- Advertisement -

પ્રાઈસ મોનિટરીંગ એન્ડ રિસોર્સીસ યુનિટ (PMRU)ના ગુજરાત સેલનો પ્રારંભ

ગુજરાતમાં દવાઓની કિંમત નિયંત્રિત અને એકરૂપ થશે

રાજ્યના છેવાડાનાં નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ વાજબી ભાવે મળી રહે તે માટે પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસોર્સિસ યુનિટ(PMRU)ના ‘ગુજરાત સ્ટેટ પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસોર્સિસ યુનિટ (GSPMRU)’ સેલનું નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી(NPA)ના અધ્યક્ષ શ્રીમતિ સુભ્રા સિંઘ, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ શ્રી ડો.જયંતિ એસ.રવિના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.

Price Monitoring And Resources Unit (pamru)na Gujarat Cell No Prarambha 05

- Advertisement -

- Advertisement -

63

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 484

પ્રાઈસ મોનિટરીંગ એન્ડ રિસોર્સીસ યુનિટ (PMRU)ના ગુજરાત સેલનો પ્રારંભ થયો

  • ગુજરાતમાં દવાઓની કિંમત નિયંત્રિત અને એકરૂપ થશે
  • આ સેલના પ્રારંભથી રાજ્યના છેવાડાનાં નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ વાજબી ભાવે મળી રહેશે : શ્રીમતિ ડો.જયંતિ એસ.રવિ
  • ‘એવેલેબીલીટી, એક્સેસીબીલીટી અને અર્ફોર્ડેબીલીટી ઓફ મેડીસીન ફોર ઓલ’ વિષય પર પ્રાદેશિક સેમિનાર યોજાયો

    Price Monitoring And Resources Unit (pamru)na Gujarat Cell No Prarambha 01
    Price Monitoring And Resources Unit (pamru)na Gujarat Cell No Prarambha 01

રાજ્યના છેવાડાનાં નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ વાજબી ભાવે મળી રહે તે માટે પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસોર્સિસ યુનિટ(PMRU)ના ‘ગુજરાત સ્ટેટ પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસોર્સિસ યુનિટ (GSPMRU)’ સેલનું નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી(NPA)ના અધ્યક્ષ શ્રીમતિ સુભ્રા સિંઘ, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ શ્રી ડો.જયંતિ એસ.રવિના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.

Price Monitoring And Resources Unit (pamru)na Gujarat Cell No Prarambha 02
Price Monitoring And Resources Unit (pamru)na Gujarat Cell No Prarambha 02

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ શ્રી ડો.જયંતિ એસ.રવિએ જણાવ્યું હતું કે, નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ વાજબી ભાવે મળી રહે તે માટે પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસોર્સિસ યુનિટ(PMRU)ના ગુજરાત સેલનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યુનિટની સ્થાપના થવાથી ગુજરાતના છેવાડાના નાગરિકોને દવાઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ બનવા સાથે દવા ઉત્પાદકોને ભાવોમાં એકરૂપતા લાવવા માટે સ્થાનિક સવલતો પણ ઊભી થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસોર્સિસ યુનિટનો પ્રારંભ થવાથી નાગરિકોને વિવિધ પ્રકારની દવાઓ સરળતાથી મળશે અને નિયંત્રિત વાજબી ભાવે મેળવામાં અસરકારક સાબિત થશે.

Price Monitoring And Resources Unit (pamru)na Gujarat Cell No Prarambha 03
Price Monitoring And Resources Unit (pamru)na Gujarat Cell No Prarambha 03

ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર અંગે અગ્રસચિવ શ્રી ડો.જયંતિ એસ.રવિએ જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. ગુજરાત સ્થિત દવાની કંપનીઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં સારી કામગીરી કરી રહી છે, જેના પરિણામે સમગ્ર વિશ્વમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાત આગવું સ્થાન બનાવવામાં સફળ રહ્યું છે.

આ પ્રસંગે અગ્રસચિવ શ્રી ડો.જયંતિ એસ.રવિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓ માટે અમલી કરેલી આરોગ્યલશ્રી યોજનાઓ જેમ કે, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મા અને મા વાત્સલ્ય યોજના વિશે વિગતવાર માહિતી પણ આપી હતી.

Price Monitoring And Resources Unit (pamru)na Gujarat Cell No Prarambha 04
Price Monitoring And Resources Unit (pamru)na Gujarat Cell No Prarambha 04

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમનના કમિશ્નર શ્રી ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર હસ્તકના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ હેઠળ કાર્યરત નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના આર્થિક સહયોગથી ગુજરાતમાં ડ્રગ પ્રાઇઝ કન્ટ્રોસ ઓર્ડરના અસરકારક અમલીકરણ માટે નેશનલ ફાર્માસ્યુટિકસ પ્રાઇસિંગ ઓથોરિટી સેલની સ્થાપના કરવામાં આવી છે.

આ યુનીટ્સના ગુજરાત સેલનું મુખ્ય મથક ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર ખાતેની કચેરીમાં કાર્યરત થશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ પ્રસંગે દવા ઉત્પાદકો-વિતરકો અને વપરાશકારોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી ‘એવેલેબીલીટી, એક્સેસીબીલીટી અને અર્ફોર્ડેબીલીટી ઓફ મેડીસીન ફોર ઓલ’ વિષય પર પ્રાદેશિક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Price Monitoring And Resources Unit (pamru)na Gujarat Cell No Prarambha 05
Price Monitoring And Resources Unit (pamru)na Gujarat Cell No Prarambha 05

આ પ્રસંગે રાજ્યના આરોગ્ય કમિશ્નર શ્રી જય પ્રકાશ શિવહરે, ખોરાક અને ઔષધ નિયમનના ડેપ્યુટી કમિશ્નર શ્રી એચ.એલ.રાવત, નેશનલ હેલ્થ મિશનના ડિરેક્ટર શ્રી જે.ડી.દેસાઇ, ઇન્ટરનેશનલ કન્ઝ્યુમર પોલિસીના એક્સપર્ટ શ્રી બેજોન મિશ્રા, આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, અન્ય રાજ્યોના અધિકારીશ્રીઓ તેમજ ફાર્મા ક્ષેત્રના સ્ટુડન્ટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More