- Advertisement -

પ્રાકૃતિક ખેતીથી કેળાનું બમણું ઉત્પાદન

ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીથી કેળાનું બમણું ઉત્પાદન કરવાનો પ્રયોગ સફળ

વેરાવળ તા.૦૩, ખેતીમાં વધતા જતા રાસાણિક ખાતર-દવાના ઉપયોગને લીધે જમીન બંજર થતી જાય છે અને ખેતી ખર્ચ વધતા ખેડૂતોને પુરતુ વળતર મળે તે ઉદેશનો રસ્તો એક માત્ર પ્રાકૃતિક ખેતી છે. ગીર ગાયના ગૌ મુત્ર અને ગોબર માંથી બનાવેલ સુભાષ પાલેકર ખેતી પધ્ધતિના જીવામૃતે કેળાની બાગાયતી ખેતીમાં કમાલ કરી છે તેનો એક સફળ પ્રયોગ કોડીનાર તાલુકાના દેવળી ગામના અને રોણાજ ગામે પાસે ખેતીની જમીન ધરાવતા શ્રી જીતુભાઈ સોલંકીએ કર્યો છે. પ્રાકૃતિક ખેતીથી કેળાના બમણા ઉત્પાદનનું પરિણામ મળતા ગીર સોમનાથ જિલ્લામાં ઝેરમુક્ત કેળાની ખેતીના નવા દ્રાર ખુલ્યા છે.

Prakrutik Kheti Thi Kelanu Bamanu Utpadan 02

- Advertisement -

- Advertisement -

62

Get real time updates directly on you device, subscribe now.

ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીથી કેળાનું બમણું ઉત્પાદન કરવાનો પ્રયોગ સફળ

  • દેવળીના જીતુભાઈ સોલંકીએ ગીર ગાયના ગૌમુત્ર-ગોબર માંથી જીવામૃત બનાવી ઝેરમુક્ત કેળાનું કર્યું મબલખ ઉત્પાદન
  • ગીર સોમનાથમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધતા ખેડૂતો, ૨.૫ વિઘાના ખેતરમાં ઝુલે છે ૫૦ કિ.ગ્રા.ની કેળાની લૂમો

ખેતીમાં વધતા જતા રાસાણિક ખાતર-દવાના ઉપયોગને લીધે જમીન બંજર થતી જાય છે અને ખેતી ખર્ચ વધતા ખેડૂતોને પુરતુ વળતર મળે તે ઉદેશનો રસ્તો એક માત્ર પ્રાકૃતિક ખેતી છે. ગીર ગાયના ગૌ મુત્ર અને ગોબર માંથી બનાવેલ સુભાષ પાલેકર ખેતી પધ્ધતિના જીવામૃતે કેળાની બાગાયતી ખેતીમાં કમાલ કરી છે તેનો એક સફળ પ્રયોગ કોડીનાર તાલુકાના દેવળી ગામના અને રોણાજ ગામે પાસે ખેતીની જમીન ધરાવતા શ્રી જીતુભાઈ સોલંકીએ કર્યો છે. પ્રાકૃતિક ખેતીથી કેળાના બમણા ઉત્પાદનનું પરિણામ મળતા ગીર સોમનાથ જિલ્લામાં ઝેરમુક્ત કેળાની ખેતીના નવા દ્રાર ખુલ્યા છે.

Also You like to read
1 of 188
Related Posts
1 of 439
Prakrutik Kheti Thi Kelanu Bamanu Utpadan 01
Prakrutik Kheti Thi Kelanu Bamanu Utpadan 01

ગુજરાતમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અન્ય જિલ્લાઓની જેમ ગીર સોમનાથમાં પણ પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ હતી. જેમાં કોડીનાર તાલુકાના દેવળી ગામના જીતુભાઈ સોલંકીના મોડલ ફાર્મમાં કેળાનું નોંધપાત્ર ઉત્પાદન થતા અન્ય ખેડૂતો પણ કેળાની ખેતી તરફ પ્રેરિત થયા છે. ઉત્સાહી અને મહેનતુ શ્રી જીતુભાઈ સોલંકી અન્ય ખેડૂતોને કેળાની ખેતીમાં મળેલી સફળતા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.

ગીર સોમનાથના પ્રગતિશીલ ખેડૂતશ્રી જીતુભાઈ સોલંકીએ જણાવ્યું કે, તેમણે રોણાજ ગામ પાસે ખેતીની જમીન છે તેમાં ૨.૫ વીધામાં કેળનું વાવેતર કર્યું છે. એક વીધામાં ૮૦૦ કેળના ઝાડ થયા છે. અને બીજા વર્ષે લામ પાકમાં ૨ છોડ ઉગી રહ્યા છે. પ્રથમ વર્ષે ૨૫ ટન કેળાનો ગીર ગાય આધારિત ખેતીથી ઉતારો આવ્યો છે. બીજા વર્ષે જમીન વધુ ફળદ્રુપ થતા કેળાનું ઉત્પાદન બમણું થયું છે તેમ જણાવતા તેઓ કહે છે પ્રથમ વર્ષે ૨ થી અઢી લાખના કેળાનું વેચાણ થઈ ચુક્યું છે. અને બીજાના કેળાના ભાવ ર૦ કિ.ગ્રા.ના ૧૬૦ થી ૧૮૦ આવતા હોય છે ત્યારે તેમણે ખેતર માં જ વેપારીઓ દ્રારા રૂા.૨૫૦ થી વધુ ભાવ મળે છે.

Prakrutik Kheti Thi Kelanu Bamanu Utpadan 02
Prakrutik Kheti Thi Kelanu Bamanu Utpadan 02

જીતુભાઈ કહે છે કે, પ્રાકૃતિક ખેતીને લીધે જમીન વધુ ફળદ્રુપ થતા કેળના ઝાડ દીઠ ૨૦ કિ.ગ્રા.કેળાના ઉત્પાદનની ધારણા હતી જે વધીને સરેરાશ ૪૦ કિ.ગ્રા. સુધી પહોંચી છે. આમ ઉત્પાદન સ્વભાવિક રીતે જ બમણું થયું છે. અમુક ઝાડ પર તો ૫૦ કિ.ગ્રા.ની લુમો હાલ આ જ ફાર્મમાં જોવા મળે છે. જે પ્રાકૃતિક ખેતી થી ઝેરમુક્ત કેળા સમાજને આપવાની દિશામાં મહત્વનું યોગદાન છે. તેઓએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પણ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી તરફ વધુ ખેડૂતો જોડાય તે માટે ખેતી તંત્રને માર્ગદર્શન આપી રહ્યા છે. તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી ખેતીવાડી વિભાગ દ્રારા પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. જીતુભાઈની સાથે આ પ્રાકૃતિક ખેતીમાં તેમના પિતા અને અન્ય પરિવારજનો પણ ગીર ગાયો રાખી પશુપાલન પણ સારી રીતે કરે છે. (સંકલન- નરેશ મહેતા, વેરાવળ)

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More