પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિની ઉજવણી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨ જી ઓક્ટોબરે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે

પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા માટે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતાનો જે સંકલ્પ કરીને સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયામાંથી મુક્ત કરવા પ્રથમ કદમ ભર્યુ હતું જે સંકલ્પ આજે પૂર્ણ થયો છે. ૨ જી ઓક્ટોબરે ગાંધીજીની ૧૫૦ મી જન્મ જ્યંતિ ઉજવણી દિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયા થી મુક્ત જાહેર કરશે. સાબરમતી રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ૨૦,૦૦૦ થી વધુ સરપંચોના યોજાનાર મહા સંમેલનમાં વડાપ્રધાનશ્રી આ જાહેરાત કરશે.

Mahatma Gandhi Ni 150 Mi Janmajayanti Mukhyamantri No Sanvedana Sparsi Abhigam 01
322

Get real time updates directly on you device, subscribe now.

પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિની ઉજવણી

Related Posts
1 of 326

પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા માટે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતાનો જે સંકલ્પ કરીને સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયામાંથી મુક્ત કરવા પ્રથમ કદમ ભર્યુ હતું જે સંકલ્પ આજે પૂર્ણ થયો છે. ૨ જી ઓક્ટોબરે ગાંધીજીની ૧૫૦ મી જન્મ જ્યંતિ ઉજવણી દિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયા થી મુક્ત જાહેર કરશે. સાબરમતી રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ૨૦,૦૦૦ થી વધુ સરપંચોના યોજાનાર મહા સંમેલનમાં વડાપ્રધાનશ્રી આ જાહેરાત કરશે.

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨ જી ઓક્ટોબરે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે
  • સાબરમતી રીવરફ્રન્ટ-અમદાવાદ ખાતે ૨૦,૦૦૦થી વધુ સરપંચોનું સ્વચ્છતાની નેમ સાથે મહાસંમેલન યોજાશે
  • વડાપ્રધાનશ્રી સાબરમતી આશ્રમ ખાતે પૂજય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી આપીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે
  • રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત-મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
  • નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ  સહિત મંત્રીમંડળના સભ્યોની પ્રેરક ઉપસ્થિતિ
  • ૨ જી ઓક્ટોબર દેશભરમાં “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવાશે : સ્વચ્છતાનો સંદેશ દેશ અને દુનિયામાં પહોંચાડાશે
  • ગુજરાતના ૧૦,૦૦૦ અને વિવિધ રાજ્યોના ૧૦,૦૦૦ સરપંચો આ સંમેલનમાં ભાગ લેશે
  • વિવિધ રાજયોના સરપંચોને પૂજ્ય ગાંધીજીના સ્મૃતિ સાથે સંકળાયેલા સ્થળોની મુલાકાત કરાવી ગાંધી વિચારના આદર્શોનું રસપાન કરાવાશે
  • દેશ-વિદેશના મહાનુભાવો સહિત કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રીશ્રી ૧પ૦મી ગાંધીજ્યંતિ તા. ર ઓકટોબરે સાંજે ૧૭:૪૫ કલાકે અમદાવાદ આવી પહોચશે. વડાપ્રધાનશ્રીનો અમદાવાદ એરપોર્ટ બહારના મેદાનમાં કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન-સત્કાર સમારોહ યોજવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીશ્રી સાંજે ૧૮:૩૦ થી ૧૮:પ૦ કલાક દરમ્યાન ગાંધી આશ્રમની મૂલાકાત લેશે.

ત્યાર બાદ વડાપ્રધાન સાંજે ૭ થી ૮:૨૦ કલાક સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસ-૨૦૧૯ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવાના છે.

પ્રધાનમંત્રીશ્રી રાત્રે ૮:૩૦ કલાકે અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સહભાગી થઇ મા આદ્યશકિતની આરતીમાં ભાગ લેશે અને શેરી ગરબા નિહાળશે. તેઓ રાત્રે ૯:૩૦ કલાકે નવી દિલ્હી જવા રવાના થશે.

