેક પરિવર્તનો લાવીને પ્રેરણા પૂડી પાડનારું રળિયામણું ગામ છે. મોટા ફોફળીયા સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય, સ્‍વચ્‍છતા, જળસંચય જેવા વિવિધ પરિમાણોમાં તે અવ્વલ બની પ્રેરણા આપતું રહે છે. (મિશ્રા-દિવ્યા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More