- Advertisement -

રાજભવન ખાતે દત્તકગ્રહણ સમારોહ યોજાયો

રાજભવન ખાતે રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં USAના દંપતિને દીકરી દત્તક આપવાનો દત્તકગ્રહણ સમારોહ યોજાયો

પરિવારમાં એક દીકરી હોય અને બીજી દીકરીને દત્તક લેવાનો પ્રસંગ સમાજ તેમજ લોકો માટે ખૂબજ પ્રેરણાદાયી છે. ભારતીય સંસ્કૃતિમાં ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને આજે આ અમેરિકા સ્થિત બિન નિવાસી ભારતીય દંપતિએ દીકરીને દત્તક લઇને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે જે અભિનંદનને પાત્ર છે તેમ રાજભવન ખાતે દંપતિને દીકરી દત્તક આપવાના દત્તકગ્રહણ સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું.

Raj Bhavana Khate Dattakagrahan Samaroha Yojayo 02

- Advertisement -

- Advertisement -

536

Get real time updates directly on you device, subscribe now.

રાજભવન ખાતે દત્તકગ્રહણ સમારોહ યોજાયો

પરિવારમાં એક દીકરી હોય અને બીજી દીકરીને દત્તક લેવાનો પ્રસંગ સમાજ તેમજ લોકો માટે ખૂબજ પ્રેરણાદાયી છે. ભારતીય સંસ્કૃતિમાં ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને આજે આ અમેરિકા સ્થિત બિન નિવાસી ભારતીય દંપતિએ દીકરીને દત્તક લઇને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે જે અભિનંદનને પાત્ર છે તેમ રાજભવન ખાતે દંપતિને દીકરી દત્તક આપવાના દત્તકગ્રહણ સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું.

  • એક દીકરી હોય અને બીજી દીકરીને દત્તક લેવાનો પ્રસંગ સમાજ માટે ખૂબજ પ્રેરણાદાયી :- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
  • રાજભવન ખાતે રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં USAના દંપતિને દીકરી દત્તક આપવાનો દત્તકગ્રહણ સમારોહ યોજાયો
Raj Bhavana Khate Dattakagrahan Samaroha Yojayo 01
Raj Bhavana Khate Dattakagrahan Samaroha Yojayo 01

રાજ્યપાલે કહ્યું હતું કે માત્ર દોઢ વર્ષની અનાથ બાળકીને દત્તક લઇને USA  સ્થિત શ્રી શ્યામ પરમેશ્વરન મોહન અને તેમના પત્ની અને મૂળ ગુજરાતી એવા  શ્રી પાયલ મોહને આ બાળકીને નવું જીવન આપ્યું છે. આ દીકરીના આગમનથી શ્યામ મોહનના જીવનમાં- પરિવારમાં ખુશીઓ અને સમુદ્ધિ આવશે. અજાણી વ્યક્તિને પોતાની માનીને તેનામાં પોતાનાપણાનો ભાવ જાગે તે જ સાચી માનવતા છે.  સુખી-સંપન્ન દંપત્તિ એક બાળકી દત્તક તરીકે સ્વીકાર કરે છે ત્યારે સમાજ વધુ મજબૂત બને છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનને આ પ્રકારના પગલાથી ખૂબ જ બળ મળશે. કાંતિમાંથી નવું નામ ધારણ કરનાર દીકરી સીયાના પાલક માતા-પિતા એવા મોહન દંપત્તિને હું આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ ગૃહ અને શિશુ ગૃહ પાલડીની કામગીરીની સરાહના કરતાં કહ્યું હતું કે આજે પરિવારમાં દીકરી હોય એ ગૌરવની બાબત છે. એમાં પણ આજે શ્યામ મોહન પરિવારે પોતાની એક દીકરી ઉપરાંત અન્ય એક દીકરી દત્તક લીધી છે તે તમામ માટે પ્રેરણારૂપ છે.

