પ્રજા અને સરકાર વચ્ચે માહિતી ખાતાની સેતુરૂપ ભૂમિકા

પ્રજા અને સરકાર વચ્ચે માહિતી ખાતાની સેતુરૂપ ભૂમિકા રહેલી છે. - કલેક્ટરશ્રી દિલીપ રાણા

આણંદ – મંગળવાર : મધ્‍ય ગુજરાત ઝોનની પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા માહિતી કચેરી, આણંદ અને શ્રી શ્રી આર્ટ ઓફ લીવીંગ ગુજરાત આશ્રમ આંકલાવડીના સંયુકત ઉપક્રમે માહિતી ખાતાના મધ્ય ગુજરાત ઝોનના અધિકારી અને કર્મચારીઓ યોજાયેલ ચિંતન શિબિરને કલેક્ટરશ્રી દિલીપ રાણાએ સંયુક્ત માહિતી નિયામકશ્રી મહેશચંદ્ર કટારા, આશ્રમના શ્રી કેતન સ્વામીજીની ઉપસ્થિતીમાં ખુલ્લી મુકી હતી.

Praja Ane Sarkara Vache Mahiti Khata Ni Seturupa Bhumika 01
300

Get real time updates directly on you device, subscribe now.

પ્રજા અને સરકાર વચ્ચે માહિતી ખાતાની સેતુરૂપ ભૂમિકા

આણંદ – મંગળવાર : મધ્‍ય ગુજરાત ઝોનની પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા માહિતી કચેરી, આણંદ અને શ્રી શ્રી આર્ટ ઓફ લીવીંગ ગુજરાત આશ્રમ આંકલાવડીના સંયુકત ઉપક્રમે માહિતી ખાતાના મધ્ય ગુજરાત ઝોનના અધિકારી અને કર્મચારીઓ યોજાયેલ ચિંતન શિબિરને કલેક્ટરશ્રી દિલીપ રાણાએ સંયુક્ત માહિતી નિયામકશ્રી મહેશચંદ્ર કટારા, આશ્રમના શ્રી કેતન સ્વામીજીની ઉપસ્થિતીમાં ખુલ્લી મુકી હતી.

  • પ્રજા અને સરકાર વચ્ચે માહિતી ખાતાની સેતુરૂપ ભૂમિકા રહેલી છે. – કલેક્ટરશ્રી દિલીપ રાણા
  • વૈશ્વિક સ્તરે લોકો શાંતિપૂર્વક , તણાવમુક્ત જીવન જીવી શકે તે માટે આર્ટ ઓફ લિવીંગ ખૂબ જ ઉપયોગી સ્વામી શ્રી કેતન સ્વામીજી શબ્દ અને કલમ એ જ પ્રચાર-પ્રસાર માટેના મુખ્ય અંગો છે -શિરિષ કાશિકર (ડાયરેક્ટર ઓફ NIMCJ)
  • આંકલવાડી શ્રી શ્રી રવિશંકર આશ્રમ ખાતે મધ્‍ય ગુજરાત ઝોનમાં સમાવિષ્‍ટ જિલ્‍લાના અધિકારી-કર્મીઓની એક દિવસીય ચિંતન શિબિર યોજાઇ
Related Posts
1 of 359

કલેક્ટરશ્રી દિલીપ રાણાએ જણાવ્યુ કે પ્રજા અને સરકાર વચ્ચે માહિતી ખાતુ સેતુરૂપ ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકારની પ્રજાકલ્યાણ અને વિકાસલક્ષી યોજનાઓની માહિતીને વિવિધ માધ્યમો દ્વારા માહિતી ખાતુ જન જન સુધી પહોંચાડે છે. સરકારની વિવિધ યોજનાઓની અને સમાજમાં થઇ રહેલી સારી બાબતોની સાફલ્યગાથા રજુ કરીને જનજન ને પ્રોત્સાહિત કરવાનું કામ માહિતી ખાતા દ્વારા કરવામાં આવે છે જે ખૂબ જ સરાહનીય છે.

તેમણે ઉમેર્યુ કે સમાજના વિવિધ વર્ગો સુધી સરકારની વાત પહોંચાડવા માહિતી અધિકારીઓ અસરકારક રીતે માહિતીનું આદાન પ્રદાન કરે છે. શ્રી રાણાએ શ્રી શ્રી રવિશંકરના પવિત્ર આશ્રમમાં ઉપસ્થિત અધિકારીઓ-કર્મીઓને તણાવમુક્ત જીવન  જીવવા તેમજ સકારાત્મક વિચારોનું સિંચન શિબિરના માધ્યમથી કરવા માટે અનુરોધ કર્યો હતો.

Praja Ane Sarkara Vache Mahiti Khata Ni Seturupa Bhumika 01
Praja Ane Sarkara Vache Mahiti Khata Ni Seturupa Bhumika 01

શ્રી શ્રી રવિશંકર આશ્રમના શ્રી કેતન સ્વામીજીએ આર્ટ ઓફ લીવીંગ સંસ્થાનો પરિચય તેમજ તેની કામગીરીથી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા . આર્ટ ઓફ લિવીંગ સંસ્થાનો મુખ્ય હેતુ વૈશ્વિક સ્તરે લોકોને તણાવમુક્ત તેમજ શાંતિપુર્વક જીવન વ્યતિત કરવાના ઉદ્દેશ સાથે સમગ્ર વિશ્વમાં શાંતિનું આહવાન કરવાનો છે તેમ તેમણે જણાવ્યુ હતુ. શ્રી સ્વામીજીએ વિશેષમાં કહ્યુ કે સમગ્ર માનવજાતમાં શાંતિ અને સમૃધ્ધિ  તેમજ સકારાત્મક વિચારોનું સિંચન થાય તે હેતુથી ગુરુજી શ્રી શ્રી રવિશંકર મહારાજ કાર્યરત છે.