Also You like to read
1 of 138

વડાપ્રધાન શ્રી સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે અને હ્દયકુંજ સહિત ગાધીઆશ્રમના વિવિધ સ્થળોની પણ મુલાકાત કરશે. આ વેળાએ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે

પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને એક સામાજીક અભિયાન તરીકે ઉપાડીને દેશભરમાં જાગૃતતા લાવવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હાથ ધર્યુ હતુ જે આઝાદીના દાયકાઓ બાદ પણ ક્યારેય ન થયુ હોય તેવું કામ આજે પૂર્ણ થયુ છે ગુજરાતને તેનું ગૌરવ અપાવવાની આ કાર્યક્રમ થકી તક આપી છે તે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ છે.

Mahatma Gandhi Ni 150 Mi Janmajayanti Mukhyamantri No Sanvedana Sparsi Abhigam 01
Mahatma Gandhi Ni 150 Mi Janmajayanti Mukhyamantri No Sanvedana Sparsi Abhigam 01

રીવરફ્રન્ટ ખાતે યોજાનાર આ સરપંચ સંમેલનમાં ગુજરાતના ૧૦,૦૦૦ સરપંચો તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરીયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશના ૧૦,૦૦૦ સરપંચો મળી કુલ-૨૦,૦૦૦ સરપંચો ભાગ લેનાર છે. ઉપરાંત સ્વચ્છતાગ્રહી, સ્વ-સહાય જુથો, યોજના સાથે સંકળાયેલા ગ્રામ્ય સ્તરના સ્વચ્છતા વર્કરો, મહિલા ચેમ્પીયન મળી કુલ પ્રતિનિધિઓના ૬૦ % થી વધુ બહેનો ભાગ લે તે માટે અગ્રીમતા પણ અપાઇ છે.

આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત થનાર ૧૦,૦૦૦ થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજીત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળોની મુલાકાત પણ કરાવાશે એટલુ જ નહી ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ એવી નવરાત્રીના ગરબા સ્થળે પણ મુલાકાત કરાવાશે. સાથે-સાથે તેમના માટે કાર્યક્રમમાં સહભાગી થવા માટે ૪૦૦ થી પણ વધુ બસોની વ્યવસ્થા કરાઇ છે. અન્ય રાજ્યોમાંથી આવતા પ્રતિનિધિઓને ઝોન પ્રમાણે ગાંધીજીની સ્મૃતિ સાથે સંકળાયેલા સ્થળો જેવા કે, દાંડી મેમોરીયલ-નવસારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી-નર્મદા અને દાંડી કુટિર, મહાત્મા મંદિર-ગાંધીનગરની તેમજ મોડલ ગામની મુલાકાત પણ કરાવાશે. આ તમામ પ્રતિનિધિઓને ગુજરાતની સ્મૃતિ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કિચન સાથે એક કિટ પણ અર્પણ કરાશે.

તા. ૨ જી ઓક્ટોબર દેશભરમાં સ્વચ્છતા દિન તરીકે ઉજવાશે. સ્વચ્છતાનો સંદેશો દેશ અને દુનિયામાં પહોંચે તે માટે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. અમદાવાદ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો દેશ-વિદેશના મહાનુભાવો પણ સહભાગી થનાર છે. ઉપરાંત ધારાસભ્યો, સંસદસભ્યો, બોર્ડ કોર્પોરેશનના ચેરમેનશ્રીઓ, શસસ્ત્ર દળના વડાઓ, હાઇકોર્ટના ન્યાયાધિશશ્રીઓ, પદ્મ  એવોર્ડ વિજેતા, ગાંધીયન સંસ્થાઓ, શિક્ષણવિદો, મહિલા મંડળ, સખી મંડળ, યુવા મંડળો અને વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવશે.

આઝાદી પછીનું સામાજીક ક્રાંતિનું મોટામાં મોટુ કદમ સ્વચ્છતા મિશન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમની પ્રથમ ટર્મથી જ ઉપાડી લીધુ હતુ જે પૈકી દેશને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવાનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે જે સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાત માટે ગૌરવની બાબત છે. (પીઆરઓ)

 

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More