Raj Bhavana Khate Dattakagrahan Samaroha Yojayo 02
Raj Bhavana Khate Dattakagrahan Samaroha Yojayo 02
Related Posts
1 of 481

મંત્રીશ્રીએ આ પ્રસંગે પોતાના ઓગસ્ટ માસનો પગાર શિશુગૃહ પાલડીને આપવાની જાહેરાત કરી દીકરીને દત્તક લેનાર શ્યામ મોહન પરિવારને શુભેચ્છાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રી પરમારે મંત્રી બન્યા બાદ પોતાનો પ્રથમ પગાર પણ આ શિશુગૃહને અનાથ બાળકોના કલ્યાણ માટે અર્પણ કર્યો હતો.

રાજ્યપાલશ્રી અને મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બાળકીને દત્તક આપવા માટેની સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા બાદ વૈદિક મંત્રોચ્ચાર વિધિ અને સાંસ્કૃતિક પરંપરા મુજબ દીકરી શીયાને તેમના પાલક માતા-પિતાને દત્તક તરીકે આપવાની કામગીરી પૂર્ણ કરાઇ હતી. મંત્રીશ્રીના હસ્તે દીકરી શિયાનો USA નાગરિક તરીકેનો પાસપોર્ટ પણ વિધિવત રીતે તેમના માતા-પિતાને આપવામાં આવ્યો હતો.

Raj Bhavana Khate Dattakagrahan Samaroha Yojayo 03
Raj Bhavana Khate Dattakagrahan Samaroha Yojayo 03

આ પ્રસંગે દીકરીને દત્તક લેનાર મોહન દંપતિએ પોતાના પ્રતિભાવો આપતાં કહ્યું હતું કે શિયાને દત્તક લેવાની ત્રણ વર્ષની પ્રક્રિયામાં સરકાર અને શિશુ ગૃહ પાલડીના કર્મયોગીઓ દ્વારા અમને ખૂબ જ સહકાર મળ્યો છે. અમે ગુજરાતી દીકરીને દત્તક લેવા બદલ ગૌરવ અનુભવીએ છીએ. આ માટે દંપત્તિએ સૌનો આભાર માન્યો હતો.

ગુજરાત રાજ્ય બાળ આયોગના ચેરપર્સન શ્રીમતી જાગૃતિબહેન પંડ્યાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરીટી –CARAની રચના કરવામાં આવી છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા આ સંસ્થાનું નિયમન કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૪થી કાર્યરત શિશુ ગૃહ પાલડી દ્વારા અત્યાર સુધીમાં કાયદાકીય પ્રક્રિયા બાદ અનેક અનાથ બાળકીઓને સુખી સંપન્ન માતા-પિતાને દત્તક આપીને નવુ જીવન આપ્યું છે.  આ પ્રસંગે શ્રીમતી પંડ્યાએ શ્યામ મોહન પરિવારને અભિનંદન આપીને બાળકીને દત્તક લેવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

Raj Bhavana Khate Dattakagrahan Samaroha Yojayo 03
Raj Bhavana Khate Dattakagrahan Samaroha Yojayo 03

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ તેમજ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશીયલ વેલફેરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સી.કે. પટેલે સ્વાગત પ્રવચન કરીને શિશુ ગૃહ પાલડી, અમદાવાદની કામગીરીનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશીયલ વેલફેર અને અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ મંડળના સંયુ્કત ઉપક્રમે શિશુ ગૃહ પાલડી અમદાવાદ સ્થિત અનાથ દીકરીને દત્તક આપવાના કાર્યક્રમમાં ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશીયલ વેલફેરના પ્રેસિડેન્ટ શ્રી દિનેશભાઇ રાવલ, શિશુ ગૃહ પાલડીના ટ્રસ્ટીજનો, સાહિત્યકાર અને લેખક શ્રી ડૉ. ચંદ્રકાંત મહેતા સહિત દીકરીને દત્તક લેનારના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં. (જનક દેસાઇ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More