NIMCJ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ માસ કોમ્યુનીકેશન એન્ડ જર્નાલીઝમ) ના નિયામક શ્રી શિરીષ કાશીકરે જણાવ્યુ કે માહિતી ખાતાના દરેક અધિકારીની જવાબદારી ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેમણે સાંપ્રત સમયમાં મીડિયાના વિવિધ માધ્યમો જેવા કે ઇલેક્ટ્રોનીક મીડિયા, પ્રિન્ટ મીડિયા , સોશિયલ મીડિયા  ભૂમિકા વિશેની સમજ આપી શબ્દ અને કલમ એ જ પ્રચાર-પ્રસાર માટેના મુખ્ય અંગો  હોવાનું કહ્યુ હતુ.

Also You like to read
1 of 171
Praja Ane Sarkara Vache Mahiti Khata Ni Seturupa Bhumika 02
Praja Ane Sarkara Vache Mahiti Khata Ni Seturupa Bhumika 02

તેમણે કહ્યુ કે  જ્યારે વૈશ્વિક સ્તરે વિવિધ દેશમાં પ્રિન્ટ મીડિયાની આવૃતિઓના ફેલાવા  ઘટ્યા છે ત્યારે ભારત દેશમાં પ્રિન્ટ મીડિયા નો વ્યાપ વધવા સાથે વિશ્વસનીયતા વધી છે. આજે પણ સ્થાનિક સ્તરે રાષ્ટ્રીય ટી.વી. ચેનલો કરતા સ્થાનિક ચેનલ તેમજ સ્થાનિક સમાચાર ને વધુ મહ્તવ આપવામાં આવે છે. એકલવીસમી સદીના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં માહિતીનો વિસ્ફોટ થયો છે. ત્યારે રાજ્ય સરકારશ્રીની જનકલ્યાણ , જનસુવિધા , જનસુખાકારી અને વિકાસલક્ષી  યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા સોશિયલ મીડિયા અસરકારક અને ઝડપી માધ્યમ બની રહયા છે.

ડૉ. કાસીકરે સાંપ્રત સમયમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પરિપ્રેક્ષ્યમાં માહિતી ખાતાની ભૂમિકા અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. ડૉ. કાસીકરે  જિલ્લા કચેરીઓને પોતાની APP બનાવી રોજબરોજની સમાચારલક્ષી કામગીરી ઉપરાંત વીડિયો સ્ટોરી દ્વારા સરકારની વાત જનજન સુધી પહોંચાડવા રચનાત્મક સૂચન કર્યુ હતુ.

Praja Ane Sarkara Vache Mahiti Khata Ni Seturupa Bhumika 03
Praja Ane Sarkara Vache Mahiti Khata Ni Seturupa Bhumika 03

પ્રાદેશિક માહિતી કચેરી  મધ્ય ગુજરાત ઝોન વડોદરાના સંયુક્ત માહિતી નિયામકશ્રી મહેશચંદ્ર કટારાએ આ શિબિરમાં ઉપસ્થિત તમામ અધિકારી તેમજ કર્મચારીઓ સાથે પોતાના કાર્યકાળ દરમિયાનના અનુભવો વર્ણવ્યા હતા.  તેમણે માહિતી ખાતામાં જોડાયેલ સીનીયર સબ એડીટર અને માહિતી મદદનીશને માહિતી ખાતાની કામગીરી થી માહિતગાર કરી દરેક અધિકારી તેમજ કર્મચારી ને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ.

સંયુક્ત માહિતી નિયામકશ્રી દ્વારા મધ્યગુજરાતમાં આગામી ચિંતન શિબિરના આયોજનના ભાગરુપ ચાર વિવિધ વિષયો ઇલેક્ટ્રોનીક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા, તેમજ પરંપરાગત મીડિયા ની ટીમ બનાવીને દસ્‍તાવેજીકરણ કરીને માહિતી ખાતાની પ્રિન્‍ટ-ઇલેકટ્રોનિક-સોશિયલ મીડિયાની કામગીરીને નિખારી શકાય તે માટેના વિષયોની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ તે વિષયો ઉપર ટૂંકમાં સમજ આપવામાં આવી હતી.

Praja Ane Sarkara Vache Mahiti Khata Ni Seturupa Bhumika 04
Praja Ane Sarkara Vache Mahiti Khata Ni Seturupa Bhumika 04

આ ચિંતન શિબિરમાં મધ્યગુજરાત ઝોનની વિવિધ જિલ્લા માહિતી કચેરી દ્વારા પૂરમાં કરવામાં આવેલી કામગીરી તેમજ અન્ય વિશિષ્ટ કામગીરી  તેમજ ૧૫ મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી ના સુચારૂ આયોજન તેમજ  સફળતાપૂર્વકના વ્યવસ્થાપન  માટે અધિકારી-કર્મીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ચિંતન શિબિરમાં મધ્યગુજરાતના સાત જિલ્લાના અધિકારીઓ તેમજ સંપાદન કામગીરી સાથે સંકળાયેલ કર્મીઓએ ભાગ લીધો હતો.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More