યોગ્ય રીતે પાણી પીવું, આરોગ્ય માટે વરદાન

12

Get real time updates directly on you device, subscribe now.

હેલ્થ એક્સપર્ટ અનુસાર એક સામાન્ય વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું જોઇએ. હા એ ચોક્કસપણે ઋતુ અનુસાર માત્રામાં વધારો ઘટાડો અપેક્ષિત છે. એ ઉપરાંત વ્યક્તિના ખાનપાન અને શારીરિક પરિશ્રમ વગેરે જેવી બાબતો પર પણ પાણી પીવાનાં પ્રમાણ પર અસર કરે છે.

Related Posts
1 of 237

યોગ્ય રીતે પાણી પીવું, આરોગ્ય માટે વરદાન

આપણા શરીર માટે પાણી કેટલું જરૂરી છે એ બધા તો જાણીએ જ છીએ પરંતુ ઘણીવાર જાણતા હોવા છતાં પણ આપણે ઘણીવાર લાપરવાહી કરવા લાગીએ છીએ, એક્સપર્ટ અનુસાર એક સામાન્ય 2વ્યક્તિએ આખા દિવસમાં ઓછામાં ઓછા આઠ થી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ.

હા, ઋતુ અનુસાર પ્રમાણમાં વધારો ઘટાડો થઈ શકે. તે ઉપરાંત વ્યક્તિના ખાનપાન અને પરિશ્રમ વગેરે ઉપર પણ પાણી પીવાનું પ્રમાણ આધારિત હોય છે. આવો જાણીએ પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે, કારણકે.

Also You like to read
1 of 32
Young people drinking beer outdoors
  • પાણીથી શરીરમાં રહેલ ટોક્સિન્સ બહાર નીકળે છે. આ ટોક્સીન હેલ્થને નુકશાનદાયક હોય છે. જો પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં આવે તો યુરીનરી બ્લેડર અને કિડનીનાં સંક્રમણથી બચી શકો છો.
  • ત્વચા માટે પણ પાણી ફાયદાકારક છે, પાણીના અભાવમાં જ્યારે ત્વચાની નમી સુકાય ત્યારે ત્વચા રુષ્ક થવા લાગે છે, તેમજ તેના પર કરચલીઓ પડવા લાગે છે, અને લચીલાપણું દૂર થવાથી ત્વચાનું સૌંદર્ય નષ્ટ થવા લાગે છે.
  • આપણી અંદર એક સિસ્ટમ હોય છે, જેનાથી ટોક્સિન્સને રક્તપ્રવાહમાં જવાથી અટકાવે છે. આ સિસ્ટમને લિમ્ફેટિક સિસ્ટમ કહેવામાં આવે છે. પાણીની ઉણપ હોવાથી આ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી. અને તેનાથી શરીરમાં ઈમ્યુનીટી ઓછી થવા લાગે છે.
  • શરીરની માંસપેશીઓ, સાંધાઓ પણ પાણીની ઉણપથી અકડામણ અને થાક અનુભવવા લાગે છે.
  • પેટ સાફ રાખવા, કબજીયાતથી બચવા માટે પાણી અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
  • આલ્કોહોલથી ઉપજેલ સાઇડ ઇફેક્ટ્સ પણ પાણીથી દૂર થાય છે.
  • માથાના દુ:ખામાં આરામ મળે છે

  • પાણી ખૂબ પીવાથી લોહીમાં ઓક્સિજનની ખામી થતી નથી. નહિતર તેના અભાવે લેક્ટિક એસિડ બનવા પર માંસપેશીઓ જકડાવા લાગે છે.
  • આર્થરાઈટિસ અને રૂમેટીઝમમાં પાણી પીવું આ રોગ માટે ફાયદાકારક છે.
  • રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો, સવારે ઉઠીને રાખેલ પાણી પીઓ, પરંતુ એ પણ ધ્યાન રાખો કે આ પાણી વધારે ઠંડુ ન હોવું જોઈએ, તેમજ બે થી ત્રણ ગ્લાસથી શરૂ કરીને થોડું થોડું વધારો.
  • પાણી પીધા બાદ એકદમ થી ચા કે કોફી ન પીવી તેમજ કશું જ ખાવું પણ નહીં. તેમજ ખાસ પાણી ધીરે ધીરે પીવું, એકસાથે જલ્દી જલ્દી વધુ પડતું પાણી ન પીવું.
  • આ ઉપરાંત પાણીથી સ્નાન પણ તરોતાજા અને રિલેક્સ કરે છે.
  • સ્વિમિંગ કરવું એક બેસ્ટ એક્સરસાઇઝ ગણાય છે, પાણીમાં નેચર ક્યોરની અદભુત ક્ષમતા હોય છે, તેનાથી ઘણાબધા રોગોના આક્રમણને અટકાવી શકાય છે.
  • પાણી કેટલું ગરમ છે કે ઠંડુ, કે પછી નવશેકું છે તે તમારું શરીર સ્વયં તમને જણાવી દે છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More