- Advertisement -

પ્રૌઢ શિક્ષણના વર્ગોની મહિલાઓને પ્રમાણપત્રો વિતરણ કરાયા

વાપીની વિદ્યાવિકાસ હિન્‍દી સ્‍કૂલ ખાતે પ્રૌઢ શિક્ષણના વર્ગોની મહિલાઓને પ્રમાણપત્રો વિતરણ કરાયા

શિક્ષક દિવસ ઉજવણી અવસરે મુસ્‍કાન ગ્રૂપ દ્વારા ચલાવવામાં આવતા પ્રૌઢ શિક્ષણના વર્ગોમાં પાસ થયેલી મહિલાઓને પ્રમાણપત્રો વિતરણ કરવાનો કાર્યક્રમ આરોગ્‍ય રાજ્‍યમંત્રી કિશોરભાઇ કાનાણીની અધ્‍યક્ષતામાં વાપીની વિદ્યા વિકાસ હિન્‍દી સ્‍કૂલ ખાતે યોજાયો હતો.

Praudha Siksan Na Vargo Ni Mahilao Ne Pramanapatro Vitaran Karaya 02

- Advertisement -

- Advertisement -

290

Get real time updates directly on you device, subscribe now.

Praudha Siksan Na Vargo Ni Mahilao Ne Pramanapatro Vitaran Karaya 01
Praudha Siksan Na Vargo Ni Mahilao Ne Pramanapatro Vitaran Karaya 01

આ અવસરે આરોગ્‍ય રાજ્‍યમંત્રી કિશોરભાઇ કાનાણીએ ગરીબોને મુખ્‍ય પ્રવાહમાં જોડી તેમના ઘરમાં મુસ્‍કાન લાવવામાં સતત કાર્યરત રહેતા મુસ્‍કાન ગ્રૂપની કામગીરી અભિનંદનીય હોવાનું જણાવ્‍યું હતું. રાજ્‍ય સરકારની કામગીરીમાં સહયોગી બની ગરીબો સુધી સુવિધાઓ પહોંચે તેનો સ્‍તુત્‍ય પ્રયાસ છે. સાથે મળીને દેશનો વિકાસ કરવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સ્‍વપ્‍નને સાકાર કરવા માટે સૌ સહયોગ આપે તે જરૂરી છે.

Praudha Siksan Na Vargo Ni Mahilao Ne Pramanapatro Vitaran Karaya 02
Praudha Siksan Na Vargo Ni Mahilao Ne Pramanapatro Vitaran Karaya 02

સ્‍વચ્‍છ ભારત અભિયાનમાં જોડાઇને સૌને સ્‍વચ્‍છતા જાળવવા અંગેની લોકોની વિચારધારામાં બદલાવ લાવવા માટે જાગૃત કરવા જણાવ્‍યું હતું. પારડી ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇએ મુસ્‍કાન ગ્રૂપની કામગીરીની સરાહના કરી ભવિષ્‍યમાં પણ આવી સેવાકીય કામગરી કરતા રહે તેવી આશા વ્‍યક્‍ત કરી હતી.

Related Posts
1 of 481
Praudha Siksan Na Vargo Ni Mahilao Ne Pramanapatro Vitaran Karaya 03
Praudha Siksan Na Vargo Ni Mahilao Ne Pramanapatro Vitaran Karaya 03

જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણે મુસ્‍કાન ગ્રૂપ દ્વારા પ્રૌઢ મહિલાઓ કે જેઓ ભણી શકી નથી તેમને સાક્ષર કરવાનું કાર્ય કરી રહી છે, જે સરાહનીય છે. કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારના ફલેગશીપ કાર્યક્રમોમાં ભાગ લેવા તેમજ રાજ્‍ય સરકારની યોજનાઓની જાણકારી જન-જન સુધી પહોંચાડવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આરોગ્‍ય સારું રહે તે માટે યોગ્‍ય રીતે હાથ ધોવા, પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ બંધ કરવા તેમજ ઘર અને ગામમાં સ્‍વચ્‍છતા જાળવવા જણાવ્‍યું હતું.

રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે જરૂરી દસ્‍તાવેજો હાથવગા રાખવા પણ તેમણ જણાવ્‍યુ઼ હતું. મુસ્‍કાન એન.જી.ઓ.ના સંસ્‍થાપિકા રીમા કાલાનીએ સંસ્‍થાની કામગીરીની રૂપરેખા આપી રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ આમ જનતાને મળે તેમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી, આ કામગીરીમાં સંબંધિત વિભાગોના યોગદાનની અપેક્ષા તેમણે વ્‍યક્‍ત કરી હતી.

Praudha Siksan Na Vargo Ni Mahilao Ne Pramanapatro Vitaran Karaya 04
Praudha Siksan Na Vargo Ni Mahilao Ne Pramanapatro Vitaran Karaya 04

સ્‍વાગત પ્રવચનમાં શાળાના આચાર્યા માધુરી તિવારીએ સૌને આવકારી હિન્‍દી સ્‍કૂલની પ્રવૃત્તિની જાણકારી આપી હતી. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને ધ્‍યાને રાખી આ સંસ્‍થા કામગીરી કરી રહી હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. આ અવસરે શિક્ષણ નિરીક્ષક આશાબેન, મુસ્‍કાન ગ્રૂપના ચંદ્રપ્રભા મુન્‍દ્રા, મુસ્‍કાન ગ્રૂપના સભ્‍યો, શાળા પરિવાર હાજર રહયા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More